)
તમે શહેરમાં રહેતા હોવ તો કબૂતરો તમારા ઘરની આસપાસ ફરકતા તમને જોવા મળતા હશે. સવારે બારી પર ગૂટર ગૂ અને છત પર ટોળકી બનાવીને બેઠેલા કબૂતર કેટલાકને વ્હાલા લાગતા હોય છે તો કેટલાક માટે ઝંઝટનું કારણ બનતા હોય છે. દીવાલો પર ડાઘા, છત પર ગંદકી અને ચારેકોર પીંછા, કબૂતરોનો જો એકવાર ડેરો જામે તો ચારેબાજુ આવી જ ગંદકી જોવા મળતી હોય છે. કબૂતરોને વારંવાર ભગાડવા છતાં પણ તેઓ આવી જ જતા હોય છે. જો કે તેમને ભગાડવા માટે કેટલાક લોકો અનેક ઉપાય પણ અજમાવતા હોય છે. આમ છતાં તેમને ભગાડવા સરળ નથી. પરંતુ ચિંતા ન કરો. કેટલાક દેસી જુગાડ એવા અસરકારક છે કે જેને અપનાવીને તમે પણ કબૂતરોને તમારી છતથી દૂર રાખી શકો છો.
કબૂતરોને ઘરમાંથી ભગાડવાની રીત
કબૂતર સૌથી વધુ કોનાથી ડરે?
કબૂતરોમાં બહુ સમજ હોતી નથી પરંતુ તેઓ સતર્ક જરૂર હોય છે. તેમને મોટો અવાજ અને ચમકદાર ચીજો બિલકુલ ગમતી નથી. જો તમે છત પર કે બાલકનીમાં જૂની સીડી, એલ્યુમિનિયમ ફોઈલ કે રિફ્લેક્ટિવ ટેપ લટકાવશો તો તેમની તે જગ્યાએ આવવાની હિંમત નહીં થાય તેઓ હવામાં લટકેલી રોશની જોઈને દૂર રહેતા હોય છે.
આ ઉપરાંત બાજ કે ઘૂવડ જેવા પ્લાસ્ટિક સ્ટેચ્યુ પણ ખુબ અસરકારક સાબિત થાય છે તેમને જોઈને કબૂતરોને લાગે છે કે કોઈ શિકારી આસપાસ મંડરાઈ રહ્યો છે અને તેઓ તરફ જગ્યા છોડીને ભાગે છે.
કઈ ગંધથી દૂર ભાગે છે કબૂતર?
કબૂતરોને તીખી અને તેજ ગંધને ખુબ નફરત કરે છે. લીંબુનો સરકો, કપૂર, લસણ કે મરચાની સુગંધ તેમને બિલકુલ ગમતી નથી. તમે રૂના ટુકડાં પર સરકો કે લીંબુનો રસ નાખીને છતની બારી પાસે મૂકી દો. આ નાનકડો ઉપાય ઘણો કામનો છે.
આજકાલ માર્કેટમાં બર્ડ રિપેલેન્ટ સ્પ્રે પણ આવે છે. જેમાં આ જ પ્રકારની ગંધનો ઉપયોગ થતો હોય છે. જેનાથી તમે નુકસાન પહોંચાડ્યા વગર કબૂતરોને દૂર રાખી શકો છો. તેનો ઉપયોગ કરીને પણ તમે કબૂતરોને ભગાડી શકો છો તથા તમારી બાલકની ગંદી પણ નહીં થાય.
શું કબૂતર ઘઉં ખાય છે?
કબૂતરોને ઘઉં, ચણા, મકાઈ જેવા અનાજ ખુબ પસંદ હોય છે. જો તમે ન ઈચ્છતા હોવ કે તેઓ તમારા ત્યાં આવે તો ત્યાં આવા દાણા નાખવાનું બંધ કરી દો. જો તમને કબૂતરને દાણા નાખવા ખુબ ગમતા હોય તો કોઈ નિર્ધારિત જગ્યા પર તેને દાણા ખવડાવો. એવી જગ્યા કે જ્યાં કબૂતર આવે તો પણ તમને નડે નહીં.
કબૂતર ભગાડવા માટે કઈ દવા છે?
કબૂતરને ભગાડવા માટે અનેક એવી દવાઓ પણ આવે છે. જેને બાલકનીમાં રાખતા એક પણ કબૂતર નહીં આવે. પિજન રિપેલેન્ટ સૌથી સારી રિપેલેન્ટ છે જેનો ઉપયોગ કબૂતરને ભગાડવા માટે થઈ શકે છે. તેના ઉપયોગથી કબૂતર તમારી બાલકનીમાં આવશે નહીં. જો તમે પણ તમારા ઘરમાં કબૂતરોથી પરેશાન હોવ તો તમે આ નુસ્ખો અજમાવી શકો છો.
Disclaimer: પ્રિય વાંચક, અમારો આ લેખ વાંચવા બદલ તમારો આભાર. અમે તેને લખવા માટે ઘરેલુ નુસ્ખાઓ અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. કઈ પણ અપનાવતા પહેલા એક્સપર્ટની સલાહ ચોક્કસપણે લો. Z 24 કલાક તેના વિશે કોઈ દાવો કરતું નથી.