)
ઉનાળામાં રાતે સૂઈ જાઓ ત્યારે પણ પરસેવે રેબઝેબ થઈ જાઓ એવી સ્થિતિ પેદા થતી હોય છે. એસી હોય તો પણ પંખો ચાલુ રાખવાની જરૂર પડતી હોય છે. પંખા વગર સૂવાનું કલ્પના પણ ન કરી શકીએ. ગામડાઓમાં તો તમે ધાબે કે વરંડામાં સૂઈ જાઓ પરંતુ શહેરોમાં એ બધા માટે શક્ય બનતું નથી. ત્યારે હંમેશા પંખાનો ઉપયોગ હ્રદયના સ્વાસ્થ્ય પર કેટલીક સ્થિતિઓમાં નકારાત્મક અસર પણ પાડી શકે છે. હાલમાં જ સિડની યુનિવર્સિટી અને મોન્ટ્રિયલ હાર્ટ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા કરાયલા એક રિસર્ચના તારણો કઈક આવા સંકેત આપે છે. જાણો તે શું કહે છે.
શું કહે છે રિસર્ચ
સિડની યુનિવર્સિટી અને મોન્ટ્રિયલ હાર્ટ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા કરાયલા એક રિસર્ચમાં એ સામે આવ્યું છે કે ગરમી તથા ભેજવાળા હવામાનમાં પંખો ચલાવવો જરૂરી હોય છે અને તે તમારા હાર્ટ માટે પણ સારું રહે છે. ખાસ કરીને જો શરીરને ભીનું કરીને પંખો ચલાવવામાં આવે તો શરીરના તાપમાનને કાબૂમાં લેવામાં મદદ મળે છે. ખાસ કરીને વૃદ્ધો તથા હાર્ટના દર્દીઓમાં તે ગરમીના કારણે હ્રદય સંલગ્ન જોખમને ઘટાડે છે.
હાર્ટ એટેકનું જોખમ કેવી રીતે વધે
જો શરીરને ભીનું કરીને પંખો ચલાવવામાં આવે તો શરીરને ઠંડુ રાખવામાં મદદ મળે છે. પરંતુ જો એસી વગર પંખો ફાસ્ટ ચાલતો હોય તો તે ગરમ હવામાનમાં ગરમ હવા ફેંકે છે જેનાથી શરીરનું તાપમાન ઉલ્ટુ વધે છે અને હાર્ટ સંલગ્ન સમસ્યાનું જોખમ પણ વધી શકે છે. ખાસ કરીને ઊંઘ દરમિયાન આપણા શરીરના તાપમાનનો આપણને અંદાજો હોતો નથી.
કોને સૌથી વધુ જોખમ
એક સ્વસ્થ વ્યક્તિની સરખામણીમાં કેટલીક વિશેષ સ્થિતિઓ સાથે જોડાયેલા લોકોને હાર્ટ એટેકનું જોખમ વધુ રહે છે. જેમાં સામાન્ય રીતે 60 વર્ષથી વધુ ઉંમરના લોકો એટલે કે વૃદ્ધો, જે લોકોને પહેલેથી જ હાર્ટ સંબંધિત કોઈ બીમારી હોય, ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર કે લો બ્લડ પ્રેશરના દર્દી, નાના બાળકો અને ગર્ભવતી મહિલાઓ.
હીટવેવ જોખમોને કેવી રીતે વધારે છે
જળવાયુ પરિવર્તનના કારણે હીટવેવ (લૂ)ની ઘટનાઓ સતત વધી રહી છે. તાપમાનમાં અચાનક અને વધારે પડતા વધારાથી શરીરના તાપમાનનું નિયંત્રણ ખોરવાઈ શકે છે. જેનાથી હાર્ટ એટેક, સ્ટ્રોક અને અન્ય ગંભીર બીમારીઓનું જોખમ વધે છે. આવામાં પરંપરાગત ઉપાયો જેમ કે ફક્ત પંખા પૂરતા પડતા નથી.
આ રીતે કરો સુરક્ષિત ઉપયોગ
કેટલીક વાતોનું ધ્યાન રાખીને એવી સ્થિતિઓમાં હાર્ટ એટેકના જોખમને ઘટાડી શકાય છે. જેમ કે જો બહુ વધુ ગરમી હોય તો તમારી ત્વચાની ભીની કરો અને જો તમે ઈચ્છો તો કપડાંને પણ ભીના કરી શકો છો. રૂમમાં વેન્ટિલેશન સારૂ રાખો. બારીઓ ખુલ્લી રાખો ને શરીરના તાપમાન તથા અન્ય સ્વાસ્થ્ય સંકેતો પર નજર રાખો.
(Disclaimer: અહીં આપેલી જાણકારી મીડિયા રિપોર્ટ અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી. Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)