Hair Wash Tips: રાતોરાત વાયરલ થઈ ગયો વાળ ધોવાનો આ ટ્રેંડ, શેમ્પૂ કર્યા પછી વાળ થઈ જાય છે રેશમ જેવા મુલાયમ
Reverse Hair Washing: શેમ્પૂ કર્યા પછી વાળ સુંદર, શાઈની અને સોફ્ટ દેખાય તે માટે આજકાલ યુવતીઓ રિવર્સ હેર વોશિંગ ટ્રેંડ ફોલો કરે છે. આ રીતે વાળ ધોવાથી વાળની સુંદરતા અને સોફ્ટનેસ વધી જાય છે તેવું કહેવાય છે. તો ચાલો તમને પણ જણાવીએ આ ટેકનીક વિશે.
Trending Photos
Reverse Hair Washing: તમે પણ નોટિસ કર્યું હશે કે જ્યારે તમે વાળને સલુનમાં વોશ કરાવો છો તો તે વધારે ચમકદાર અને સુંદર દેખાવા લાગે છે. સલૂનમાં પણ હેર વોશની સામાન્ય પ્રક્રિયાને જ ફોલો કરવામાં આવે છે તેમ છતાં ઘરે વાળ ધોવા અને સલૂનમાં ધોવામાં ફરક લાગે છે. જો તમારે પણ ઘરે સલૂનમાં ધોયા હોય એવા જ ચમકદાર અને મુલાયમ વાળ કરવા હોય તો વાળ ધોવાનો આ ટ્રેન્ડ ફોલો કરી શકો છો.
હેર વોશ પછી વાળ ચમકદાર અને મુલાયમ દેખાય તે માટે સોશિયલ મીડિયા પર એક ટ્રેન્ડ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. કહેવાય છે કે આ રીતે હેર વોશ કરવાથી સલૂનમાં હેર વોશ કરાવ્યા હોય તેવા મુલાયમ વાળ થઈ જાય છે. આ ટ્રેન્ડ ખરેખર અસરદાર છે કે નહીં તે તમે જાતે ટ્રાય કરીને ચેક કરી શકો છો. સોશિયલ મીડિયા પર જે ટ્રેન્ડ વાયરલ થઈ રહ્યો છે તેને રિવર્સ હેર વોશિંગ કહેવામાં આવે છે.
શું છે રિવર્સ હેર વોશિંગ ?
રિવર્સ હેર વોશિંગનો ટ્રેડ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ રીતે વાળ ધોવા માટે શેમ્પુ પહેલા કન્ડિશનર લગાડવામાં આવે છે. સામાન્ય રીતે લોકો પાણી પીવા ધોઈને શેમ્પુ પહેલા કરે છે અને પછી કન્ડિશનર લગાડે છે. પરંતુ રિવર્સ હેર વોશિંગમાં પહેલા કન્ડીશનર લગાડવાનું હોય છે અને પછી શેમ્પુ કરવાનું હોય છે. આ ટ્રેન્ડ વિશે એવું કહેવાય છે કે આ રીતે હેર વોશ કરવાથી વાળમાં સોફ્ટનેસ જળવાઈ રહે છે અને ગંદકી સાફ થઈ જાય છે.
રિવર્સ હેર વોશિંગની રીત
જો તમે પણ આ ટ્રેન્ડને ફોલો કરીને એક વખત ટ્રાય કરવા માંગો છો તો તમને તેના સ્ટેપ જણાવી દઈએ. સૌથી પહેલા વાળને પાણીથી સારી રીતે ભીના કરી લો. ભીના વાળમાં સારી રીતે કન્ડિશનર અપ્લાય કરો. કન્ડિશનરને વાળના મૂળમાં અપ્લાય કરવું નહીં. કંડિશ્નર અપ્લાય કર્યા પછી પાંચથી દસ મિનિટ તેને વાળમાં રહેવા દો અને પછી ડાયરેક્ટ શેમ્પૂથી વાળ ધોઈ લો. શેમ્પુ કાઢવા માટે હુંફાળા પાણીનો ઉપયોગ કરો. આ રીતે હેર વોશ કરવાથી વાળ ચમકદાર અને મુલાયમ રહે છે તેવું કહેવામાં આવે છે.
આ ટેકનિકથી શેમ્પુ કર્યા પછી વાળ ડ્રાય નથી લાગતા. આ ટ્રેંડ ફોલો કરનાર લોકોનું એવું પણ કહેવું છે કે કન્ડિશનર પહેલા લગાડી દીધું હોવાથી વાળ ઉપર એક પ્રોટેક્ટિવ લેયર બની જાય છે જે શેમ્પુ કર્યા પછી વાળને શાઈની લુક આપે છે. આ રીતે વાળ ધોવાથી વાળ સિલ્કી અને સ્મૂધ બની જાય છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે