Hair Fall: હેર ગ્રોથ વધારવાનો અસરદાર નુસખો, સરસવના તેલમાં આ 5 વસ્તુ મિક્સ કરી વાળમાં લગાડો

Hair Fall Solution: વાળને ખરતા અટકાવવા હોય અને વાળનો ગ્રોથ વધારવો હોય તો તેના માટે શું કરવું આજે તમને જણાવીએ. આ ઘરેલુ નુસખો વાળની મોટાભાગની સમસ્યાઓને દુર કરી દેશે.
 

Hair Fall: હેર ગ્રોથ વધારવાનો અસરદાર નુસખો, સરસવના તેલમાં આ 5 વસ્તુ મિક્સ કરી વાળમાં લગાડો

Hair Fall Solution: ખરતા વાળની સમસ્યા એક સામાન્ય સમસ્યા થઈ ગઈ છે. વાળ ખરવા પાછળ અલગ અલગ કારણ જવાબદાર હોય છે. જેમકે પ્રદૂષણ, વધારે પડતો સ્ટ્રેસ, ખોરાકમાં પોષક તત્વોની ખામી, કેમિકલ યુક્ત હેર કેર પ્રોડક્ટનો ઉપયોગ વગેરે. આ તમામ કારણોને લીધે વાળના મૂળ નબળા પડવા લાગે છે અને વાળ ખરવા લાગે છે. જો તમારા વાળ પણ વધારે પ્રમાણમાં ખરી રહ્યા હોય તો આજે તમને એવો નુસખો જણાવીએ જે ખરતા વાળને અટકાવશે અને વાળની અન્ય સમસ્યાને પણ દૂર કરશે. 

Add Zee News as a Preferred Source

ખરતા વાળની સમસ્યાને દૂર કરવા માટે સરસવના તેલમાં કેટલીક વસ્તુઓ મિક્સ કરીને તેને વાળમાં લગાડવું જોઈએ.. આ નુસખો એકદમ નેચરલ છે અને તેનાથી વાળનો ગ્રોથ પણ વધે છે અને વાળ ઘાટા પણ થાય છે.. તો ચાલો જાણીએ ખરતા વાળને અટકાવવા માટેના આ નુસખા માટે કઈ કઈ વસ્તુની જરૂર પડશે. 

સરસવનું તેલ 150 ml 
મેથી દાણા બે ચમચી 
રોજમેરીના પાન બે ગુચ્છા 
લીમડાના પાન અડધી વાટકી 
કેસ્ટર ઓઇલ બે ચમચી 
બદામનું તેલ 200 ml 

સૌથી પહેલા એક વાસણમાં સરસવનું તેલ લઈ તેને ગરમ કરો. તેમાં મેથી દાણા, રોજમેરીના પાન અને લીમડાના પાન ઉમેરો.. બધી જ વસ્તુને ત્યાં સુધી ગરમ કરો ત્યાં સુધી પાન કરકરા ન થઈ જાય. ત્યાર પછી ગેસ બંધ કરી દો અને તેલને ઠંડુ થવા દો. હવે આ તેલને ગાળ્યા વિના કાચની બોટલમાં ભરી લો. સાથે જ તેમાં કેસ્ટર ઓઇલ અને બદામનું તેલ મિક્સ કરી દો.. આ તેલને તમે મહિના સુધી સ્ટોર કરી શકો છો. તૈયાર કરેલું તેલ અઠવાડિયામાં બે વખત વાળમાં લગાડો અને માલિશ કરો. આ તેલ લગાડવાનું શરુ કરશો એટલે થોડા જ સમયમાં તમને વાળના ગ્રોથમાં ફરક દેખાવા લાગશે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news