ગુજરાતના ખોબા જેવા ‘ઘાવા’ ગામનો આજે 127મો જન્મદિવસ, દુલ્હનની જેમ શણગારાયું આખું ગામ

 ગીર સોમનાથનાં ઘાવા ગીર ગામને 127 વર્ષ પૂર્ણ થતાં ગ્રામજનોએ શતાબ્દી મહોત્સવની ઉજવણી કરી હતી. ત્રિ-દિવસીય શતાબ્દી મહોત્સવમાં જલયાત્રા, વિષ્ણુયાગ સહિત અનેક ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ઘાવા ગીર ગામની શેરીઓને શણગારવામાં આવી હતી. ઘાવા ગીર ગામની શેરીઓ શણગારાઇ તો, ઘરે ઘરે રંગોળી અને આસોપાલવના આર્કષક સુશોભનથી ગામ ખીલી ઉઠ્યું છે. 

Dec 14, 2018, 09:27 AM IST

હેમલ ભટ્ટ/ગીર-સોમનાથ : ગીર સોમનાથનાં ઘાવા ગીર ગામને 127 વર્ષ પૂર્ણ થતાં ગ્રામજનોએ શતાબ્દી મહોત્સવની ઉજવણી કરી હતી. ત્રિ-દિવસીય શતાબ્દી મહોત્સવમાં જલયાત્રા, વિષ્ણુયાગ સહિત અનેક ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ઘાવા ગીર ગામની શેરીઓને શણગારવામાં આવી હતી. ઘાવા ગીર ગામની શેરીઓ શણગારાઇ તો, ઘરે ઘરે રંગોળી અને આસોપાલવના આર્કષક સુશોભનથી ગામ ખીલી ઉઠ્યું છે. 
 

1/4

મહત્વનું છે કે ગીર સોમનાથનાં તાલાલા ગીરનાં જંગલની ઝાડીઓ વચ્ચે 127 વર્ષ પહેલા કારાવાડીયા પરિવારે તોરણ બાંઘી ઘાવા ગીર ગામ વસાવ્યું હતું.  તે સમયે ગામમાં માત્ર 500 લોકોની વસ્તી હતી અને ઘાવાગીર ટીંબો તરીકે ગામ ઓળખાતું હતું. આજે સવાસો વર્ષ બાદ આ ગામની વસ્તી પાંચ હજારે પહોંચી છે. શતાબ્દી મહોત્સવ અંતર્ગત વિષ્ણુયાગ, રકતદાન, સહીત જુદા જુદા ઘાર્મીક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું.

2/4

અબોલ પક્ષીનો અનેરો ચબુતરો હોય કે નમૂનેદાર મઘ્યાહન ભોજનનો હોલ હોય, પ્રાચીન સાઘનોનો વારસો હોય કે પછી ગામમાં એકતા  દર્શન કરાવતા અનેકવિઘ કાર્યક્રમો હોય, ઘાવા ગીર ગામ અનેકવિધ પ્રેરક પ્રવૃત્તિઓને કારણે હરહંમેશ જિલ્લાભરમાં પ્રખ્યાત રહે છે. આઝાદી પૂર્વેના ઘાવા ગીરના 127 વર્ષ પુરા થતાં સમસ્ત ગ્રામજનો દ્વારા આ શતાબ્દી મહોત્સવ ઉજવવાનું નકકી કરાર્યું છે. જે ર્તગત તા. ૧૨ થી ૧૪ સુધી ત્રિદિવસીય શતાબ્દી મહોત્સવનું ભવ્ય આયોજન હાથ ધરાયું છે.  આ શતાબ્દી મહોત્સવની વિશેષતાની વાત કરીએ તો દરેક ઘરને શણગાર કરવામા આવ્યો છે. સમસ્ત ગામને નવોઢાની જેમ અનેરા સાજ શણગારથી સજાવ્યું છે. સાસરે વળાવેલી દરેક દીકરીઓને ખાસ તેડાવીને તેમના હસ્તે વિષ્ણુયાગમાં આહુતી અપાવાી હતી. 

3/4

ગામ યુવાનો દ્વારા છેલ્લા બે મહિનાથી આ મહોત્સવની તૈયારીઓ કરી રહ્યા હતા. સવારે ગામની બહેનો-દીકરીઓ દ્વારા જળયાત્રા યોજાઇ હતી, જેઓએ આખા ગામનું પરિભ્રમણ કર્યું હતું. મહોત્સવ અંતર્ગત વિષ્ણુયાગ, રકતદાન સહિત જુદા જુદા ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાનાર છે તેવું ગામના યુવક નરસિંહ કારાવડીયાએ જણાવ્યું હતું. 

4/4

ઘાવા ગીરની 127 વર્ષની વિકાસ યાત્રા પર એક નજર કરીએ તો... 127 વર્ષ પહેલા ગીરના જંગલમાં 5૦૦ માણસોની વસ્તી સાથે તે વસાવવામાં આવ્યું હતું. ગામમાં વસવાટ કરતાં મુખ્ય પરિવારોમાં પટેલ સમુદાય વધુ છે. ગામમાં 927 ખાતેદારો છે. જેમની પાસે કુલ 867 હેકટર જમીન છે. અહીંની મુખ્ય ખેતી બગાયત છે, જેમાં 9૦ હજાર કેસર કેરીના આંબા છે. ગામના ખેડૂતોને ઉપયોગી થવા માટે ગીર જંગલ હોવા છતાં ગીર પંથકની અગ્રીમ સેવા સહકારી મંડળી કાર્યરત છે.