)
એવું કહેવાય છે કે શિયાળો અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ લઈને આવે છે. પરંતુ લોકોને એવું લાગે છે કે આ તો નાની મોટી શરદી ઉધરસની સમસ્યાઓ છે. જો કે એ પણ સત્ય છે કે શિયાળામાં અનેક પ્રકારની બીમારીઓ થવાનું જોખમ વધી જાય છે. ેટલાક જોખમ હવામાનના કારણે વધે છે તો કેટલીક બીમારીઓનું જોખમ આપણે પોતે વધારી લઈએ છીએ. મોટાભાગના લોકોને ખબર નહીં હોય કે શિયાળામાં અનેકવાર લિવર જેવી બીમારીઓનું જોખમ વધતું હોય છે અને આ જોખમ આપોઆપ નથી વધતું પરંતુ આપણી કેટલીક એવી આદતો છે જે લિવરના કેન્સરના જોખમને વધારે છે. આજે અમે તમને એવી જ કેટલીક આદતો વિશે જણાવીશું જે શિયાળામાં લિવરના કેન્સરનું જોખમ એવા લોકો માટે વધારી શકે છે જેમને પહેલેથી જ લિવર સંલગ્ન બીમારી હોય કે પછી એવા લોકો કે જેમના પરિવારમાં કેન્સર કે લિવર કેન્સર જેનેટિક છે. જાણો આવી કેટલીક આદતો વિશે જે સામાન્ય રીતે લિવરના કેન્સરને વધારી શકે છે.
1. તળેલું વધુ પડતું ખાવું
ગરમી કરતા શિયાળામાં લોકો સામાન્ય રીતે તળેલું, મસાલેદાર ભોજન વધુ ખાતા હોય છે. ગરમીમાં આવી વસ્તુઓ ઓછી ખવાય છે પરંતુ શિયાળાની ઠંડી આવતા જ લોકો ખાવા લાગે છે. પરંતુ આવા ફૂડ્સનું વધુ પડતું સેવન કરવાથી લિવર સંલગ્ન બીમારીઓ થવાનું જોખમ પણ એટલું જ વધતું હોય છે. ખાસ કરીને એવા લોકોના પરિવારમાં કે જેમને કેન્સર એક જેનેટિક બીમારી છે, તેમના લિવર કેન્સર થવાનું કારણ પણ બની શકે છે કે પછી તેનું જોખમ ઘણું વધી શકે છે.
2. વધુ પડતી રિફાઈન્ડ શુગર ખાવી
શિયાળીની ઋતુમાં લોકો દિવસમાં કેટલીયવાર ચા કોફી પી જતા હોય છે અને તેમને ખબર પણ નથી પડતી. આ સાથે જ ચા કે કોફીમાં વધુ પ્રમાણમાં રિફાઈન્ડ શુગર કે ખાંડ નાખતા હોય છે કારણ કે ઠંડીની ઋતુમાં વધુ મીઠી ચા કે કોફી સારા લાગે છે. પરંતુર રિફાઈન્ડ શુગર લિવરના સૌથી મોટા દુશ્મનોમાંથી એક ગણાય છે. આથી તમે દિવસમાં કેટલી ગળી ચા પીઓ છે તે ધ્યાન રાખવું જરૂરી છે. કારણ કે તેનાથી પણ લિવરનું કેન્સર તથા લિવર સંલગ્ન અન્ય બીમારીઓ થવાનું જોખમ વધે છે.
3. દારૂનું વધુ પડતું સેવન
દારૂ લિવલના સૌથી મોટા દુશ્મનોમાંથી એક છે એ વાતમાં કોઈ શક નથી કારણ કે આલ્કોહોલની સીધી અસર લિવર પર પડે છે. ગરમી હોય કે ઠંડી દારૂ પીવાથી લિવરને નુકસાન થાય જ છે. પરંતુ શિયાળામાં લોકો પાણી ઓછું પીવે છે જેના કારણે લિવર પર વધુ નુકસાન થવાનું જોખમ રહે છે. કારણ કે લિવર કેન્સર થવાનું જોખમ એટલું જ વધી શકે છે.
4. વધુ પડતું સ્મોકિંગ
સિગારેટ, બીડી, હુક્કો, વેપ કે કોઈ પણ પ્રકારનું ધુમ્રપાન એટલે કે સ્મોકિંગ લિવર જ નહીં પરંતુ સમસ્ત સ્વાસ્થ્યનો સૌથી મોટો દુશ્મન છે. જે લોકોને પહેલેથી જ લિવર સંલગ્ન સમસ્યાઓ હોય કે પછી જે લોકોના પરિવારમાં કેન્સર એક જેનેટિક બીમારી હોય તેમના માટે સ્મોકિંગ કરવું લિવર કેન્સરના જોખમને વધારી શકે છે. જો તમારું લિવર બરાબર કામ ન કરતું હોય તો તમારા માટે આ ખુબ પરેશાન કરનારી સ્થિતિ રહી શકે છે. ઠંડીની ઋતુમાં લોકો સ્મોકિંગ વધુ કરતા હોય છે જેનાથી લિવર કન્સરનું જોખમ પણ એટલું જ વધી શકે છે.
5. ફિઝિકલ એક્ટિવિટી ઓછી થવી
શારીરિક રીતે જો તમે ઓછા એક્ટિવ હોવ તો પણ તમારા માટે કેન્સર જેવી બીમારીઓનું જોખમ વધી શકે છે. કારણ કે કેન્સર જેનેટિક હોવાની સાથે સાથે અન્ય ઘણા કારણો પર નિર્ભર કરે છે અને તેમાંથી એક ગતિહીન જીવનશૈલી છે. શિયાળામાં લોકો વ્યાયામ વગેરે કરવામાં આળસ અનુભવતા હોય છે જે લિવર કેન્સરનું જોખમ બની શકે છે.
Disclaimer: પ્રિય વાંચક, અમારો આ લેખ વાંચવા બદલ તમારો આભાર. અમે તેને લખવા માટે ઘરેલુ નુસ્ખાઓ અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. સ્વાસ્થ્ય સંબંધિત કઈ પણ તમે વાંચો તો તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ ચોક્કસપણે લો. Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.