ગુજરાતી ન્યૂઝLifeStyleSkin Care: ઉનાળામાં આ રીતે કરો મુલતાની માટીનો ઉપયોગ, સ્કિન કેર માટે બીજું કંઈ જ કરવું નહીં પડે

Skin Care: ઉનાળામાં આ રીતે કરો મુલતાની માટીનો ઉપયોગ, સ્કિન કેર માટે બીજું કંઈ જ કરવું નહીં પડે

Skin Care With Multani Mitti: ઉનાળા દરમિયાન અલગ અલગ પ્રકારની સ્કિન પ્રોબ્લેમ રહેતી હોય છે. ઉનાળામાં સ્કિન સંબંધિત તમામ સમસ્યાને દુર કરવા માટે મુલતાની માટી સ્કિન પર લગાડી શકાય છે. ઉનાળામાં કઈ વસ્તુ સાથે મુલતાની માટીનો ઉપયોગ કરવો ચાલો તમને જણાવીએ.
 

Skin Care: ઉનાળામાં આ રીતે કરો મુલતાની માટીનો ઉપયોગ, સ્કિન કેર માટે બીજું કંઈ જ કરવું નહીં પડે

Skin Care With Multani Mitti: તડકાના કારણે ત્વચાને સૌથી વધુ નુકસાન થાય છે. જે લોકોની ઓઈલી સ્કીન હોય તેમને પરસેવાના કારણે ઉનાળામાં ખીલ વધારે ઉપડે છે. ઉનાળામાં થતી સ્કીનની સમસ્યાઓમાં મુલતાની માટી ફાયદાકારક સાબિત થઈ શકે છે. મુલતાની માટે ચહેરાને મોઈશ્ચરાઈઝ કરે છે અને નેચરલ ગ્લો પણ વધારે છે. મુલતાની માટી એવી પ્રાકૃતિક વસ્તુ છે જે ઘણી બધી સમસ્યાઓને દૂર કરે છે. તડકાના કારણે થયેલું ટેનિંગ હોય કે પછી બ્લેકહેડ્સ જેવી સમસ્યા. મુલતાની માટીનો ઉપયોગ કરવાથી આ તકલીફો દૂર થઈ શકે છે. ઉનાળામાં જો તમે મુલતાની માટીનો ઉપયોગ સાચી રીતે કરશો તો તમારે સ્કીન કેર માટે બીજું કંઈ જ કરવું નહીં પડે.

મુલતાની માટીથી થતા લાભ

Add Zee News as a Preferred Source

- મુલતાની માટીમાં કુલિંગ ઈફેક્ટ હોય છે જે ઉનાળા દરમિયાન ત્વચાને ઠંડક આપે છે અને તડકાના કારણે ત્વચા પર થયેલી રેડનેસ અને બળતરા ઓછી થાય છે. 

- જે લોકોને ખીલ થતા હોય અને ખીલના ડાઘ પણ રહી જતા હોય તેમના માટે પણ મુલતાની માટી ઉપયોગી છે. મુલતાની માટી ચહેરા પરની ગંદકી અને એક્સ્ટ્રા ઓઇલને દૂર કરે છે. 

- ચહેરા પર ઇન્સ્ટન્ટ નિખાર જોઈતો હોય તો મુલતાની માટીનો ઉપયોગ કરવો જોઈએ. મુલતાની માટીના ફેસપેક ચેહરા પર તુરંત અસર કરે છે. 

ઉનાળામાં મુલતાની માટી કેવી રીતે લગાડવી ?

1. ઉનાળા દરમિયાન ચેહરાની સમસ્યાઓને દૂર કરવા માટે મુલતાની માટીને ગુલાબ સાથે મિક્સ કરીને લગાડો. બે ચમચી મુલતાની માટીમાં થોડું ગુલાબજળ મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. હવે આ પેસ્ટને ચહેરા પર લગાવો અને 15 મિનિટ રહેવા દો. ત્યાર પછી ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો. 

2. મુલતાની માટીને ચંદન પાવડર સાથે મિક્સ કરીને પણ લગાડી શકાય છે. તેનાથી પણ ગરમીમાં ત્વચાને ઠંડક મળે છે. મુલતાની માટીમાં ચંદન પાવડર અને ગુલાબજળ મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને ચહેરા પર લગાવો અને 15 મિનિટ પછી ચહેરાને ઠંડા પાણીથી સાફ કરો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો

...और पढ़ें

Trending news