)
How to Remove Dark Circles: આંખની નીચે ડાર્ક સર્કલ હોય તે ખૂબ જ સામાન્ય સમસ્યા છે. મોટાભાગના લોકો પૂરતી ઊંઘ કરી શકતા નથી અને તેના કારણે પણ આંખ નીચે ડાર્ક સર્કલ થઈ જાય છે. આ સિવાય અન્ય કારણોના લીધે પણ આંખની નીચેની સ્કીન કાળી પડી જાય છે. જેમકે શરીરની અંદરના અસંતુલનના કારણે પણ ડાર્ક સર્કલ થઈ શકે છે. આજે આ લેખના માધ્યમથી તમને જણાવીએ કે આંખની નીચે ડાર્ક સર્કલ થઈ જાય તો તેને કાયમ માટે દૂર કેવી રીતે કરવા.
ડાર્ક સર્કલ થવાના કારણો
જો ડાર્ક સર્કલને કાયમ માટે દૂર કરવા હોય તો સૌથી પહેલા એ જાણવું જરૂરી છે કે ડાર્ક સર્કલનું કારણ શું છે.. તો ચાલો જાણીએ ડાર્ક સર્કલ થવાના કારણો અને તેને દૂર કરવાના ઉપાયો.
આયરનની ખામી
જ શરીરમાં આયરનની ખામી છે તો રક્તમાં ઓક્સિજન સપ્લાય ઓછી થઈ જાય છે તેની અસર આંખની નીચે દેખાય છે. આયરનની ખામી હોય તો આંખ સુસ્તીવાળી દેખાય છે અને ડાર્ક સર્કલ વધે છે.
આયરનની ખામી દૂર કરવા શું કરવું?
આયરનની ખામી દૂર કરવા માટે હલીમ અને લીંબુને ડાયટમાં સામેલ કરો. હલીમ સીડ્સ આયરનથી ભરપૂર હોય છે અને લીંબુનો રસ વિટામિન સી આપે છે, તેનાથી આયરનનું અવશોષણ સારી રીતે થાય છે. આ કોમ્બિનેશન શરીરમાં આયરનની ખામીને દૂર કરવામાં મદદ કરે છે.
કોલેજનની ખામી
જેમ જેમ ઉંમર વધે છે તેમ શરીરમાં કોલેજનની ખામી થઈ જાય છે. કોલેજનની ઉણપના કારણે સ્કીન પાતળી થઈ જાય છે અને ડાર્ક સર્કલ વધારે દેખાય છે.
કોલેજન વધારવા શું કરવું?
કોલેજન વધારવા માટે ડાયટમાં ટમેટાનો સૂપ સામેલ કરો. ટમેટા સ્કિનને ફાયદો કરે છે. ટમેટાના સૂપમાં લાઈકોપીન હોય છે જે સ્કીનને ફ્રી રેડિકલ્સથી બચાવે છે અને તેના સ્ટ્રક્ચરને સપોર્ટ કરે છે.
ડિહાઇડ્રેશન
શરીરમાં પાણીની ઉણપ હોય તો પણ આંખમાં થાક દેખાય છે અને આંખ ઊંડી થઈ જાય છે. શરીરમાં હાઇડ્રેશન વધારવા માટે નાળિયેર પાણી પીવું જોઈએ અને પલાળેલા તુલસીના બીજનું સેવન કરવું જોઈએ. નાળિયેર પાણી ઇલેક્ટ્રોલાઇટથી ભરપૂર હોય છે અને તુલસીના બી એન્ટિ ઓક્સિડન્ટ અને ફાઇબર આપે છે જે પાચન સુધારે છે અને શરીર અંદરથી હાઇડ્રેટ રહે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)