)
Winter Hacks: શિયાળામાં બપોર પછી ઠંડીનું જોર વધવા લાગે છે. જેના કારણે ઘર વધારે પડતું ઠંડુ લાગે છે. ઘરમાં પગ મુકવાની સાથે ધ્રુજારી થઈ જાય છે. ઘરમાં પણ ગરમ કપડા પહેરી રાખવા પડે છે. અતિશય ઠંડા ઘરને ગરમ રાખવા માટે ઘણા લોકો હીટરનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ હીટર વિના પણ ઘરને ગરમ રાખી શકાય છે. આજે તમને કેટલીક એવી ટ્રીક્સ જણાવી દઈએ જેની મદદથી તમે ઘરને ગરમ રાખી શકો છો. આ હૈક્સ ફોલો કરશો તો ઘરમાં હુંફ લાગશે.
દરવાજા બંધ રાખો
ઠંડીમાં જ્યારે તડકો આવતો હોય ત્યારે રુમના બારી-દરવાજા ખુલ્લા રાખવા. પરંતુ સાંજ થાય એટલે બારી, દરવાજા બંધ કરી દેવા. તેનાથી ઠંડી હવા રુમની અંદર આવતી બંધ થઈ જશે. અને રુમમાં ઠંડી ઓછી લાગશે. રુમમાં બારી હોય તો તેને પણ બંધ રાખવી.
કાર્ડબોર્ડનો ઉપયોગ કરો
જો રુમમાં કોઈ જગ્યાએથી ઠંડી હવા અંદર આવતી હોય તો તેને કાર્ડબોર્ડથી કવર કરી દો. બારી કે દરવાજાના ગેપમાંથી હવા આવતી હોય તો ત્યાં પણ કાર્ડબોર્ડ લગાડી દો. તેનાથી રુમમાં ગરમાવો રહેશે અને હીટરની જરૂર નહીં પડે.
કારપેટ પાથરો
રુમમાં સૌથી વધારે ઠંડી એટલા માટે લાગે છે કે જમીન ઠંડી હોય છે. ટાઈલ્સની ઠંડકના કારણે રુમમાં ઠંડી લાગે છે. આ સ્થિતિમાં જો તમે રુમમાં કારપેટ પાથરી દેશો તો જમીનની ઠંડકથી બચી જશો. શિયાળામાં રુમમાં કારપેટ પાથરવી જોઈએ. તેનાથી ઠંડી ઓછી થઈ જશે.
બેડશીટ બદલો
ઠંડીમાં બેડ પર પાથરેલી પાતળી ચાદર ઠંડી વધારી શકે છે. તેથી બેડ પર વૂલ કે ફ્લેનેલ બેડશીટનો ઉપયોગ કરો. જો ઠંડી વધારે પડતે તો બેડની ઉપર રજાઈ પાથરવાનું રાખો તેનાથી સુતી વખતે ગરમાવો રહેશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)