White hair Remedy: વાળને મૂળમાંથી કુદરતી રીતે કાળા કરવા વાપરો તલમાંથી બનાવેલું આ હેર માસ્ક
White hair Remedy:સફેદ વાળને કાળા કરવા માટે મહેંદી, ડાય, આમળા વગેરે જેવી વસ્તુઓનો ઉપયોગ કરવા વિશે તો તમે સાંભળ્યું હશે. પરંતુ શું તમે જાણો છો કે મેથી અને સફેદ તલથી પણ વાળને કાળા કરી શકાય છે ? જો તમારે ઘરે જ સફેદ વાળને કાળા કરવા હોય તો તમે આ ખાસ હેરપેક નો ઉપયોગ કરી શકો છો.
White hair Remedy: બદલતી લાઈફસ્ટાઈલ, ખરાબ આહાર શૈલી અને સ્ટ્રેસની સીધી અસર વાળ પર થવા લાગે છે. આ સમસ્યાઓના કારણે ઉંમર પહેલાં જ વાળ સફેદ થવા લાગે છે. ઘણી વખત હોર્મોનલ ઇમ્બેલેન્સના કારણે પણ સફેદ વાળ થઈ જાય છે. જો તમને પણ સફેદ વાળની સમસ્યા હોય તો તમે ઘરે નેચરલ વસ્તુઓની મદદથી વાળને કાળા કરી શકો છો.
આ પણ વાંચો: Multani Mitti: રાત્રે ચહેરા પર લગાવશો મુલ્તાની માટી તો ક્યારેય નહીં જાવું પડે પાર્લર
સફેદ વાળને કાળા કરવા માટે મહેંદી, ડાય, આમળા વગેરે જેવી વસ્તુઓનો ઉપયોગ કરવા વિશે તો તમે સાંભળ્યું હશે. પરંતુ શું તમે જાણો છો કે મેથી અને સફેદ તલથી પણ વાળને કાળા કરી શકાય છે ? જો તમારે ઘરે જ સફેદ વાળને કાળા કરવા હોય તો તમે આ ખાસ હેરપેક નો ઉપયોગ કરી શકો છો. આ હેરપેક નો ઉપયોગ કરવાથી ખરતા વાળ, પાતળા વાળ અને સફેદ વાળની સમસ્યાથી પણ છુટકારો મળે છે. આજે તમને વાળને કાળા કરવાનો સૌથી સરળ અને અસરકારક ઉપાય જણાવી દઈએ.
હેર પેક બનાવવા માટેની સામગ્રી
આ પણ વાંચો: Busy life: શરીરને પણ હોય આરામની જરૂર, આ 4 લક્ષણો દેખાય તો તુરંત લેવો રુટીનથી બ્રેક
મેથી
સફેદ તલ
લીમડાના પાન
નાળિયેરનું તેલ
વાળને કુદરતી રીતે કાળા કરવા હોય તો સૌથી પહેલા એક વાસણમાં એક કપ મેથીને ધીમા તાપે શેકી લો. ત્યાર પછી તેમાં અડધો કપ સફેદ તલ ઉમેરી બરાબર મિક્સ કરો. બંને વસ્તુને ત્યાં સુધી શેકો જ્યાં સુધી તેનો રંગ બ્રાઉન ન થઈ જાય. ત્યાર પછી તેમાં 10 થી 15 મીઠા લીમડાના પાન ઉમેરો. પાંચ મિનિટ બધી વસ્તુને ગરમ કરી ઠંડી કરી લો.
આ પણ વાંચો: પેટની ચરબી ઘટાડવી છે તો ડાયટમાં સામેલ કરો આ 5 શાકભાજી, બરફની જેમ ઓગળી જાશે ચરબી
ત્યાર પછી આ મિશ્રણને મિક્સરમાં પીસી લો. તૈયાર કરેલા પાવડરમાં 6 ચમચી નાળિયેરનું તેલ મિક્સ કરો અને પેસ્ટ બનાવો. હવે આ પેસ્ટને લોઢાના વાસણમાં 24 કલાક માટે રાખો. બીજા દિવસે આ પેસ્ટને વાળમાં સારી રીતે લગાડો. પાંચથી દસ મિનિટ મસાજ કરો અને ત્યાર પછી એક કલાક માટે તેને વાળમાં રહેવા દો. ત્યાર પછી વાળને શેમ્પુ કરી લો.. નિયમિત આ પેસ્ટનો ઉપયોગ કરશો તો સફેદ વાળ મૂળમાંથી કાળા થવા લાગશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)