Viral Video: શું તમે ક્યારેય 2 કિલોગ્રામનું Momos જોયું છે? જોઈને તમને પણ થશે અચરજ

Viral Video: શું તમે ક્યારેય 2 કિલોગ્રામનુંMomos દજોયું છે. જો નહીં તો ચલો અમે તમને આ વીડિયો થકી જણાવી શું કે આ Momos ક્યાં મળે છે?

Viral Video: શું તમે ક્યારેય 2 કિલોગ્રામનું Momos જોયું છે? જોઈને તમને પણ થશે અચરજ

નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક વર્ષોમાં Momos ભારતના સ્ટ્રીટ ફૂડ્સમાં સૌથી વધારે પોપ્યુલર થઈ ગયું છે. ભારતના વધારે શહેરોમાં તમે સરળતાથી રસ્તાના કિનારા પર Momosના સ્ટોલ જોવા મળી જશે. માત્ર રસ્તાના કિનારા પર જ નહીં રેસ્ટોરન્ટમાં પણ લોકો Momos ખવાનું પસંદ કરે છે. તીખી ચટણીની સાથે Momosનો સ્વાદ કઈક એવો હોય છે કે એક વખત ખાધા પછી વારંવાર ખાવાનું મન કરે છે. સૌથી ખાસ વાત એ છે કે ખૂબ ઓછી કીંમતમાં Momosનો સ્વાદ માણી શકાય છે.

શું તમે ક્યારેય 2 કલોનું Momos જોયું છે?
માર્કેટમાં Momosની ઘણી વેરાઈટીઝ જોવા મળે છે. સ્ટીમ Momos સિવાય, ફ્રાઈડ Momos, રોસ્ટેડ Momos, તંદુરી Momos પણ આ દિવસોમાં ફેમસ થઈ ચુક્યું છે. ચાઈનીઝ ફુડમાં ભારતનો ડેશી તડકો લાગવા પર આ વધુ સ્વાદિસ્ટ બની જાય છે. ચલો આજે અમે તમને એવા Momos વિશે જણાવીશું કે જેના વિશે તમે પહેલા ક્યારેય નહીં સાંભળ્યું હોય. શું તમે ક્યારેય 'બાહુબલી Momos' વિશે સાંળ્યું છે.  'બાહુબલી Momos' નો ટેસ્ટ કર્યો છે?

 

Momos શું છે કિંમત:
સોશલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક ફૂડ ફ્લોગરે 2 કિલોગ્રામના એક Momosનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ભારતમાં પ્રથમ વખત ગોલ્ડ Momos સામે આવ્યું છે. આમાં ઘણા પ્રરકારના શાક ઉમેરવામાં આવ્યા છે. આ Momosની કિંમત 1,299 રૂપિયા છે.  આના સાથે ત્રણ પ્રકારની ચટણી આપવામાં આવે છે. આ Momos ખાવા માટે તમારે મુંબઈના મેસી અડ્ડા પર જવુમ પડશે. ઈન્સ્ટાગ્રામ પર આને whatafoodiegirl નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news