Yoga For Weight Loss: જો તમારું શરીર કોઈપણ કારણસર વધી ગયું છે અને હવે તમે ઝડપથી વધેલું વજન ઘટાડવા માંગો છો તો આ કામ કરવામાં 3 યોગ તમને મદદરુપ થઈ શકે છે. આ 3 યોગ નિયમિત કરવાથી બોડી ફેટમાંથી ફીટ થતા વાર નહીં લાગે.
)
Yoga For Weight Loss: જો તમારું વજન વધી ગયું છે અને તમે ઝડપથી વજન ઓછું કરવા માંગો છો તો યોગ કરવાની શરૂઆત કરી દો. ડાયટિંગ કે જીમમાં કલાકો સુધી એક્સરસાઇઝ કર્યા વિના વજન ઘટાડવું હોય તો યોગ સૌથી બેસ્ટ રસ્તો છે. યોગ કરવાથી શરીર ફીટ રહે છે અને સાથે જ માનસિક શાંતિ અને સંતુલન પણ જળવાય છે. ખૂબ ઓછા લોકો જાણે છે કે વજન ઘટાડવામાં પણ કેટલાક યોગ અસરકારક સાબિત થાય છે.
તમને જાણીને આશ્ચર્ય થશે કે 3 યોગ તો એવા છે જેને કરવાથી શરીરની ચરબી ઝડપથી ઓછી થાય છે કારણ કે આ યોગ મેટાબોલિઝમને બુસ્ટ કરે છે અને ફેટ બર્નિંગ પ્રક્રિયાને ઝડપી કરે છે. પરિણામે શરીરમાં જામેલી વધારાની ચરબી ઝડપથી ઓગળે છે. આજે તમને આ 3 અસરદાર યોગ વિશે જણાવીએ. આ ત્રણ યોગાસન તમારી વેટ લોસ જર્ની માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.
સૂર્ય નમસ્કાર
સૂર્ય નમસ્કાર એક સંપૂર્ણ યોગ અભ્યાસ છે જે શરીરના બધા જ મસલ્સ પર કામ કરે છે. સૂર્ય નમસ્કારમાં કુલ 12 સ્ટેપ હોય છે. જેને કરવાથી શરીર લચકદાર બને છે અને કેલેરી ઝડપથી બાળવામાં મદદ મળે છે. વજન ઘટાડવું હોય તો સવારે ખાલી પેટ 5 રાઉન્ડ સૂર્ય નમસ્કાર કરવા જોઈએ.
કપાલભાતિ
કપાલભાતિ પ્રાણાયામ પેટની ચરબી ઘટાડવા માટે સૌથી બેસ્ટ ગણાય છે. કપાલભાતિ પ્રાણાયામ કરવાથી પાચનતંત્ર પણ સારી રીતે કામ કરે છે જેના કારણે શરીરની ગંદકી બહાર નીકળી જાય છે. કપાલભાતિ કરવાથી મેટાબોલિઝમ બુસ્ટ થાય છે. સવારે ખાલી પેટ પાંચથી દસ મિનિટ સુધી પ્રાણાયામ કરવું જોઈએ.
નૌકાસન
આ યોગાસન ખાસ કરીને પેટ અને સાથળની ચરબી ઓછી કરવામાં મદદ કરશે. નૌકાસન કરવાથી કોર મસલ્સ મજબૂત થાય છે અને શરીરનું બેલેન્સ પણ સુધરે છે. આ આસન કરવાની શરૂઆત નિષ્ણાંતની દેખરેખમાં કરવી જોઈએ. નૌકાસનની સ્થિતિમાં 15 થી 30 સેકન્ડ સુધી રહેવું અને પછી નોર્મલ સ્થિતિમાં આવી જવું જોઈએ.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)