close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

ક્રિકેટ રેકોર્ડઃ વનડે ક્રિકેટ ઈતિહાસની ત્રણ સૌથી મોટી ભાગીદારી

ક્રિકેટની વાત કરીએ તો કહેવામાં આવ છે કે બેટિંગ દરમિયાન બે ખેલાડીઓ વચ્ચે મોટી ભાગીદારી થવી ખૂબ મહત્વપૂર્ણ છે. મેચ લિમિટેડ ઓવરની હોય કે ટેસ્ટ. જો બે બેટ્સમેનો મોટી ભાગીદારી કરે તો તેનો ફાયદો ટીમને મળે છે. આજે અમે વનડે ક્રિકેટની તે 3 ભાગીદારીઓની વાત કરી રહ્યાં છીએ જે વનડે ઈતિહાસની અત્યાર સુધીની સૌથી મોટી ભાગીદારીમાં સામેલ છે. આ ત્રણમાંથી બે ભાગીદારી તો ભારતીય બેટ્સમેનો દ્વારા બનાવવામાં આવી છે.   

Feb 11, 2019, 07:10 AM IST

વનડે ક્રિકેટ ઈતિહાસની સૌથી મોટી ત્રણ ભાગીદારી 

1/3

ક્રિસ ગેલ - માર્લન સૈમુઅલ્સ (372 રન, 2015)

ક્રિસ ગેલ - માર્લન સૈમુઅલ્સ (372 રન, 2015)

સામાન્ય રીતે 372 રન બનાવવામાં પૂરી ટીમનું યોગદાન હોય છે પરંતુ 372 રનની ભાગીદારી કરવી એક મુશ્કેલ કામ છે. ક્રિસ ગેલ અને માર્લન સૈમુઅલ્સે 2015ના વિશ્વકપ દરમિયાન ઝિમ્બાબ્વે સામે આ ભાગીદારી કરી હતી. બંન્નેએ માત્ર 290 બોલમાં આ ભાગીદારી કરી હતી. ક્રિસ ગેલે આ મેચમાં પોતાના વનડે કરિયરની પ્રથમ બેવડી સદી ફટકારતા 215 રન બનાવ્યા જ્યારે સૈમુઅલ્સે 133 રનનું યોગદાન આપ્યું હતું. બંન્નેએ આ મેચમાં વિસ્ફોટક બેટિંગ કરી હતી. 

ક્રિસ ગેલ પોતાની આક્રમક રમત માટે જાણીતો છે અને તેણે આ ઈનિંગમાં પણ આક્રમક રૂપ ધારણ કર્યું હતું. જેથી બંન્ને વચ્ચે આટલી મોટી ભાગીદારી થઈ હતી. વનડે ક્રિકેટમાં આ કોઈપણ વિકેટ માટે કરવામાં આવેલી સૌથી મોટી ભાગીદારી છે. 

2/3

સચિન તેંડુલકર - રાહુલ દ્રવિડ (331 રન, 1999)

સચિન તેંડુલકર - રાહુલ દ્રવિડ (331 રન, 1999)

331 રનની ભાગીદારી ભારતીય ટીમના પૂર્વ બેટ્સમેન રાહુલ દ્રવિડ અને ક્રિકેટની દુનિયાના ભગવાન સચિન તેંડુલકર વચ્ચે થઈ હતી. રાહુલ દ્રવિડ અને સચિન તેંડુલકરે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ હૈદરાબાદમાં માત્ર 227 બોલમાં 331 રન બનાવી દીધા હતા. આ મેચમાં સચિને 186 અને દ્રવિડે 153 રન બનાવ્યા હતા. આ મેચમાં ભારતનો 174 રનથી વિજય થયો હતો. 

1999માં હૈદરાબાદમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમાયેલી મેચમાં સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડે એક મજબૂત ભાગીદારી કરી હતી. પ્રથમ વિકેટ પડ્યા બાદ સચિનની સાથે દ્રવિડ મેદાન પર આવ્યો હતો. ટીમે બીજી વિકેટ રાહુલ દ્રવિડના રૂપમાં ગુમાવી હતી. તેણે 153 રન બનાવ્યા હતા. સચિન 186 રન બનાવી અણનમ રહ્યો હતો.   

3/3

સૌરવ ગાંગુલી - રાહુલ દ્રવિડ (318 રન, 1999)

સૌરવ ગાંગુલી - રાહુલ દ્રવિડ (318 રન, 1999)

વનડે ક્રિકેટ ઈતિહાસની ત્રીજી સૌથી મોટી ભાગીદારીનો રેકોર્ડ પણ ભારતીય ખેલાડીઓના નામે છે.  આ રેકોર્ડ સૌરવ ગાંગુલી અને રાહુલ દ્રવિડના નામે નોંધાયેલો છે. બંન્નેએ 1999માં શ્રીલંકા વિરુદ્ધ ટાઇટનમાં 318 રનની ભાગીદારી કરી હતી.

318 રનની ભાગીદારી શ્રીલંકા વિરુદ્ધ એક મેચાં ભારતીય ટીમના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન રાહુલ દ્રવિડ અને ગાંગુલી વચ્ચે થઈ હતી. 318 રનની ભાગીદારી માત્ર 270 બોલનો સામનો કરીને બનાવવામાં આવી હતી. આ મેચમાં સૌરવ ગાંગુલીએ પોતાના વનડે કરિયરનો સર્વોચ્ચ સ્કોર 183 રન બનાવ્યા હતા અને  ભારત આ મેચ 157 રનથી જીત્યું હતું.