)
Vitamin E: ખોટો આહાર અને વધતી ઉંમરના કારણે ચહેરાની ચમક ધીરે ધીરે ઓછી થવા લાગે છે. આ સમયે ત્વચા ગ્લોઇંગ અને યુવાન દેખાય તે માટે ચહેરા પર વિટામિન ઈ લગાડી શકાય છે. વિટામીન ઈ માં એન્ટી ઓક્સિડન્ટ હોય છે જે સ્કિન સેલ્સને રીપેર કરવામાં મદદ કરે છે. વિટામીન ઈ લગાડવાથી સ્કિન કસાયેલી દેખાય છે જેના કારણે સ્કીન ટાઈટ રહે છે. આજે તમને જણાવીએ ત્વચાની સુંદરતા વધે તે માટે ચહેરા પર વિટામિન ઈ કેવી રીતે લગાડવું ?
વિટામીન ઈ અને એલોવેરા જેલ
ગ્લોઈંગ સ્કિન માટે ચહેરા પર વિટામિન ઈ લગાડવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે વિટામિન ઈ એલોવેરા જેલ સાથે મિક્સ કરીને લગાડશો તો ચહેરાની ચમક ચાર ગણી થઈ જશે ? રાત્રે સુતા પહેલા સ્કિનને હાઇડ્રેટ કરો અને પછી વિટામીન ઈ અને એલોવેરા જેલને મિક્સ કરી ચહેરા પર સારી રીતે લગાવો. આ પેસ્ટને ચહેરા પર આખી રાત પણ રાખી શકો છો અને આખી રાત ન રાખવી હોય તો 30 મિનિટ પછી ચહેરો સાફ કરી લેવો અને પછી સુઈ જવું.
રાત્રે એલોવેરા જેલમાં વિટામિન ઈ મિક્સ કરીને ચહેરા પર લગાડવાથી ડાઘ ધબ્બા ઓછા થવા લાગે છે. રોજ રાત્રે વિટામિન ઈ લગાડવાથી સ્કિનને ફાયદો થાય છે. રાતના સમયે સ્કિન રીપેર થાય છે તેવામાં વિટામિન ઈ સ્કિનને જરૂરી પોષણ આપે છે અને સ્કીન ગ્લો કરે છે.
ગ્લોઈંગ સ્કીન માટે વિટામીન ઈને ડાયરેક્ટ પણ ચહેરા પર લગાડી શકાય છે. વિટામીન ઈ ઓઇલ ચહેરા પર લગાડી હળવા હાથે મસાજ કરો. મસાજ કર્યા પછી ચહેરા પર ચમક તુરંત દેખાવા લાગે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)