Kitchen Hacks: ઈડલી-ઢોસાના બેટરમાં ઠંડીમાં પણ આવશે સારો આથો, આ રીતે યુઝ કરજો નાગરવેલનું પાન
Kitchen Hacks: ઈડલી ઢોસાના બેટરમાં ઠંડીના કારણે સરસ આથો ન આવતો હોય તો આજે તમને 5 અલગ અલગ રીતો વિશે જણાવીએ જેને ફોલો કરશો તો ઠંડીમાં પણ બેટરમાં સરસ આથો આવશે અને ઈડલી, ઢોસા સારા બનશે.
Trending Photos
)
Kitchen Hacks: સાઉથ ઇન્ડિયન વાનગીઓમાં ઢોસા અને ઈડલી સૌથી ફેમસ છે. દરેક ઘરમાં આ વાનગી ખાવાના શોખીન હોય છે. ખાસ કરીને ઢોસા સૌથી વધુ પસંદ કરવામાં આવે છે. અલગ અલગ પ્રકારના ઢોસા ઘરે પણ સરળતાથી બની જાય છે. ઢોસા એવી વાનગી છે જે સવારના નાસ્તાથી લઈને રાત્રે ડિનર સુધી ક્યારેય પણ ખાઈ શકાય છે. પરંતુ શિયાળામાં ઢોસા ઘરે બનાવવા હોય તો તેના બેટરમાં આથો લાવવાની સમસ્યા થઈ જાય છે. ઠંડીના કારણે બેટર બરાબર ફર્મેન્ટ થતું નથી. જેના કારણે ઢોસા બરાબર બનતા નથી. જો તમારી સાથે પણ આવું થતું હોય તો આજે તમને ઢોસાના બેટરને ફર્મેન્ટ કરવાની પાંચ અલગ અલગ રીત જણાવીએ. આ પાંચમાંથી કોઈ પણ એક રીત ટ્રાય કરશો તો પણ ઢોસાના બેટરમાં સારો આથો આવશે.
1. ઢોસાના બેટરમાં આથો લાવવા માટે તમે નાગરવેલના પાનનો ઉપયોગ કરી શકો છો. આ પાનમાં નેચરલ એન્જાઈમ હોય છે અને બેક્ટેરિયા પણ હોય છે જે ફર્મેન્ટેશનની પ્રોસેસને ઝડપી કરે છે. તેના માટે જે વાસણમાં ખીરું રાખ્યું હોય તેમાં ઉપર બે થી ત્રણ નાગરવેલના પાન રાખી દો અને પછી વાસણને ઢાંકી દો. 8 થી 10 કલાકમાં જ બેટરમાં આથો આવી જશે. શિયાળામાં બેટરમાં આથો લાવવા માટેની આ અસરકારક રીત છે.
2. ઢોસાના બેટરમાં આથો લાવવા માટે દહીંનો ઉપયોગ પણ કરી શકાય છે. દહીમાં લેક્ટિક એસિડ અને બેક્ટેરિયા હોય છે. જે બેટરને ઝડપથી ફર્મેન્ટ કરવામાં મદદ કરે છે. ઠંડીની ઋતુમાં ખીરું આથો ત્યારે તેમાં દહીં ઉમેરી દેવું. એક કપ બેટર હોય તો એક મોટો ચમચો દહીંનો ઉમેરો અને પછી ગરમ જગ્યા પર તેને રાખી દો. છ થી આઠ કલાકમાં જ બેટર ફૂલી જશે.
3. બેટરમાં આથો લાવવા માટે તમે યીસ્ટનો ઉપયોગ પણ કરી શકો છો. જો તમારે ઝડપથી ખીરું તૈયાર કરવું હોય તો યીસ્ટ એકદમ બેસ્ટ વિકલ્પ છે. તેના માટે એક કપ બેટરમાં 1/4 ચમચી યીસ્ટ ઉમેરી દો અને સારી રીતે મિક્સ કરી ઢાંકીને રાખો. યીસ્ટ ઉમેરવાથી 1 થી 2 કલાકમાં જ આથો આવી જશે. ઈડલીના ખીરૂમાં જો તમે યીસ્ટ ઉમેરશો તો ઈડલી એકદમ સ્પંજી થશે.
4. ઠંડીની ઋતુમાં તમે કુકરને પણ ઉપયોગમાં લઈ શકો છો. કુકરમાં થોડું ગરમ પાણી ભરો અને તેમાં એક જાળી રાખીને તેની ઉપર બેટર ભરેલું વાસણ રાખી કુકર બંધ કરી દો. કુકરના ઢાંકણમાં સીટી રાખવી નહીં. પાણીની ગરમીથી બેટરમાં સારો આથો આવશે.
5. ઢોસાના બેટરને ફર્મેન્ટ કરવા માટે પોહા કે પછી ભાતનો ઉપયોગ પણ કરી શકો છો. સાઉથ ઇન્ડિયન ઘરોમાં વર્ષોથી આ વસ્તુઓનો ઉપયોગ થાય છે. તેઓ બેટર બનાવે ત્યારે બે થી ત્રણ ચમચી પલાળેલા પોહા અથવા તો બાફેલા ભાત ઉમેરી દેતા હોય છે. નેચરલ સ્ટાર્ચ અને બેક્ટેરિયાના કારણે ફર્મેન્ટેશન ઝડપથી થઈ જાય છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે














