)
મનોરંજન જગતમાં લોકો માટે ફિટ અને સુંદર રહેવું ખુબ જરૂરી છે અને લોકો તેના માટે જનૂની પણ છે. વજન જાળવી રાખવું અને ફિટ રહેવું એ હવે એક વિકલ્પ નથી પરંતુ જરૂરિયાત બની ગયું છે. લોકોને હંમેશા સુંદર દેખાવવાની ઈચ્છા હોય છે, લોકો આ માટે ક્રેશ ડાયેટ જેવા ટ્રેન્ડ અને ઝટપટ ઉપાયો પણ અજમાવતા હોય છે. પરંતુ એક એવા અભિનેતા છે જેમણે અજમાવેલા ઉપાયો આજે પણ બધાને પ્રેરિત કરી રહ્યા છે.
જેઠાલાલનું વેઈટ લોસ ચર્ચામાં રહ્યું હતું
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલનું પાત્ર ભજવનારા ગુજ્જુ અભિનેતા દિલિપ જોષી પોતાના શાનદાર કોમિક ટાઈમ અને જેઠાલાલના પાત્રને કારણે લોકોમાં ખુબ લોકપ્રિય છે. દિલિપ જોષી અનેક વર્ષોથી પ્રશંસકોના હ્રદયમાં વસેલા છે અને લોકોનો ભરપૂર પ્રેમ તેમને મળે છે. પરંતુ હવે આ અભિનેતા પોતાની દમદાર એક્ટિંગ માટે નહીં પરંતુ પોતાના વેઈટ લોસ માટે પણ ચર્ચામાં છે.
અભિનેતાએ આટલું વજન ઘટાડીને લોકોને પણ પ્રેરિત કર્યા છે. પોતાના ઓન સ્ક્રીન પાત્રથી બિલકુલ અલગ, જે ફાફડા જલેબી અને ઊંધિયા પાછળ પાગલ છે તેવા દિલિપ જોશી અસલ જિંદગીમાં સ્વસ્થ આહાર ફોલો કરે છે અને તેમણે સાબિત કર્યું કે અનુશાસન, નિયમિતતા અને જિમ ગયા વગર પણ વજન ઘટાડવું શક્ય છે.
રનિંગે કર્યું કમાલ
એક ઈન્ટરવ્યુમાં દિલિપ જોષીએ જણાવ્યું હતું કે "હું કામ પર જતો હતો, સ્વિમિંગ ક્લબમાં કપડાં બદલતો હતો અને વરસાદમાં આખા મરીન ડ્રાઈવ પર દોડતો (હોટલ) ઓબેરોય પહોંચતો હતો અને પાછો આવતો હતો. હું સમગ્ર રસ્તે જોગિંગ કરતો હતો અને મને 45 મિનિટ લાગતી હતી. દોઢ મહિનામાં મે 16 કિલો વજન ઘટાડ્યું હતું. ખુબ મજા આવતી હતી. સૂરજ ઢળતો હોય અને હળવો ઝરમર વરસાદ વરસતો હોય. વાદળ ખુબ સુંદર લાગતા હતા."
ફેટથી ફિટ થયા જેઠાલાલ
1992માં દિલિપ જોષીએ ફિલ્મ હું હુંશી હુંશાલાલ માટે વજન ઘટાડવા કડક ડાયેટ પ્લાન ફોલો કર્યો હતો. તે સમયે તેઓ એક ઓફિસમાં કામ કરતા હતા અને તેમની પાસે ખુબ ઓછો સમય રહેતો હતો. આમ છતાં પણ તેમની લગન ઘટી નહીં. તેઓ રોજ કામ બાદ દોડતા હતા. એટલે સુધી કે મુંબઈના ભારે વરસાદના સમયે પણ મરીન ડ્રાઈવના એક છેડેથી બીજા છેડા સુધીનું અંતર પૂરું કરતા હતા. તેમણે કહ્યું કે, "45 દિવસની આ કપરી રનિંગ જર્નીએ મને બે મહિનાથી પણ ઓછા સમયમાં 16 કિલો વજન ઘટાડવામાં મદદ કરી."
કઈ રીતે લોકો સામાન્ય રીતે સમયની કમી કે જીમ ન જવાના મુદ્દાઓને વજન વધારવા માટે જવાબદાર ગણે છે એ પણ તેમણે જણાવ્યું. તેમણે જીમ ગયા વગર પોતાનું શરીર સ્વસ્થતા જાળવી રાખી, જેનાથી જાણવા મળે છે કે સાચી લગન કોઈ પણ બહાના પર ભારે પડી શકે છે.
સ્વાસ્થ્ય માટે જાગૃત
જેઠાલાલનું ચિત્રણ ભલે જ શાંત અને બેદરકાર હોય પરંતુ વાસ્તિક જીવનમાં તેઓ સ્વાસ્થ્ય પ્રત્યે ખુબ જાગૃત છે અને નિયમિત રીતે પોતાની ફિટનેસ પર નજર રાખે છે. દિલિપ જોષીની કહાની સૂચવે છે કે વ્યસ્ત જીવનમાં પણ જો ફિટનેસ તમારી પ્રાથમિકતા હોય તો તમે તેના માટે સમય કાઢી શકો છો.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી ઉપલબ્ધ જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની કોઈ પુષ્ટિ કરતું નથી કે જવાબદારી લેતું નથી. વધુ જાણકારી માટે ડોક્ટરનો સંપર્ક કરો.)