Paneer Starter: પનીર ટીક્કા સિવાય પનીરમાંથી ફટાફટ બની જતાં 5 અફલાતૂન સ્ટાર્ટર, ખાઈને મહેમાન ખુશ થઈ જશે

Written ByKrupa Shah
Published: Jul 31, 2025, 05:09 PM IST|Updated: Jul 31, 2025, 05:09 PM IST

Paneer Starter Easy Recipes: ઘરમાં પાર્ટી હોય કે રાત્રે પનીરની આઈટમ ખાવાની ઈચ્છા થઈ હોય તો પનીરમાંથી બનતી આ 5 વાનગીઓ તમે બનાવી શકો છો. પનીરના આ સ્ટાર્ટર ઝટપટ બની જાય છે. આ વાનગીઓનો સ્વાદ પણ એટલો મસ્ત હોય છે કે તેને ખાનાર આંગળા ચાટી જાય.
 

પનીર ફ્રાય1/6

પનીર ફ્રાય

પનીરમાંથી પનીર ફ્રાય બનાવવું એકદમ ઈઝી છે. પનીરના મોટા મોટા ચોરસ ટુકડા કરી લેવા. એક પેનમાં બટર ગરમ કરો. તેમાં જીરું અને કસુરી મેથી ફ્રાય કરી તેમાં પનીર એડ કરો. સાથે જ મરી પાવડર, મરચું પાવડર, મીઠું અને ચાટ મસાલો છાંટો. પનીરને 5 મિનિટ ફ્રાય કરો અને પછી ગેસ બંધ કરી ગરમાગરમ પનીર ફ્રાય લીંબુનો રસ ઉમેરી સર્વ કરો.  

હરિયાલી પનીર2/6

હરિયાલી પનીર

હરિયાલી પનીર બનાવવા માટે પનીરના ટુકડા કરી લો. એક મિક્સર જારમાં લીલા ધાણા, લીલા મરચાં, લીંબુનો રસ, ફુદીનાના પાનની પેસ્ટ બનાવો. આ પેસ્ટને દહીંમાં મિક્સ કરો અને સાથે પનીર એડ કરી દો. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી પનીરને 30 મિનિટ દહીંમાં સેટ થવા દો. ત્યારબાદ તવા પર પનીરને બટર સાથે શેકી લો.  

ગાર્લિક પનીર ફ્રાય3/6

ગાર્લિક પનીર ફ્રાય

ગાર્લિક પનીર ફ્રાય બનાવવું પણ ઈઝી છે. એક પેનમાં બટર ગરમ કરી તેમાં લસણની પેસ્ટ, ચીલી ફ્લેક્સ અથવા લાલ મરચું પાવડર, વાઈટ વિનેગર ઉમેરી તેમાં પનીરના ટુકડા અને મીઠું ઉમેરો. હાઈ ફ્લેમ પર પનીરને ગાર્લિકના મસાલામાં સાંતળો અને પછી ગરમાગરમ સર્વ કરો.  

પનીર પકોડા4/6

પનીર પકોડા

એક બાઉલમાં ચણાનો લોટ લેવો. તેમાં મીઠું, અજમા, થોડી હળદર ઉમેરી બેટર તૈયાર કરો. આ બેટર ભજીયાના બેટર કરતાં વધારે ઘટ્ટ રાખવું. ત્યારબાદ તેમાં પનીરના ટુકડા બોળી ગરમ તેલમાં તળી લો. પનીર પકોડા ચાટ મસાલો છાંટી સર્વ કરવા.  

પનીર બોલ5/6

પનીર બોલ

પનીર બોલ બનાવવા પણ ઈઝી છે. પનીર અને બાફેલા બટેટાને મેશ કરી મિક્સ કરો. તેમાં મરચું પાવડર, મીઠું, લીલા ધાણા મિક્સ કરી નાના નાના બોલ બનાવી લો. ત્યારબાદ એક બાઉલમાં કોર્નફ્લોરની સ્લરી તૈયાર કરો. આ સ્લરીમાં તૈયાર કરેલા બોલ ડીપ કરી બ્રેડક્રમ્સમાં રગદોળી ગરમ તેલમાં તળી લો. પનીર બોલમાં તમે ચીઝનું સ્ટફીંગ પણ કરી શકો છો.  

6/6