Ayurvedic Kadha: શરદી, ઉધરસ, કફથી તુરંત રાહત આપે એવા 5 આયુર્વેદિક કાઢા
Ayurvedic Kadha For Cold and Cough: ભારતીય મસાલા શક્તિશાળી છે. શિયાળામાં જો આમાંથી કેટલાક મસાલાને નિયમિત ખાસ રીતે લેવામાં આવે તો શરદી, ઉધરસ, કફ જેવી સમસ્યા દુર થઈ શકે છે. આજે તમને ઘરના રસોડાના મસાલામાંથી બનતા 5 કાઢા વિશે જણાવીએ જે શરદી, ઉધરસ, કફ, ગળામાં દુખાવો જેવી તકલીફમાં તુરંત રાહતનો અનુભવ કરાવશે.
આદુ, તજ અને તુલસી

શરદી અને ઉધરસ મુખ્ય રીતે કફ દોષના કારણે થાય છે. તેથી આ સમસ્યામાં ગરમ, તીખા ગુણ ધરાવતા મસાલા લાભ કરે છે. તેના માટે પાણી અથવા દૂધમાં આદુ, તજ, મરી અને તુલસી ઉમેરી ઉકાળો બનાવી શકો છો.
તુલસી-આદુ

તુલસી અને આદુ સૌથી ઝડપથી અસર કરે છે. તેનાથી ઈમ્યુનિટી બુસ્ટ થાય છે. એક ગ્લાસ પાણીમાં 10 થી 12 તુલસીના પાન અને 1 ઈંચનો આદુનો ટુકડો મિક્સ કરી ઉકાળો બનાવો. આ ઉકાળો દિવસમાં 2 વખત પીવાથી લાભ થાય છે.
મુલેઠી અને તુલસી

તુલસી અને મુલેઠીનો કાઢો પણ લાભ કરે છે. મુલેઠી ગળાની બળતરાને શાંત કરે છે અને તુલસી રોગપ્રતિકારક શક્તિ વધારે છે. આ ઉકાળો ગરમ પડી શકે છે તેથી દિવસમાં એક જ વાર આ ઉકાળો પીવો.
કાળા મરી, લવિંગ અને તજ

કાળા મરી અને લવિંગ સાથે તજ ઉમેરી ઉકાળો બનાવી પી શકાય છે. આ ઉકાળો પણ ગરમ તાસીરનો હોય છે તેનાથી શરદી મટે છે પરંતુ વધારે પ્રમાણમાં આ ઉકાળો પીવો નહીં.
ગોલ્ડન મિલ્ક

હળદર અને દૂધને ગોલ્ડન મિલ્ક કહેવામાં આવે છે. આ દૂધ શરીરને આરામ આપે છે અને ગળાની તકલીફને શાંત કરે છે.
ગિલોય અને આદુ

ગિલોય અને આદુનો ઉકાળો પણ શરદી, ઉધરસમાં ફાયદો કરે છે. આયુર્વેદમાં ગિલોયને અમૃત માનવામાં આવે છે. આદુ સાથે ગિલોય લેવાથી ઈન્ફેકશન ઝડપથી મટે છે.

Trending Photos




