Bonus Share: સ્મોલકેપ કંપનીનો શેર BSE પર 10%થી વધુ ઉછળીને 199.85 રૂપિયા પર પહોંચી ગયો છે. કંપનીના શેરમાં આ વધારો બોનસ શેરની રેકોર્ડ ડેટ પર આવ્યો છે. કંપનીએ તેના શેરધારકોને 3:1ના રેશિયોમાં બોનસ શેર ભેટમાં આપ્યા છે. કંપનીનું માર્કેટ કેપ 10,800 કરોડ રૂપિયાને પાર કરી ગયું છે.