ગુજરાતી ન્યૂઝLifeStylePomegranate Storage Tips: દાડમને ફ્રીજમાં રાખી શકાય ? જાણો દાડમના દાણાને સ્ટોર કરવાની સાચી રીત

Pomegranate Storage Tips: દાડમને ફ્રીજમાં રાખી શકાય ? જાણો દાડમના દાણાને સ્ટોર કરવાની સાચી રીત

Pomegranate Storage Tips: દાડમ એવું ફળ છે જેને યોગ્ય રીતે સ્ટોર કરવું જરૂરી છે. દાડમને જો સાચી રીતે સ્ટોર કરશો તો આ ફળ ઘણા દિવસો સુધી ખરાબ નહીં થાય અને જો દાડમને રાખવામાં ભુલ કરી તો તે ઉપરથી એટલું કઠણ થઈ જશે કે તેને છોલી દાણા કાઢવા પણ મુશ્કેલ થઈ જશે.
 

Pomegranate Storage Tips: દાડમને ફ્રીજમાં રાખી શકાય ? જાણો દાડમના દાણાને સ્ટોર કરવાની સાચી રીત

Pomegranate Storage Tips: દાડમ પોષકતત્વોથી ભરપુર ફળ છે. દાડમને જો લાંબા સમય સુધી સ્ટોર કરવું હોય તો ખૂબ ધ્યાન રાખવું પડે છે. આ સીઝનમાં જો માર્કેટમાંથી દાડમ લાવી તેને યોગ્ય રીતે સાચવીને ન રાખો તો દાડમ ખરાબ થઈ જાય છે અને સુકાવા લાગે છે. દાડમને ઘણા લોકો ફ્રીજમાં રાખે છે તેમ છતાં તેનું ઉપરનું પડ કઠણ થવા લાગે છે. દાડમને ફ્રીજમાં રાખતી વખતે પણ કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરુરી છે. તો ચાલો જાણીએ દાડમને કેવી રીતે સ્ટોર કરી શકાય.

Add Zee News as a Preferred Source

દાડમને ફ્રીજમાં રાખી શકાય ?

સૌથી પહેલા તો એ જાણો કે તમે માર્કેટમાં પાકેલા દાડમ ખરીદો છો તો તમે દાડમને રુમ ટેમ્પરેચરમાં જ રાખો. પરંતુ જો ગરમી વધારે હોય તો દાડમ બહાર રાખવાથી તે ઝડપથી સુકાઈ જશે અને કઠણ થઈ જશે. તેથી ગરમીના દિવસોમાં દાડમને ફ્રીજમાં સ્ટોર કરવા જોઈએ. ફ્રીજમાં રાખવાથી દાડમ 6 થી 7 દિવસ સુધી તાજા રહે છે. 

દાડમના દાણાને કેવી રીતે સ્ટોર કરવા ?

ઘણા લોકો દાડમ લાવે પછી એકસાથે તેને છોલી તેના દાણાને સ્ટોર કરવાનું પસંદ કરે છે. જો તમે પણ દાડમના દાણા સ્ટોર કરવા માંગો છો તો દાડમના દાણા કાઢી તેને બરાબર સાફ કરી અને એરટાઈટ કંટેનરમાં સ્ટોર કરવા જોઈએ. દાડમના દાણાને કાચના એકટાઈટ કંન્ટેનરમાં રાખશો તો બહાર રાખ્યા પછી પણ 3 થી 4 દિવસ સારા રહી શકે છે અને ફ્રીજમાં રાખશો તો સેલ્ફ લાઈફ વધી જશે.

દાડમના ખાવાથી થતા લાભ

દાડમ ખાવાથી ઘણા લાભ થાય છે. દાડમ એન્ટી ઓક્સીડન્ટ, વિટામિન સી, ફાઈબર અને આયરનથી ભરપુર હોય છે. તેનાથી ઈમ્યૂન સિસ્ટમ મજબૂત થાય છે. દાડમ ખાવાથી હાર્ટનું સ્વાસ્થ્ય સુધરે છે. બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. દાડમ ખાવાથી ત્વચાને પણ લાભ થાય છે. દાડમ ખાવાથી શરીરમાં એનર્જી જળવાઈ રહે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ટીપ્સ સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો

...और पढ़ें

Trending news