)
Cleaning Hacks For Wash Basin: ઘરની સાફ-સફાઈનું ધ્યાન દરેક સ્ત્રી રાખે છે. ખાસ કરીને એવી જગ્યાઓને ખાસ સાફ રાખવી પડે છે જેનો ઉપયોગ વધારે થતો હોય અને જ્યાંથી ગંદકી ફેલાવાની શક્યતા વધારે હોય. આવી જ એક જગ્યા છે વોશ બેસિન. ઘરમાં રહેલી વોશ બેસિન દિવસમાં અનેકવાર યુઝ થાય છે. વારંવાર યુઝ થાય છે તેથી તેમાં ગંદકી પણ જમા થઈ જાય છે. ધીરે ધીરે તેમાં પીળા ડાઘ પડી જાય છે.
વોશ બેસિનમાં થઈ જતા પીળા ડાઘ નોર્મલ સફાઈ દરમિયાન સાફ થતા નથી અને દિવસે ને દિવસે આ ડાઘ ઘેરા થતા જાય છે. વોશ બેસિનમાં દેખાતા પીળા ડાઘથી છુટકારો મહેનત વિના મેળવવો હોય તો આજે તમને તેની રીત જણાવીએ. આ રીત અપનાવીને તમે વોશ બેસિનને ચકાચક ચમકતી કરી શકો છો.
વોશ બેસિન સાફ કરવાના નુસખા
લીંબુ
જો વોશ બેસિનમાં પીળા ડાઘ થવા લાગ્યા છે તો તેને સાફ કરવામાં લીંબુ મદદ કરી શકે છે. લીંબુનો રસ ડાઘ પર લગાડો. અથવા તમે લીંબુની છાલ પણ વોશ બેસિનમાં સારી રીતે ઘસો. લીંબુમાં એસિડ હોય છે જે પીળી ગંદકીને સાફ કરી દેશે અને બેક્ટેરિયાનો પણ નાશ થઈ જશે.
ડિશ ડિટર્જેંટ
પીળા પડેલા વોશ બેસિનને સાફ કરવા માટે ડિશ ડિટર્જેંટનો યુઝ કરી શકાય છે. વોશ બેસિનના પીળા ડાઘને સાફ કરવા માટે આ સૌથી શ્રેષ્ઠ રસ્તો છે. ડિશ ડિટર્જેંટથી વોશ બેસિન સાફ કરશો એટલે બધો જ મેલ નીકળી જશે.
વાઈટ વિનેગર
વોશ બેસિન સાફ કરવા માટે વિનેગરનો ઉપયોગ પણ કરી શકો છો. વોશ બેસિનમાં હાર્ડ વોટરના કારણે પડેલા ડાઘા પણ વિનેગરની મદદથી દુર થઈ જશે. વોશ બેસિનનો નળ પણ વિનેગરથી ક્લીન કરી શકો છો.
બેકિંગ સોડા
બેકિંગ સોડા પીળા પડેલા વોશ બેસિનને સાફ કરવામાં મદદ કરશે. મેટલના સ્ક્રબરથી બેકિંગ સોડા વોશ બેસિન પર લગાડો અને 5 મિનિટ સારી રીતે રગડો. ત્યારબાદ તેને સાફ કરી લો.
હુંફાળુ પાણી અને લીંબુ
જો તમે હુંફાળા પાણીમાં લીંબુ મિક્સ કરીને તેનાથી વોશ બેસિન સાફ કરો છો તો પણ વોશ બેસિનની ચીકાશ અને ડાઘ ધીરે ધીરે દુર થવા લાગશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)