Neem Face Pack: રાત્રે ચહેરા પર લગાડો આ પાનની પેસ્ટ, 7 દિવસમાં ચહેરા પર દેખાવા લાગશે ગ્લો

Neem Face Pack for Pimple Free Skin: ઉનાળામાં ત્વચાને ઠંડક મળે, ખીલ પણ મટે અને ચહેરા પર ગ્લો પણ દેખાય તેવી ઈચ્છા હોય તો આ લીલા પાનની પેસ્ટ બનાવી રાતના સમયે ચહેરા પર અપ્લાય કરો. આ પેસ્ટ લગાડવાની શરુઆત કરશો એટલે થોડા જ દિવસોમાં સ્કિન પર ચમક દેખાવા લાગશે.
 

Neem Face Pack: રાત્રે ચહેરા પર લગાડો આ પાનની પેસ્ટ, 7 દિવસમાં ચહેરા પર દેખાવા લાગશે ગ્લો

Neem Face Pack for Pimple Free Skin: શું તમે પણ વારંવાર થતાં ખીલ અને ડાર્ક સ્પોટથી પરેશાન છો? તો આજે તમને એક એવો ઘરેલુ ઉપાય જણાવીએ જેમાં કોઈ પણ પ્રકારનો ખર્ચ પણ નહીં થાય અને તમને 7 જ દિવસમાં રીઝલ્ટ પણ જોવા મળશે. આ ઉપાય એકદમ નેચરલ વસ્તુઓથી કરવાનો છે તેથી સ્કિન પર તેની આડઅસર પણ નહીં થાય. સ્કિનને સુંદર બનાવવા માટે અને ખીલ મટાડવા માટે મોંઘા સ્કીન કેર પ્રોડક્ટનો ઉપયોગ કરવાની પણ જરૂર નહીં રહે. ઘરે તમે લીમડાના પાનમાંથી ફેસપેક બનાવીને ચહેરા પર લગાડીને ત્વચાની સુંદરતા વધારી શકો છો. 

Add Zee News as a Preferred Source

તડકાના કારણે ત્વચાને નુકસાન થાય છે. ઘણી વખત ચહેરા પર ખીલ વધવા લાગે છે અને ડાઘ પણ દેખાય છે. ચહેરા પર થયેલા આવા ડાઘ અને ખીલને દૂર કરવા માટે તમે ઘરે જ લીમડાના પાનનો ફેસપેક બનાવી શકો છો. લીમડાના પાનમાં એન્ટિ બેક્ટેરિયલ અને એન્ટીસેપ્ટિક ગુણ હોય છે જે ત્વચાને સાફ કરે છે અને ત્વચાને બેદાગ બનાવે છે. 

લીમડાના પાનનો ફેસપેક બનાવવાની રીત 

લીમડાના પાનનો ફેસપેક બનાવવા માટે લીમડાના થોડા પાન લેવા અને તેને પાણીથી સારી રીતે સાફ કરીને તેની પેસ્ટ બનાવી લેવી. હવે આ પેસ્ટમાં બે ચમચી દહીં, એક ચમચી મુલતાની માટી અને જરૂર અનુસાર ગુલાબજળ ઉમેરી પેસ્ટ તૈયાર કરી લો. લીમડાના પાનની સ્મૂધ પેસ્ટ તૈયાર થઈ જાય એટલે તેને ચહેરા અને ગરદન પર સારી રીતે અપ્લાય કરો. આ પેસ્ટને સુકાવા દો અને પછી ઠંડા પાણીથી ચહેરાને સાફ કરો. અઠવાડિયામાં બે વખત આ પેસ્ટનો ઉપયોગ કરશો એટલે તમને તુરંત જ ફરક દેખાવા લાગશે. 

લીમડાના ફેસપેકથી થતા ફાયદા 

- લીમડાનો ફેસપેક લગાડવાથી ત્વચામાંથી એક્સેસ ઓઇલ દૂર થાય છે અને ખીલની સમસ્યા ઓછી થઈ જાય છે. 

- લીમડાનો ફેસપેક લગાડવાથી ચહેરા પર પડેલા એકનેના ડાઘ પણ ધીમે ધીમે ઓછા થવા લાગે છે અને ત્વચા ચમકદાર દેખાય છે. 

- લીમડાના ફેસપેકથીત્વચા અંદરથી સાફ થાય છે, ડેડ સ્કીન દૂર થઈ જાય છે જેથી ચહેરા પર ગ્લો દેખાય છે. 

- લીમડામાં એન્ટિ બેક્ટેરિયલ ગુણ હોય છે જે સ્કીન ઇન્ફેક્શનને રોકે છે. 

- લીમડાના પાનની સાથે મુલતાની માટી અને દહીંનો ઉપયોગ થતો હોવાથી ત્વચાને ગરમીના દિવસોમાં ઠંડક મળે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો

...और पढ़ें

Trending news