)
Natural Hair Color: આજના સમયમાં લોકોને લાઈફસ્ટાઈલ સંબંધિત સમસ્યા વધારે જોવા મળે છે. તેમાંથી એક સમસ્યા છે સફેદ વાળ અને ખરતા વાળના કારણે માથામાં ટાલ. જો તમને પણ આ સમસ્યા હોય તો તમે પણ સફેદ વાળને કાળા કરવા માટે કલર કરાવતા હશો. જો તમે વાળને કલર કરવા માટે કેમિકલ વાળા હેર કલર યુઝ કરો છો તો તેનાથી વાળને નુકસાન થાય તેવું જોખમ રહે છે.
બજારમાંથી કેમિકલવાળા કલર લેવાને બદલે તમે ઘરમાં જ ચા ની પત્તી સાથે અન્ય વસ્તુઓ મિક્સ કરી હેર કલર બનાવી શકો છો. આ નુસખો વાળને કાળા કરશે અને ખરતા વાળની સમસ્યા પણ દુર કરશે.
ઘરે હેર કલર બનાવવા માટે 2 થી 3 મોટી ચમચી કાળી ચાની ભુક્કી, 2 કપ પાણી, 1 ચમચી કોફી પાવડર અથવા 1 ચમચી મહેંદીની જરૂર પડશે. હેર કલર બનાવવા માટે સૌથી પહેલા એક વાસણમાં 2 કપ પાણી બરાબર ઉકાળો. તેમાં ચા પત્તી ઉમેરો અને 5 મિનિટ ઉકાળો. પાણીનો રંગ ડાર્ક થઈ જાય એટલે ગેસ બંધ કરી તેમાં મહેંદી પાવડર અથવા કોફી મિક્સ કરો. આ મિશ્રણને કાચની બોટલમાં ભરી રાખી દો.
આ મિશ્રણનો ઉપયોગ કરવા માટે વાળને શેમ્પૂ કરી લો અને પછી વાળના મૂળથી લઈ છેડા સુધી આ મિશ્રણ સારી રીતે લગાવો અને તેને વાળમાં 15 થી 20 મિનિટ માટે રહેવા દો. ત્યારબાદ નોર્મલ પાણીથી વાળ સાફ કરી લો અને શેમ્પૂ બીજા દિવસે કરવાનું રાખવું. જો વાળ વધારે સફેદ હોય તો સપ્તાહમાં 2 વખત આ લેપ લગાડો તમને બેસ્ટ રિલલ્ટ મળશે.
આ મિશ્રણ લગાડવાથી વાળ કાળા તો થાય જ છે પરંતુ તેમાં રહેલા પોષકતત્વો વાળના મૂળને મજબૂત બનાવે છે. તેનાથી વાળ ખરતા અટકે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)