Hair Care: કાચા નાળિયેરમાં આ વસ્તુ ઉમેરી બનાવો હેર પેક, રબ્બરમાંથી સરકી જાય એવા સોફ્ટ વાળ થઈ જાશે

Coconut Hair Mask: વાળ ડ્રાય અને ડેમેજ થઈ ગયા હોય તો તેને રેશમી અને મુલાયમ બનાવવા માટે નાળિયેરનું હેર માસ્ક લગાડી શકાય છે. આજે તમને જણાવીએ નાળિયેરનું માસ્ક કેવી રીતે બનાવવું.
 

Hair Care: કાચા નાળિયેરમાં આ વસ્તુ ઉમેરી બનાવો હેર પેક, રબ્બરમાંથી સરકી જાય એવા સોફ્ટ વાળ થઈ જાશે

Coconut Hair Mask: સુંદર અને મુલાયમ વાળ દરેક યુવતી ઈચ્છે છે. પરંતુ તેમની લાઈફસ્ટાઈલ આ ઈચ્છા પુરી થવા દેતી નથી. દોડધામના કારણે વાળનું ધ્યાન રાખી શકાતું નથી અને વાળને પોષણ મળતું નથી જેના કારણે વાળ સમય પહેલા સફેદ થવા લાગે છે અને ખરવા પણ લાગે છે. 

જો તમારા વાળ પણ દિવસેને દિવસે ખરાબ થતા જાય છે તો આ જાણકારી તમારા માટે ઉપયોગી સાબિત થશે. આજે તમને એવું હેર માસ્ક બનાવવાની રીત જણાવીએ જે તમારા રુક્ષ વાળને રેશમ જેવા મુલાયમ કરી દેશે. જો તમે નિયમિત રીતે આ માસ્કનો ઉપયોગ કરશો તો વાળ માટે લાભકારી સાબિત થશે. 

નાળિયેર અને મધનું હેર માસ્ક

કાચા નાળિયેરની પેસ્ટ 2 ચમચી
4 ચમચી દૂધ
1 ચમચી મધ
1 ચમચી એલોવેરા જેલ

નાળિયેરનું હેર માસ્ક કેવી રીતે બનાવવું ?

નાળિયેરનું હેર માસ્ક બનાવવા માટે એક વાટકીમાં નાળિયેરની પેસ્ટ લેવી. તેમાં દૂધ, મધ અને એલોવેરા જેલ મિક્સ કરો. આ માસ્કને શેમ્પૂ કરેલા વાળમાં સારી રીતે લગાડો. આ હેર માસ્કને સ્કેલ્પથી લઈ વાળના છેડા સુધી લગાડો અને 1 કલાક માટે રાખો. ત્યારબાદ માઈલ્ડ શેમ્પૂથી વાળ ધોવા. સપ્તાહમાં એકવાર આ માસ્ક લગાડી લેશો તો થોડા જ દિવસોમાં વાળ એટલા રેશમી થઈ જાશે કે રબ્બરમાંથી પણ સરકી જાય. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news