Rice Flour: ત્વચાનો મેલ, ડેડ સ્કિન દુર કરી નાખશે ચોખાનો લોટ, ચહેરા પર નેચરલ ગ્લો વધારવા આ 3 રીતે કરો ઉપયોગ

Rice Flour: ચહેરા પર નેચરલી ગ્લો વધારવા માટે ચોખાના લોટનો ઉપયોગ કરી શકાય છે. ચોખાનો લોટ ચહેરાની સુંદરતા વધારે છે. આ રીતે ચોખાના લોટનો ઉપયોગ કરશો તો જે રીઝલ્ટ જોવા મળશે તેને જોઈ તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો.
 

Rice Flour: ત્વચાનો મેલ, ડેડ સ્કિન દુર કરી નાખશે ચોખાનો લોટ, ચહેરા પર નેચરલ ગ્લો વધારવા આ 3 રીતે કરો ઉપયોગ

Rice Flour: દરેક વ્યક્તિ ઈચ્છે કે તેની ત્વચા સુંદર અને ગ્લોઈંગ દેખાતી હોય. સ્કિનની સુંદરતા જાળવી રાખવા માટે અલગ અલગ બ્યુટી પ્રોડક્ટનો ઉપયોગ પણ કરવામાં આવે છે. જો કે ત્વચાની સુંદરતા વધારવાનું કામ ચોખાના લોટથી પણ થઈ શકે છે. 

જો તમે સ્કિન પર કેમિકલયુક્ત પ્રોડક્ટ વાપરવા ન માંગતા હોય અને નેચરલ વસ્તુની મદદથી સ્કિનની સુંદરતા વધારવી હોય તો આજે તમને ચોખાના લોટથી બનતા 3 ફેસપેક વિશે જણાવીએ. આ ફેસપેક ત્વચાની કાયાપલટ કરી નાખશે. આ વસ્તુથી સ્કિનની સુંદરતા એવી વધશે કે લોકો તમારી પાસે બ્યુટી ટીપ્સ લેવા દોડતા આવશે. ચોખાનો લોટ આ રીતે ઉપયોગમાં લેશો તો ચહેરાના ડાઘ, ડેડ સ્કિન, મેલ બધું જ દુર થઈ જશે. જેના કારણે ત્વચા પર તુરંત જ ચમક દેખાવા લાગે છે.

ચોખાનો લોટ અને દૂધ

ચહેરા પર ગ્લો વધારવા માટે તમે ચોખાના લોટમાં દૂધ મિક્સ કરીને ઉપયોગમાં લઈ શકો છો. તેના માટે 1 ચમચી ચોખાનો લોટ લેવો અને તેમાં જરૂર અનુસાર દૂધ ઉમેરી પેસ્ટ બનાવો. આ પેસ્ટને 5 મિનિટ રેસ્ટ આપો અને પછી ચહેરા તેમજ ગરદન પર લગાવો. પેસ્ટને 10 મિનિટ સ્કિન પર રહેવા દો અને પછી પાણીથી ચહેરો સાફ કરો. સપ્તાહમાં 3 વખત આ ફેસપેક લગાવો.

ચોખાનો લોટ અને ટમેટા

ચોખાના લોટમાં ટમેટાનો રસ મિક્સ કરીને પણ સ્કિન પર લગાવી શકાય છે. ટમેટાના રસમાં વિટામિન સી હોય છે જે ડાઘને લાઈટ કરે છે. અને ત્વચાની રંગત સુધરે છે. તેના માટે એક વાટકીમાં 2 ચમચી ચોખાનો લોટ લઈ તેમાં 2 ચમચી ટમેટાનો રસ મિક્સ કરો. આ પેસ્ટને ચહેરા પર લગાવો. પેસ્ટ સુકાઈ જાય પછી ઠંડા પાણીથી સ્કિન સાફ કરી લો.

મધ અને ચોખાનો લોટ

ત્વચાની સુંદરતા વધારવા માટે ચોખાના લોટમાં મધ મિક્સ કરીને લગાવી શકો છો. તેના માટે 1 ચમચી ચોખાનો લોટ લેવો અને તેમાં મધ અને જરૂર અનુસાર ગુલાબજળ ઉમેરી પેસ્ટ બનાવો. આ પેસ્ટને 15 મિનિટ માટે ચહેરા પર લગાવી સુકાવા દો. ત્યારબાદ ચહેરો સાફ કરો. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news