)
PM Modi On Obesity And Cooking Oil: પીએમ નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસ અવસર પર ફરી એકવાર સ્વાસ્થ્ય સંબંધિત પોતાની જૂની અપીલનો પુનરોચ્ચાર કર્યો. તેમણે દેશવાસીઓને અપીલ કરી કે, જો મોટાપાને હરાવવા માંગતા હોઈએ તો આપણે કુકિંગ ઓઈલનો વપરાશ 10 ટકા ઘટાડવો પડશે. દરેક ઘરના લોકોમાં આ પ્રયાસ કરવો જોઈએ. ચાલો જાણીએ કે જો રોજિંદા જીવનમાં રસોઈ તેલનો ઉપયોગ ઓછો કરીશું તો શું થશે.
દરરોજ 10% ઓછું તેલ ખાવાથી સ્વાસ્થ્ય પર થતી અસરો
ભારતીય વાનગીઓમાં તેલ અને ફેટ એક મહત્વપૂર્ણ ઈનગ્રેડિએન્ટ છે, કારણ કે તે શરીરને ઊર્જા, કેટલાક આવશ્યક ફેટી એસિડ અને વિટામિન (A, D, E, K) ઓબ્જોર્બ કરવામાં મદદ કરે છે. પરંતુ જ્યારે તેલનું સેવન જરૂરતથી વધારે થઈ જાય છે, ત્યારે તે મોટાપા, હૃદય રોગ, ઉચ્ચ કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસ જેવી સમસ્યાઓનું જોખમ વધારે છે. આવી સ્થિતિમાં દરરોજ તેલનું પ્રમાણ 10% ઘટાડવું સ્વાસ્થ્ય માટે એક પ્રોઝિટિવ ચેન્જ હોઈ શકે છે.
તેલ 10% ઓછું કરવાનો અર્થ શું છે?
ધારો કે, તમે દરરોજ લગભગ 30 ગ્રામ તેલ (લગભગ 2 મોટી ચમચી) ખાઓ છો. જો તમે તેને 10% ઘટાડશો, તો તમે દરરોજ 3 ગ્રામ તેલનો વપરાશ ઘટાડશો. આ બદલાવ નાનો લાગે છે, પરંતુ લાંબા ગાળે તેની કેલરી ઈનટેક અને ફેટ સ્ટોરેજ પર અસર પડે છે.
1. કેલરી કંટ્રોલ અને વજન ઘટાડો
એક ગ્રામ તેલમાં આશરે 9 કેલરી હોય છે. દરરોજ 3 ગ્રામ તેલ ઓછું કરવાથી લગભગ 27 કેલરીની બચત થાય છે. આનાથી વર્ષમાં 9,800 થી વધુ કેલરી ઓછી કરી શકાય છે, જે લગભગ 1.2 કિલો વજન ઘટાડવામાં મદદ કરી શકે છે.
2. હૃદયના સ્વાસ્થ્યમાં સુધારો
એક્સટ્રા ઓઈલ, ખાસ કરીને સેચુરેટેડ અને ટ્રાન્સ ફેટ, બ્લડ કોલેસ્ટ્રોલ વધારીને હૃદય રોગનું રિસ્ક વધારે છે. તેલ ઓછું કરવાથી LDL (બેડ કોલેસ્ટ્રોલ) ઓછું થઈ શકે છે અને HDL (ગુડ કોલેસ્ટ્રોલ) સુધારી શકાય છે.
3. બ્લડ સુગર કંટ્રોલ
વધારે ફેટ, ખાસ કરીને બિનઆરોગ્યપ્રદ ફેટ, ઇન્સ્યુલિન રેસિસ્ટેન્સ વધારી શકે છે. તેલ ઓછું ખાવાથી બ્લડ સુગર લેવલ સ્થિર રાખવામાં મદદ મળી શકે છે, જેનાથી ડાયાબિટીસના ખતરામાં ઘટાડો થાય છે.
4. પાચનતંત્રમાં રાહત
હદથી વધારે ઓઈલી ફૂટ ખાવાથી એસિડિટી, અપચો અને ગેસની સમસ્યા થઈ શકે છે. તેલનું પ્રમાણ ઘટાડવાથી પાચન સરળ બને છે અને પેટ હળવું મહેસૂસ થાય છે.
કેવી રીતે તેલ ઘટાડવું?
1. શાકભાજી કે દાળ બનાવતી વખતે, ઓછા તેલમાં રાંધવાની તકનીકોનો ઉપયોગ કરો. જેમ કે બાફવું, ગ્રીલ કરવું, શેકવું વગેરે.
2. નોન-સ્ટીક પેનનો ઉપયોગ કરો જેથી ઓછા તેલમાં ખોરાક રાંધી શકાય.
3. ડીપ ફ્રાઈના બદલે શેલો ફ્રાઈ અથવા એર ફ્રાઈનો વિકલ્પ પસંદ કરો.
4. ખોરાકમાં ઓલિવ ઓઈલ, સરસવનું તેલ, મગફળીનું તેલ જેવા સ્વસ્થ તેલનો ઉપયોગ કરો, પરંતુ તેનું પ્રમાણ મર્યાદિત રાખો.
તેલનો ઉપયોગ સંપૂર્ણપણે છોડી દો નહીં
તેલની માત્રા ખૂબ જ વધારે ઘટાડવાથી શરીરમાં જરૂરી ફેટ અને વિટામિનની કમી થઈ શકે છે. સંપૂર્ણપણે તેલનો ઉપયોગ છોડી દેવો યોગ્ય નથી, પરંતુ સંતુલિત માત્રા જાળવવી મહત્વપૂર્ણ છે. ધીમે ધીમે 10% ઘટાડો અપનાવો જેથી સ્વાદ અને ટેવમાં ફેરફાર સરળ બને.
(Disclaimer: પ્રિય વાચક, આ સમાચાર વાંચવા બદલ આભાર. આ સમાચાર ફક્ત તમને જાગૃત કરવા માટે લખવામાં આવ્યા છે. અમે આ લખવામાં ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતીની મદદ લીધી છે. Z 24 કલાક તેની પુષ્ટિ કરતુ નથી.)