Weight Loss Drink: વજન ઘટાડી સ્લીમ રહેવું હોય તો ડાયટમાં સામેલ કરી લો આ 3 ડ્રિંક્સ, વજન રહેશે કંટ્રોલમાં

Weight Loss Drink: જો તમે ઝડપથી વજન ઘટાડી અને પછી સ્લીમ રહેવા માંગો છો તો ડાયટમાં આ 3 ડ્રિંકને ડાયટમાં સામેલ કરી લો. આ પીણા પીવાથી વજન કંટ્રોલમાં રહેશે.

Weight Loss Drink: વજન ઘટાડી સ્લીમ રહેવું હોય તો ડાયટમાં સામેલ કરી લો આ 3 ડ્રિંક્સ, વજન રહેશે કંટ્રોલમાં

Weight Loss Drink: ઝડપથી વજન ઘટાડવું લોકો માટે સૌથી મોટો પડકાર હોય છે. વજન ઘટાડવા માટે ડાયટથી લઈને હેલ્ધી લાઈફ સ્ટાઈલ ફોલો કરવી પડે છે. વજન ઘટાડવામાં મહત્વની ભૂમિકા દિવસની શરૂઆત કરતા હેલ્ધી ડ્રિંક ભજવે છે. પેટની ચરબી ઝડપથી ઉતારીને વજનને કંટ્રોલમાં રાખવું હોય તો સવારે તમે કઈ વસ્તુઓનું સેવન કરો છો તેના પર ધ્યાન આપો. 

જો સવારે તમે હેલ્ધી ડ્રિંકનું સેવન કરશો તો વજન ઘટાડવામાં ઝડપથી સફળતા મળશે અને તેનાથી શરીરને આખા દિવસ માટેની એનર્જી પણ મળશે. સવારના સમયે એવી વસ્તુઓનું સેવન કરવું જોઈએ જે મેટાબોલિઝમને બુસ્ટ કરે અને ડાયજેસ્ટિવ સિસ્ટમને હેલ્ધી રાખે આજે તમને 3 એવા ડ્રિંક વિશે જણાવીએ જેને ડાયટમાં સામેલ કરવાથી આ કામ થઈ શકે છે 

એપલ સાઇડર વિનેગર 

એપલ સાઇડર વિનેગર ભૂખને કંટ્રોલ કરવામાં મદદ કરે છે અને શરીરમાં મેટાબોલિઝમને નેચરલી બુસ્ટ કરે છે. વિનેગરમાં એવા એસિડ હોય છે જે બ્લડ સુગરને કંટ્રોલ કરે છે. તે ફેટ બર્ન કરવાને પ્રોત્સાહન આપે છે. એપલ સાઇડર વિનેગરને પાણીમાં ઉમેરીને પીવું જોઈએ 

આદુ અને હળદરની ચા 

સવારે દૂધ અને ખાંડવાળી મીઠી ચા પીવાને બદલે સૌથી પહેલા પાણીમાં હળદર અને આદુ ઉકાળીને તેને પીવાનું રાખો. આદુ અને હળદરમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે. આદુમાં રહેલું જીંજરોલ અને હળદરનું કર્ક્યુંમીન ફેટ ઓછું કરવામાં મદદ કરશે. આ બંને મસાલા પાચનને પ્રોત્સાહન આપે છે અને ફેટને ઓગાળે છે. હળદર અને આદુની ચા મેટાબોલિઝમ બુસ્ટ કરશે. 

જીરાનું પાણી 

જીરું પાચન એન્જાઈમને એક્ટિવ કરે છે. તેનાથી સોજો પણ ઓછો થાય છે. સવારના સમયે જીરાનું પાણી પીવાથી શરીર એક્ટિવ રહે છે. તેના માટે એક ગ્લાસ પાણીમાં એક ચમચી જીરું રાત્રે પલાળી દેવું. સવારે આ પાણીને ઉકાળી અને ચાની જેમ ધીરે ધીરે પીવું. આ સિવાય તમે દિવસ દરમિયાન પણ જીરાનું પાણી પી શકો છો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news