ગુજરાતી ન્યૂઝLifeStyleOil For White Hair: એક-એક સફેદ વાળ થઈ જશે કાળા, બસ આ દેશી તેલનો કરો ઉપયોગ

Oil For White Hair: એક-એક સફેદ વાળ થઈ જશે કાળા, બસ આ દેશી તેલનો કરો ઉપયોગ

Premature White Hair: જો તમે તમારા જીવનમાં વાળ સફેદ થવાની ચિંતા કરી રહ્યાં હોવ તો તમે કુદરતી રીતે આ તેલનો ઉપયોગ કરી તમારા વાળ ફરી કાળા કરી શકો છો.

Oil For White Hair: એક-એક સફેદ વાળ થઈ જશે કાળા, બસ આ દેશી તેલનો કરો ઉપયોગ

Fennel Oil For White Hair: સફેદ વાળ આજના સમયમાં એક સમસ્યા બની ચુકી છે, જેનાથી અનેક યુવાનો પણ પરેશાન છે. પરંતુ આ વાળને ફરી કાળા કરવાનો કોઈ ઉપાય મળતો નથી. જો તમે કેમિકલ યુક્ત હેર ડાઈ કરો છો તો તેનાથી વાળને નુકસાન થવાનો ખતરો રહે છે. તેવા સમયમાં મુશ્કેલ થઈ જાય છે કે સફેદ વાળને કુદરતી રીતે ફરી કાળા કરવામાં આવે. 

સફેદવાળ પર લગાવો વરિયાળીનું તેલ
જ્યારે નાની ઉંમરમાં વાળ સફેદ થવા લાગે તો સમજી જાય કે હવે તેલ બદલવાની જરૂર ઉભી થઈ છે. હેરને કુદરતી રીતે ડાર્ક કરવા માટે વરિયાળીના તેલનો (Fennel Oil) ઉપયોગ કરી શકો છે. તેનાથી વાળ ખરવાની સમસ્યા પણ દૂર થઈ શકે છે. આ તેલને બજારમાંથી ખરીદવાની જરૂર પણ નથી કારણ કે તમે તેને ઘરે તૈયાર કરી શકો છો. 

Add Zee News as a Preferred Source

કેમ ફાયદાકારક છે વરિયાળીનું તેલ?
વરિયાળીમાં મોટી માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ્સ અને ફીટોન્યૂટ્રિએન્ટ્સ હોય છે, જે વાળની મુશ્કેલીથી છૂટકારો મેળવવામાં મદદ કરે છે. આ કારણ છે કે બાળ માટે વરિયાળાના તેલનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે. 

કામની વસ્તું છે વરિયાળી
વરિયાળીનો ઉપયોગ હંમેશા કુદરતી માઉથ ફ્રેશનર તરીકે કરવામાં આવે છે કે પછી ભોજનમાં ટેસ્ટ વધારવા તેનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ વરિયાળીના તેલ વિશે તમે ખુબ ઓછુ સાંભળ્યું હશે, જે ખુબ કામની વસ્તુ છે. 

વરિયાળીનું તેલ ઘરે કરો તૈયાર
સામગ્રી
અડધો કપ વરિયાળી
નાળિયેર કે કસ્ટર ઓઇલ

કઈ રીતે કરશો તૈયાર?
- તેલને તૈયાર કરવા માટે એક વાસણમાં, કસ્ટર ઓઇલ કે નાળિયેરનું તેલ નાખો અને તેમાં વરિયાળી મિક્સ કરો
- આ મિક્સરને થોડો સમય ઉકાળો
- ગરમ થયા બાદ ગેસને ધીમા તાપે રાખો અને થોડો સમય પકાવો.
- અંતમાં તેલ ઠંડુ થયા બાદ તેને બોટલમાં ભરી લો. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી ઘરેલૂ નુસ્ખા અને સામાન્ય માહિતી પર આધારિત છે. તમે કોઈ નિષ્ણાંતની સલાહ લઈ શકો છો. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dhaval Gokani

ધવલ ગોકાણી એક અનુભવી પત્રકાર છે, સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર પક્કડ ધરાવવાની સાથે તેમની પાસે મેઈન સ્ટ્રીમ મીડિયામાં પત્રકારત્વ ક્ષેત્રનો 11 વર

...और पढ़ें

Trending news