ઓફિસમાંથી મળેલી દિવાળી ગિફ્ટ ના ગમે તો વાંચો આ સમાચાર
કેટલીક વાર એવું બનતું હોય છે કે, દિવાળીના સમયે ઓફિસમાં કે બીજે ક્યાંથી મળેલાં ગિફ્ટથી તમે નારાજ હોવો. જો તમારી સાથે પણ આવું થયું હોય તો જાણો શું કરવું.
નવી દિલ્હીઃ શું તમે પણ પુરુ વર્ષ દિવાળી ગિફ્ટમાં રાહ જુઓ છો? શું તમને દિવાળી પર મળવા વાળી ગિફ્ટ ખુશી આપે છે? જી, હા ઘણા લોકો હોય છે જે ઓફિસથી મળતા અથવા અન્ય ક્યાંયથી મળતા દિવાળી ગિફ્ટ માટે રાહ જોતા હોય છે. જેમાં, ઘણા લોકો એવા હોય કે તેઓ આ ગિફ્ટથી નારાજ હોય. જો તમારી સાથે પણ એવું થયું છે, તો જાણો આવી પરિસ્થિતિમાં શું કરવું
ગિફ્ટથી નાખુશ થવા પર આ કામ કરો
- ગિફ્ટ લેવાથી ઈન્કાર કરી દો અને આનું કારણ તમારા મેનેજરને મેઇલ કરી જરૂરથી જણાવો.
- ગિફ્ટ પસંદ ના આવા પર HR કે પછી એડમીનને જરૂરથી મેઇલ કરો અને તેમને જણાવો કે સંસ્થા પાસેથી તમને શું ઉમ્મિદ હતી.
- તમારી ઓફિસમાં આ વાતને નોટીસ કરાવો કે તમે ગિફ્ટ સ્વીકાર નથી કર્યું અને કેમ નથી કર્યું તે પણ લોકોને જણાવો.
- જો તમને ગિફ્ટ પસંદ નથી આવી અને તમારે સંસ્થાને આ વિશે જાણ નથી કરવી. તો ગિફ્ટ તમે તમાર સહયોગીને આપી શકો છો. જેને ગિફ્ટ ગમી હોય.
- તમે તમારા ઓફિસના હેલ્પિંગ સ્ટાફને પણ આ ગિફ્ટ આપી શકો છો.
- તમે ગિફ્ટને રસ્તામાં રહેતાં કોઈ જરૂરતમંદને પણ આપી શકો છો. અથવા તો તમારા કોઈ ઓળખીતા ખરેખર જરૂરીયાત હોય તેલોકો આપી શકો છો.
- હાલના સમયે તમે ગિફ્ટથી નાખુશ હોવ તો તમે ચુપચાપ ગિફ્ટ સ્વીકારી લો અને પછી ઓફિસના સજેશન બોક્સમાં પોતાની વાત રાખો.
- જો છેલ્લા કઈ તમને સમજન નહીં આવે તો તમે ગિફ્ટને રિ સેલ કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube