Tanning Removal: તડકાના કારણે થયેલું ટેનિંગ સાફ કરવા ટમેટામાં આ 2 વસ્તુ મિક્સ કરી લગાડો, 10 મિનિટમાં ત્વચા રુપાળી થઈ જશે
Tanning Removal Tips: ઉનાળામાં તડકાથી સ્કિનને બચાવવાનો પ્રયત્ન કરો તો પણ સ્કિન ટેનિંગ થઈ જ જાય છે. સ્કિન ટેનિંગ દુર કરવાનો એકદમ સરળ પણ અસરકારક ઉપાય આજે તમે જાણી લો.
Trending Photos
Tanning Removal Tips: તડકામાં ફક્ત 10 મિનિટ પણ નીકળવાનું થાય તો પણ ત્વચા પર તડકાની અસર તુરંત દેખાવા લાગે છે. કાળઝાળ ગરમીમાં તડકાના કારણે સ્કીન બેજાન અને કાળી થઈ જાય છે. તડકાની અસર ફક્ત ચહેરા પર નહીં પરંતુ ગરદન, હાથ અને પગ પર પણ જોવા મળે છે. તડકાના કારણે ત્વચા ઉપર કાળો મેલ દેખાવા લાગે છે. જેને ટેનિંગ કહેવાય છે. સ્કિન ટેનિંગ દૂર કરવા માટે આજે તમને એક અસરકારક ઘરેલુ ઉપાય જણાવીએ.
ઉનાળામાં થતી ટેનિંગની સમસ્યાને દૂર કરવામાં ટમેટું ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. ટમેટાના ઉપયોગથી સ્કિન પરની ટેનિંગ તુરંત દૂર થાય છે. ત્વચાની સુંદરતા વધારવા માટે ટમેટાનો ઉપયોગ કરવો હોય તો ટમેટાની સાથે મધ અને ચણાના લોટની જરૂર પણ પડશે. આ ત્રણેય વસ્તુ એવી છે જે દરેક ઘરમાં ઉપલબ્ધ હોય. આ ત્રણ વસ્તુનું મિશ્રણ ચહેરા, હાથ, પગ અને ગરદન પરનું ટેનિંગ દૂર કરી દેશે.
ટમેટાના બે ટુકડા કરી લો. હવે ટમેટાના એક ટુકડા ઉપર મધ અને ચણાનો લોટ રાખીને ટમેટાથી ચહેરા પર અને ગરદન પર હળવા હાથે મસાજ કરવાનું શરૂ કરો. પાંચ મિનિટ ટમેટાથી ચહેરા પર મસાજ કરો અને પછી દસ મિનિટ સુધી આ મિશ્રણને ચહેરા પર રહેવા દો. ત્યાર પછી હુંફાળા પાણીથી ચહેરો સાફ કરી લો. સપ્તાહમાં બેથી ત્રણ વખત ટમેટાનો આ રીતે ઉપયોગ કરશો એટલે ટેનિંગ દૂર થવા લાગશે.
જો આ કામ મુશ્કેલ લાગતું હોય તો ટમેટાની પેસ્ટ બનાવીને તેમાં ચણાનો લોટ અને મધ મિક્સ કરીને તેનો ફેસપેક બનાવીને પણ ચહેરા પર લગાડી શકાય છે. ફેસપેકને 10 થી 15 મિનિટ સ્કીન પર લગાવો અને પછી ચહેરો સાફ કરી લો. ટમેટું, મધ અને ચણાનો લોટ સ્ક્રીન પરનું ટેનિંગ દૂર કરવાની સાથે ચહેરા પર ગ્લો પણ વધારશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે