)
Morning Routine for Productive Day: દરેક વ્યક્તિ પોતાના દિવસને પોઝિટિવ અને પ્રોડક્ટિવ બનાવવા ઈચ્છે છે પરંતુ મોટાભાગે આવું થઈ શકતું નથી તેનું કારણ છે દિવસની શરૂઆત. દિવસની શરૂઆત કેવી થાય છે તેના પર દિવસ કેવો પસાર થશે તેનો આધાર હોય છે. જો તમે દિવસની શરૂઆત યોગ્ય રીતે કરો છો તો આખો દિવસ ફોકસ એનર્જેટિક અને પ્રોડક્ટિવ રહે છે. આ કામ કરવા માટે દિવસની શરૂઆત કેટલીક સારી આદતોને ફોલો કરવાથી કરવી જોઈએ. સવારની કેટલીક આદતો તમને સફળ બનાવી શકે છે. આવી આદતો કઈ છે ચાલો તેના વિશે જાણીએ.
સવારે મોબાઈલનો ઉપયોગ ન કરો
આજના સમયમાં મોટાભાગના લોકોના દિવસની શરૂઆત મોબાઈલ સાથે થાય છે. સવાર પડતા જ લોકો હાથમાં મોબાઈલ લઈને બેસી જાય છે. મોબાઈલ સાથે સમય પસાર કરવો સારો લાગે છે પરંતુ આ આદત નુકસાનકારક છે. તેના બદલે સવારે આંખ ખુલે એટલે 5 મિનિટ શાંતિથી બેસવું અને ઊંડા શ્વાસ લેવા. આમ કરવાથી મગજ શાંત રહેશે અને મગજને ફોકસ કરવાની આદત પડશે.
બોડીને હાઇડ્રેટ કરો
આખી રાત ઊંઘ દરમિયાન બોડી ડીહાઈડ્રેટ થઈ જાય છે તેથી સવારે જાગીને એક ગ્લાસ હુંફાળું પાણી તેના દિવસની શરૂઆત કરો. હુંફાળા પાણીમાં લીંબુ પણ મિક્સ કરી શકો છો. તેનાથી બોડી ડિટોક્ષ થશે અને મેટાબોલિઝમ બુસ્ટ થશે. સાથે જ શરીરમાં એનર્જી જળવાઈ રહેશે. તેથી સવારના સમયે જ થાક અને આળસ અનુભવાય છે તે દૂર થવા લાગશે.
વર્કઆઉટ અથવા સ્ટ્રેચિંગ
સવારના સમયે વર્કઆઉટ અથવા તો સ્ટ્રેચિંગ કરો. સવારના સમયે યોગ સ્ટ્રેચિંગ અથવા હળવી જોગિંગ કરો. તેનાથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશન સુધરે છે અને મગજ એક્ટિવ થઈ જાય છે. સાથે જ તમે પ્રોડક્ટિવ રહો છો. જો તમારી પાસે વધારે સમય ન હોય તો સવારે 5 થી 10 મિનિટ માટે બ્રિક્સ વોક અથવા સૂર્ય નમસ્કાર કરી લો.
દિવસનું પ્લાનિંગ કરો
સવારે જાગીને આખા દિવસનું પ્લાનિંગ કરો દિવસની શરૂઆતમાં જ જો તમે નક્કી કરી લેશો કે આજના દિવસમાં તમારે કેટલા કામ કરવાના છે તો ધ્યાન ભટકશે નહીં અને તમે કામ પર ફોકસ કરી શકશો. આ આદત કેળવી લેશો તો દિવસ દરમિયાન તમે પ્રોડક્ટિવ રહેશો અને બધા જ કામ સમયસર પૂરા થઈ શકશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)