Oil For Long Hair: કમર સુધી લાંબા વાળ ઝડપથી થશે, વાળમાં નિયમિત લગાવો આ 6 માંથી કોઈ 1 તેલ
Oil For Long Hair: આયુર્વેદમાં વાળની સંભાળ માટે કેટલાક પ્રાકૃતિક ઉપાયો જણાવેલા છે. આજે તમને કેટલાક આયુર્વેદિક હેર ઓઇલ વિશે જણાવીએ. આ હેર ઓઇલનો ઉપયોગ કરવાથી વાળ લાંબા ઝડપથી થશે અને હેરફોલ તેમજ ડેન્ડ્રફની સમસ્યાથી પણ મુક્તિ મળશે.
Trending Photos
Oil For Long Hair: કમર સુધીના લાંબા કાળા અને ચમકદાર વાળ દરેક યુવતીનું સપનું હોય છે. પરંતુ પ્રદૂષણ અને ખોટા આહારના કારણે વાળ સંબંધિત સમસ્યાઓ વધી જાય છે. આ સ્થિતિમાં વાળ લાંબા પણ નથી થતા વાળ તેની ચમક પણ ગુમાવે છે. ધીરેધીરે વાળ વધારે પ્રમાણમાં ખરવા લાગે છે. આયુર્વેદમાં વાળની સંભાળ માટે કેટલાક પ્રાકૃતિક ઉપાયો જણાવેલા છે. આજે તમને કેટલાક આયુર્વેદિક હેર ઓઇલ વિશે જણાવીએ. આ હેર ઓઇલનો ઉપયોગ કરવાથી વાળ લાંબા ઝડપથી થશે અને હેરફોલ તેમજ ડેન્ડ્રફની સમસ્યાથી પણ મુક્તિ મળશે.
ભૃંગરાજ
બધી જ જડીબુટ્ટીઓનો રાજા છે ભૃંગરાજ. ભૃંગરાજ ના તેલને વાળમાં લગાડીને મસાજ કરવાથી બ્લડ સર્ક્યુલેશન સુધરે છે અને વાળ મજબૂત થાય છે. ભૃંગરાજમાં રહેલા તત્વ હેર ફોલિકલ્સને મજબૂત બનાવે છે અને નવા વાળના ગ્રોથને વધારે છે.
આમળાનું તેલ
આમળાનું તેલ વાળને લાંબા અને ચમકદાર બનાવવા માટે શ્રેષ્ઠ પ્રાકૃતિક ઉપાય છે. આમળા વિટામિન સી થી ભરપૂર હોય છે જે વાળને મજબૂત બનાવે છે. આમળાના તેલનો ઉપયોગ કરવાથી વાળનો રંગ પણ કાળો રહેશે અને વાળ ચમકદાર તેમજ મુલાયમ દેખાય છે.
બ્રાહ્મી તેલ
વાળની સંભાળ માટે બ્રાહ્મી તેલનો ઉપયોગ કરવો પણ લાભકારક સાબિત થશે. બ્રાહ્મી તેલ વાળના મૂળને મજબૂત બનાવે છે અને વાળના વિકાસને પ્રોત્સાહન આપે છે. તેનાથી સ્ટ્રેસ પણ ઓછો થાય છે અને ખરતા વાળની સમસ્યા અટકે છે.
નાળિયેરનું તેલ
નાળિયેરનું તેલ વાળને અંદરથી પોષણ આપે છે અને વાળને ડ્રાય થતા બચાવે છે. નાળિયેરના તેલનો ઉપયોગ કરવાથી વાળ મજબૂત થાય છે અને ઓછા ખરે છે. નાળિયેર તેલ વાળને ચમકદાર બનાવે છે અને ઝડપથી લાંબા કરવામાં મદદ કરે છે.
લીમડાનું તેલ
લીમડાનું તેલ વાળને લાંબા કરવામાં અને ચમકદાર બનાવવામાં મદદ કરે છે. લીમડાના તેલનો ઉપયોગ કરવાથી ડેન્ડ્રફ અને માથામાં આવતી ખંજવાળ જેવી સમસ્યાઓ દૂર થાય છે. તેમાં રહેલા એન્ટી ફંગલ ગુણ ખોડો દૂર કરે છે અને માથાની ત્વચાની સમસ્યાને પણ મટાડે છે.
એરંડીનું તેલ
એરંડીનું તેલ વાળને મજબૂત બનાવે છે અને વાળનો ગ્રોથ પણ વધારે છે. તેનાથી વાળ લાંબા અને કાળા થાય છે. આ તેલ વાળને મોશ્ચુરાઈઝ કરે છે અને વાળને ચમકદાર પણ બનાવે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે