નોર્થ-ઈન્ડિયા નહીં પરંતુ દક્ષિણ ભારતનું આ રાજ્ય છે સ્વર્ગ, જલ્દી બનાવો ફરવાનો પ્લાન
આપણા દેશમાં મોટા ભાગના લોકો નોર્થ-ઈન્ડિયા ફરવા જાય છે, પરંતુ આજે અમે તમને જણાવીશું દક્ષિણ ભારતના આંધ્ર પ્રદેશ રાજ્યમાં ફરવાની સુંદર જગ્યા વિશે, જ્યાં પહોંચી તમને અલગ અનુભવ થશે.
અમરાવતી
આંધ્ર પ્રદેશ ફરવા આવેલા પર્યટક જે બૌદ્ધ ધર્મના ફોલોવર છે તેના માટે આ સ્થાન ખાસ છે. અહીં પર પ્રાચીન બૌદ્ધ સ્થળ, જે બૌદ્ધ ધર્મના ઈતિહાસ માટે મહત્વપૂર્ણ છે.
વિજયવાડા
કૃષ્ણા નદીના કિનારે આવેલું વિજયવાડા એક શાનદાર પર્યટન સ્થળ છે. જો તમે આંધ્ર પ્રદેશ જાવ તો આ જગ્યાની જરૂર મુલાકાત લેજો.
અરાકૂ ઘાટી
પ્રાકૃતિક સુંદરતા માટે જાણીતી અરાકૂ ઘાટી એક શાનદાર ઘાટી છે, તે પોતાના કોફીના બગીચા અને સુંદર ઝરણા માટે જાણીતી છે. અહીં પર્યટકો મોટી સંખ્યામાં ફરવા આવે છે.
વિશાકાપટ્ટનમ
વિશાખાપટ્ટનમ જે વાઇઝેગના નામથી જાણીતું છે, આ જગ્યા સમુદ્રી કિનારા માટે જાણીતી છે જેમ કે અરકાટી બીચ, સિમાંગ બીચ અને રામેશ્વરમ બીચ હાજર છે. અહીં ફરવાની તમને ખૂબ મજા આવશે.
તિરૂપતિ
આંધ્ર-પ્રદેશ ફરવા જાય તો લોકો શ્રી વેંકટેશ્વર મંદિર જે ભગવાન વિષ્ણુને સમર્પિત છે ત્યાં જરૂર દર્શન કરે છે. હિંધુ ધર્મમાં આ મંદિરનું ખૂબ મહત્વ છે.
Trending Photos