)
How to Get Rid of Body Odor: ગરમીના કારણે પરસેવો વધારે થાય છે. જો કે ઘણા લોકોના પરસેવામાંથી ભયંકર વાસ આવતી હોય છે. પરસેવાની દુર્ગંધ સામાન્ય સમસ્યા છે પરંતુ કેટલાક લોકોને પરસેવામાં વધારે જ વાસ આવે છે. આ સમસ્યા બેક્ટેરિયા વધી જવાથી થાય છે. પરસેવાની ગંધ છુપાવવા માટે લોકો ડિઓડોરેન્ટનો ઉપયોગ પણ કરે છે. પરંતુ તેની અસર પણ આખો દિવસ ટકતી નથી.
આ સિવાય તેમાં રહેલા કેમિકલ ઘણીવાર સ્કિન પ્રોબ્લેમનું કારણ પણ બની જાય છે. જ્યારે ડિઓડોરેન્ટની સ્મેલ ઉડી જાય છે તો પરસેવાની વાસ ફરીથી વધી જાય છે. આ સ્થિતિમાં પરસેવાની વાસથી કાયમી છુટકારો મેળવવા માટે તમે ફટકડીનો નુસખો ટ્રાય કરી શકો છો.
ફટકડીનો ઉપાય
ફટકડીમાં જીવાણુરોધી ગુણ હોય છે જે શરીરની દુર્ગંધનો પ્રાકૃતિક ઉપચાર છે. ફટકડીનો ટુકડો, તેનો પાવડર અને તેનું મિશ્રણ કોઈપણ રીતે તેને ઉપયોગમાં લઈ શકાય છે. તેને ત્વચા પર લગાડવાથી પરસેવો પણ ઓછો થાય છે. સાથે જ ફટકડી બેક્ટેરિયાને ખતમ કરવામાં મદદ કરે છે.
ફટકડીથી થતા ફાયદા
પરસેવો આવે તેનાથી શરીરનું તાપમાન કંટ્રોલમાં રહે છે. પરસેવો શરીરનું તાપમાન કંટ્રોલ કરવાની પ્રાકૃતિક પ્રક્રિયા છે. વધારે પરસેવો આવે તો તે બેક્ટેરિયા સાથે મળી દુર્ગંધ પેદા કરે છે. તેવામાં ફટકડીનો ઉપયોગ કરવો લાભકારી સાબિત થાય છે. ફટકડીમાં એન્ટીસેપ્ટિક ગુણ હોય છે જે બેક્ટેરિયાને ખતમ કરે છે.
ફટકડીનો ઉપયોગ કેવી રીતે કરવો ?
1. ફટકડીને તમે ડાયરેક્ટ સ્કિન પર અપ્લાય કરી શકો છો. તેના માટે ફટકડીના ટુકડાને થોડો ભીનો કરી તેને બગલ અને આસપાસની સ્કિન પર લગાવો. ભીની ફટકડી અંડરઆર્મ્સ અને શરીરની દુર્ગંધને દુર કરશે.
2. જો તમે ફટકડીનો પાડવર બનાવી યુઝ કરવા માંગો છો તો ફટકડીના ટુકડાનો પાવડર બનાવી લો, પછી જરૂર અનુસાર આ પાવડર લઈ તેમાં તેલ ઉમેરી તેને પ્રભાવિત જગ્યા પર લગાવો અને 15 મિનિટ રાખો. ત્યારબાદ પાણીથી વોશ કરી લો.
3. ગરમ પાણીમાં 1 મોટી ચમચી ફટકડી પાવડર ઉમેરી સારી રીતે મિક્સ કરો. ફટકડી પાણીમાં ભળી જાય પછી તેને સ્પ્રે બોટલમાં ભરી લો અને પરસેવો વધારે થતો હોય ત્યાં બધે આ પાણી છાંટો. આ પાણી નહાયા બાદ લગાડવું. તેનાથી શરીરમાંથી વાસ નહીં આવે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)