Crispy Dosa: આથવાની ઝંઝટ વિના ચોખાના લોટમાંથી બનાવો ઈન્સ્ટંટ ઢોસા, આ ટ્રીકથી ક્રિસ્પી અને જાળીદાર ઢોસા ઉતરશે

Crispy Dosa Recipe: આજે તમને ઈન્સ્ટંટ ઢોસા બનાવવાની રીત જણાવીએ. જો ઘરમાં ચોખાનો લોટ હોય તો તમે માત્ર 15 મિનિટમાં ક્રિસ્પી ઢોસા બનાવી શકો છો. ચોખાના લોટના આ રીતે બનાવેલા ઢોસા સ્વાદિષ્ટ બને છે. 

Crispy Dosa: આથવાની ઝંઝટ વિના ચોખાના લોટમાંથી બનાવો ઈન્સ્ટંટ ઢોસા, આ ટ્રીકથી ક્રિસ્પી અને જાળીદાર ઢોસા ઉતરશે

Crispy Dosa Recipe: સાઉથ ઈંડિયન ફુડમાં ઢોસા સૌથી લોકપ્રિય છે. અલગ અલગ પ્રકારના ઢોસા લોકો સ્વાદ લઈને ખાતા હોય છે. સામાન્ય રીતે તો ઢોસા બનાવવા હોય તો દાળ-ચોખા પલાળવા પડે છે. પછી તેને પીસી અને આથો આવે ત્યાં સુધી ખીરું રાખવું પડે છે. એટલે કે ઢોસા બનાવવા હોય તો તેની તૈયાર 1 દિવસ અગાઉથી શરુ થઈ જાય છે. પરંતુ તમે ઝટપટ ઢોસા બનાવવા માંગો છો તો તે પણ શક્ય છે. 

ચોખાના લોટમાંથી માત્ર 15 મિનિટમાં ઢોસા બનાવી શકો છો. આ ઢોસા એકદમ ક્રિસ્પી અને જાળીદાર બને છે. તો અચાનક કોઈ ઢોસા ખાવાની ઈચ્છા વ્યક્ત કરે તો આ રીતે તમે ઢોસા બનાવી શકો છો. ચોખાના લોટમાંથી બનતા આ ઢોસાનો સ્વાદ પણ લાજવાબ હોય છે. તો ચાલો ફટાફટ નોંધી લો ચોખાના લોટના ઢોસા બનાવવાની રીત.

ચોખાના લોટના ઢોસા બનાવવાની સામગ્રી

1 કપ ચોખાનો લોટ
1/4 કપ રવો
2 ચમચી મેંદો
2 ચમચી દહીં
ઝીણી સમારેલી ડુંગળી
ઝીણું સમારેલું લીલું મરચું
લીલા ધાણા
જીરું અડધી ચમચી
મીઠું
પાણી
તેલ

ઢોસા બનાવવાની રીત

એક મોટા બાઉલમાં ચોખાનો લોટ, રવો અને મેંદો મિક્સ કરો. લોટના મિશ્રણમાં દહીં ઉમેરી બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં ઝીણી સમારેલી ડુંગળી, લીલા મરચાં, જીરું, મીઠું અને લીલા ધાણા ઉમેરો. 

બધી સામગ્રી સારી રીતે મિક્સ કરી તેમાં ધીરેધીરે પાણી ઉમેરી પાતળું ખીરું તૈયાર કરો. આ ઢોસાનું ખીરું ભજીયાના લોટ કરતાં પણ પાતળું રાખવું જેથી ઢોસા જાળીદાર બને. તૈયાર કરેલા મિશ્રણને 15 મિનિટ ઢાંકી રાખો. 

કાસ્ટ આયરનનો તવો ગરમ કરી તેના પર સૌથી પહેલા પાણી છાંટો. ત્યારબાદ મલમલના કપડાથી તવો સાફ કરો અને તેના પર ઢોસાનું ખીરું રેડો. ઢોસાનું ખીરું આખા તવા પર ફેલાય તે રીતે રેડવું. ત્યારબાદ ગેસની ફ્લેમ મધ્યમ કરી ઢોસો ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકો અને પછી સર્વ કરો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news