Photos : 5 ક્રિકેટર્સ લગ્ન પહેલા બન્યા હતા પિતા, જેમાં 2 તો ઈન્ડિયન છે

ક્રિકેટર્સ જેટલા ફેમસ ક્રેકિટ મેદાન પર પોતાના ગેમને કારણે હોય છે, તેટલા જ તેમની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે. પછી ભલે તે લગ્ન હોય કે પછી અફેર સાથે જોડાયેલ તેમના ખબર. તેમની દરેક ખબર સમાચાર બની જાય છે. હવે બધા જાણી ગયા છે કે, ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાના પરિવારમાં 30 જુલાઈના રોજ દીકરાનો જન્મ થયો છે. જોકે, અત્યાર સુધી નતાશા સ્ટૈનકોવિક સાથે તેમના લગ્ન થયા નથી. જોકે, હાર્દિક જ એવા ક્રિકેટર નથી, જેઓ લગ્ન પહેલા પિતા બન્યા છે. આ લિસ્ટમાં અનેક નામ સામેલ છે. તો આવો જાણીએ એવા પ્લેયર્સ વિશે જેઓ લગ્ન પહેલા જ પિતા બની ચૂક્યા છે. 

Jul 31, 2020, 01:05 PM IST

નવી દિલ્હી઼ :ક્રિકેટર્સ જેટલા ફેમસ ક્રેકિટ મેદાન પર પોતાના ગેમને કારણે હોય છે, તેટલા જ તેમની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે. પછી ભલે તે લગ્ન હોય કે પછી અફેર સાથે જોડાયેલ તેમના ખબર. તેમની દરેક ખબર સમાચાર બની જાય છે. હવે બધા જાણી ગયા છે કે, ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાના પરિવારમાં 30 જુલાઈના રોજ દીકરાનો જન્મ થયો છે. જોકે, અત્યાર સુધી નતાશા સ્ટૈનકોવિક સાથે તેમના લગ્ન થયા નથી. જોકે, હાર્દિક જ એવા ક્રિકેટર નથી, જેઓ લગ્ન પહેલા પિતા બન્યા છે. આ લિસ્ટમાં અનેક નામ સામેલ છે. તો આવો જાણીએ એવા પ્લેયર્સ વિશે જેઓ લગ્ન પહેલા જ પિતા બની ચૂક્યા છે. 

1/5

જો રુટ

જો રુટ

ઈંગ્લેન્ડના શાનદાર બેટ્સમેન અને કેપ્ટન જો રુટ લગ્ન પહેલા જ પિતા બની ચૂક્યા છે. તેમના દીકરાનો જન્મ વર્ષ 2017માં થયો હતો, જેના બાદ તેઓએ વર્ષ 2018માં પોતાની ગર્લફ્રેન્ડ કૈરી કોટેલ સાથે લગ્ન કર્યાં હતા. હાલમાં જ જો રુટ એકવાર ફરીથી પિતા બન્યા છે. તેમની પત્નીએ જુલાઈમા એક દીકરીને જન્મ આપ્યો હતો. 

2/5

ડેવિડ વોર્નર

ડેવિડ વોર્નર

ઓસ્ટ્રેલિયાના ડાબોટી બેટ્સમેન ડેવિડ વોર્નરે વર્ષ 2015માં ફેમસ મોડલ કૈન્ડિસ ફાલઝન સાથે લગ્ન કર્યાં હતા. પરંતુ વોર્નર પણ લગ્ન પહેલા પિતા બની ચૂક્યા હતા. વર્ષ 2014માં કૈન્ડિસે ડેવિડ વોર્નરના પહેલા સંતાનને જન્મ આપ્યો હતો. 

3/5

વિવિયન રિચર્ડસ

વિવિયન રિચર્ડસ

વેસ્ટ ઈન્ડીઝના દિગ્ગજ બેટ્સમેન સર વિવિયન રિચર્ડસ અને બોલિવિડ એક્ટ્રેસ નીના ગુપ્તાનું અફેર સમાચારોમાં ચગ્યું હતું. તમને જણાવી દઈએ કે, નીના વિવિયન રિચર્ડસની એક દીકરી પણ છે, જેનું નામ મસાબા છે. જોકે, નીના અને વિવિયને ક્યારેય લગ્ન ન કર્યા. નીનાએ પોતાની દીકરીને એકલા હાથે ઉછેરી છે. 

4/5

ક્રિસ ગેલ

ક્રિસ ગેલ

આ લિસ્ટમાં ક્રિસ ગેલનું નામ પણ સામેલ છે. વેસ્ટ ઈન્ડીઝના મહાન ક્રિકેટર ક્રિસ ગેલે વર્ષ 2009માં પોતાની ગર્લફ્રેન્ડ નતાશા સાથે લગ્ન કર્યાં હતા. તેના એક વર્ષ પહેલા એટલે કે વર્ષ 2008માં જ ગેલ અને નતાશા એક દીકરીના માતાપિતા બની ચૂક્યા હતા.

5/5

વિનોદ કાંબલી

વિનોદ કાંબલી

સચિન તેંડુલકરના જિગરી મિત્ર વિનોદ કાંબલીએ પોતાની પહેલી પત્ની નોએલા લૈવિસને તલાક આપ્યા બાદ ફેશન મોડલ આંદ્રયા હૈવિટ સાથે પ્રેમ પ્રકરણ શરૂ કર્યું હતું. કાંબલી અને આંદ્રયાની વચ્ચે અફેલ ચાલ્યું અને આ દરમિયાન વર્ષ 2010માં આંદ્રયા કાંબલીના બાળકની માતા બની હતી. જોકે, દીકરાના લગ્ન બાદ વર્ષ 2014માં જ તેઓએ લગ્ન કર્યાં હતા.