)
Curd for Weight Loss: જે લોકોનું વજન બેઠાડું જીવનશૈલી અને અનહેલ્ધી આહારના કારણે વધી ગયું હોય છે તેઓ વજન ઘટાડવા માટે અલગ અલગ ટ્રેન્ડ ફોલો કરતા હોય છે. ઘણા લોકો જીમમાં મહેનત કરે છે તો ઘણા લોકો ડાયટિંગ પર ફોકસ કરે છે. પરંતુ વધેલા વજનને તમે કોઈપણ પ્રકારની મહેનત વિના રસોડામાં રાખેલી 3 વસ્તુની મદદથી પણ ઘટાડી શકો છો. શરીરમાં જામેલા એક્સ્ટ્રા ફેટને દૂર કરવા માટે દહીં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. રસોડામાં રહેલા બે મસાલા દહીંમાં ઉમેરીને ખાવાનું શરૂ કરશો તો શરીરની મેટાબોલિઝમ પ્રક્રિયા ઝડપી થઈ જશે. જેના કારણે ફેટ બર્નિગ નેચરલ રીતે શરૂ થઈ જાય છે.
આ ઘરેલું નુસખો વજન ઘટાડવામાં મદદ કરવાની સાથે જ પાચન પણ સુધારે છે અને ભૂખને કંટ્રોલ કરે છે. દહીંમાં આ બે વસ્તુ ઉમેરીને ખાવાથી શરીર અંદરથી ડીટોક્ષ પણ થાય છે. દહીંમાં રહેલા પ્રોટીન અને પ્રોબાયોટિક ફેટ કટર તરીકે કામ કરે છે. દહીંને ફેટ કટર બનાવવું હોય તો તેમાં સંચળ અને કાળા મરી ઉમેરવાના હોય છે.
દહીં એક હાઈ પ્રોટીન અને પ્રોબાયોટિક ફૂડ છે જે પાચનને સુધારે છે અને મેટાબોલિઝમને બુસ્ટ કરવામાં મદદ કરે છે. દહીંનું સેવન કરવાથી ફેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને અનહેલ્ધી સ્નેકિંગની ક્રેવિંગ ઘટી જાય છે.
કાળા મરી અને સંચળથી થતા લાભ
સંચળમાં એવા મિનરલ્સ હોય છે જે શરીરના ડિટોક્ષ કરે છે અને પાણીનું બેલેન્સ જાળવી રાખે છે. કાળા મરીમાં પેપરીન નામનું તત્વ હોય છે જે ફેટ સેલ્સને બ્રેક કરે છે અને મેટાબોલિઝમને બુસ્ટ કરે છે.
કેવી રીતે ખાવું નહીં ?
એક વાટકીમાં તાજુ દહીં લેવું અને તેમાં ચપટી સંચળ અને અડધી ચમચી કાળા મરીનો પાઉડર મિક્સ કરો. આ દહીં બપોરે જમ્યા પહેલા અથવા તો સવારે નાસ્તા પહેલા ખાઈ લેવું. તમે ઈચ્છો તો આ દહીંમાં લીંબુનો રસ પણ મિક્સ કરી શકો છો. એ વાતનું ધ્યાન રાખવું કે આ રીતે દહીં દિવસમાં એક વખત જ ખાવું અને એક વાટકીથી વધારે માત્રામાં ન લેવું. નહીં તો પેટમાં બળતરા થઈ શકે છે. આ સિવાય હાઈ બ્લડ પ્રેશર કે અલ્સર જેવી બીમારીના દર્દીએ આ રીતે દહીં ખાતા પહેલા ડોક્ટરની સલાહ લેવી.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)