ભારતીય ક્રિકેટની 5 ઐતિહાસિક તસ્વીરો

ટીમ ઈન્ડિયાએ ભારતીય દર્શકોને ક્રિકેટના મેદાન પર ઘણી યાદગાર ક્ષણ આપી છે. પરંતુ 1980 પહેલા એવી ઘણી યાગદાર ઘટનાઓ બની જેને તે સમયે ટેકનોલોજીના અભાવને કારણે રેકોર્ડ ન થઈ શકી. પરંતુ 1980 બાદ ટેક્નોલોજીના ક્ષેત્રમાં આવેલા ક્રાંતિકારી પરિવર્તનને કારણે ભારતીય ક્રિકેટ ઈતિહાસની તમામ મહત્વપૂર્ણ ઘટનાઓ આજે આપણે જોઈ શકીએ છીએ.   

Jan 19, 2019, 07:10 AM IST

દ્રષ્ય માધ્યમની સાથે હંમેશા ખેલાડીઓ અને દર્શકોને ઉંડો લગાવ રહ્યો છે. ભારત માટે સર્વાધિક વિકેટ ઝડપનાર બોલર અનિલ કુંબલેને પોતાના કરિયર દરમિયાન તમામ ખાસ પળોને કેમેરામાં કેદ કરી લેવાની આદત હતી. જો કોઈ પોતાના પ્રવાસમાં ભારતીય ક્રિકેટની સફર કેવી હતી તે જાણવા ઈચ્છો તો કુંબલેની પાસે અનેક તસ્વીરો તૈયાર હોય છે. 

આજે અમે આવી પાંચ પ્રતિષ્ઠિત તસ્વીરો વિશે વાત કરવાના છીએ જે ભારતીય ક્રિકેટના ગૌરવપૂર્ણ ઈતિહાસની સાક્ષી છે. 

1/5

વિશ્વકપ 2011ના ફાઇનલમાં ધોનીની ઐતિહાસિક સિક્સ

વિશ્વકપ 2011ના ફાઇનલમાં ધોનીની ઐતિહાસિક સિક્સ

વિશ્વકપ 2011નું આયોજન ભારતીય ઉપમહાદ્વિપમાં થયું હતું. યુવરાજ સિંહ આ ટૂર્નામેન્ટનો હીરો રહ્યો હતો. ક્વાર્ટર ફાઇનલમાં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું અને સેમી ફાઇનલમાં પાકિસ્તાનને હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. 

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને શ્રીલંકા વચ્ચે ફાઇનલ રમાઈ હતી. લંકાએ પ્રથમ બેટિંગ કરતા 274 રન બનાવ્યા હતા. આ લક્ષ્યનો પીછો કરતા ભારતની ઓપનિંગ જોડી ઝડપથી આઉટ થઈ ગઈ હતી. વિરાટ અને ગંભીરે ભારતને 100ની પાર પહોંચાડ્યું હતું. ત્યારબાદ વિરાટ પણ પોતાની વિકેટ ગુમાવી બેઠો હતો. 

ત્યારબાદ ધોનીએ પોતાના બેટિંગ ક્રમમાં ફેરફાર કર્યો અને તે યુવરાજની આગળ મેદાને આવી ગયો હતો. ગંભીર માત્ર ત્રણ રનથી પોતાની સદી ચુકી ગયો હતો. ત્યારબાદ ધોની અને યુવરાજે ભારતને જીત અપાવી હતી. ધોનીએ વિજયી છગ્ગો ફટકારીને ભારતને વિશ્વકપ અપાવ્યો હતો. તેની આ તસ્વીર આજેપણ ક્રિકેટપ્રેમીઓ યાદ કરી રહ્યાં છે. 

2/5

ટી20 વિશ્વકપ 2007માં ભારતની જીત

ટી20 વિશ્વકપ 2007માં ભારતની જીત

વર્ષ 2007માં રમાયેલા પ્રથમ ટી20 વિશ્વકપમાં ભારતીય ટીમ યુવા કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં મેદાને ઉતરી હતી. ભારતની યુવા ટીમે શાનદાર પ્રદર્શન કરતા ફાઇનલમાં જગ્યા બનાવી હતી. યુવરાજ સિંહે દરેક મેચમાં દમદાર બેટિંગ કરીને ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી ફાઇનલ  મેચમાં ગૌતમ ગંભીરના 75 રનની મદદથી ટીમ ઈન્ડિયાએ 5 વિકેટે 157 રન બનાવ્યા હતા. 

પાકિસ્તાનની શરૂઆત ખરાબ રહી અને તેણે 76 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ કેપ્ટન મિસ્બાહ ઉલ હકના ખભે તમામ ભાર આવી ગયો હતો. મિસ્બાહની ઈનિંગના કારણે મેચ અંતિમ ઓવરમાં પહોંચી હતી. જોગિંદર શર્માની તે ઓવરમાં પાકને જીતવા માટે ચાર બોલમાં 6 રનની જરૂર હતી. મિસ્બાવ સ્કૂપ શોટ મારવાના પ્રયાસમાં પોતાની વિકેટ ગુમાવી બેઠો અને ભારતીય ટીમે પ્રથમ ટી20 વિશ્વકપ પોતાના નામે કરી લીધો હતો. 

3/5

2002ની નેટવેસ્ટ ફાઇનલ, ગાંગુલીએ કાઢી ટી-શર્ટ

2002ની નેટવેસ્ટ ફાઇનલ, ગાંગુલીએ કાઢી ટી-શર્ટ

ભારત, શ્રીલંકા અને ઈંગ્લેન્ડ વચ્ચે 2002માં ત્રિકોણીય નેટવેસ્ટ સ્પર્ધાનું આયોજન ઈંગ્લેન્ડમાં કરવામાં આવ્યું હતું. ટૂર્નામેન્ટની ફાઇનલ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ હતી. પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડે 50 ઓવરમાં 5 વિકેટે 325 રન ફટકાર્યા હતા. 

300થી વધુ રનનો પીછો કરતા ભારતના ઓપનરોએ શાનદાર શરૂઆત અપાવી હતી. ગાંગુલી અને વીરૂએ 15 ઓવરમાં 100 રન બનાવી લીધા હતા. ત્યારબાદ બંન્ને બેટ્સમેનો આઉટ થઈ ગયા હતા. 25 ઓવર પૂરી થાય તે પહેલા ભારતની અડધી ટીમ 146 રન બનાવી આઉટ થઈ ગઈ હતી. 

ત્યારબાદ યુવા મોહમ્મદ કેફ અને યુવરાજ સિંહે શાનદાર બેટિંગ કરી હતી. બંન્નેએ 121 રનની ભાગીદારી કરી જેમાં યુવરાજના 69 રન સામેલ હતા. 

યુવરાજ આઉટ થયા બાદ કેફ મેદાનમાં ઉભો રહ્યો અને ભારતને ઐતિહાસિક જીત અપાવી હતી. આ જીતનો જશ્ન મનાવતા કેપ્ટન સૌરવ ગાંગુલીએ લોર્ડ્સની બાલ્કનીમાં પોતાનું ટી-શર્ટ કાઢીને હરાવમાં ફેરવ્યું હતું. આ તસ્વીર પણ આજે ભારતીય દર્શકોના માનસપટલ પર છવાયેલી છે. 

4/5

લક્ષ્મણ અને દ્રવિડની ઓસ્ટ્રેલિયા સામે દિવસભર બેટિંગ

લક્ષ્મણ અને દ્રવિડની ઓસ્ટ્રેલિયા સામે દિવસભર બેટિંગ

વર્ષ 2011માં ઓસ્ટ્રેલિયાની ટીમ ત્રણ ટેસ્ટ મેચોની સિરીઝ રમવા માટે ભારત આવી ગતી. યજમાન ટીમ ભારત આવતા પહેતા સતત 15 ટેસ્ટ મેચ જીતી ચુકી હતી, ભારતને મુંબઈ ટેસ્ટમાં હરાવીને ઓસિએ 16મી જીત પણ મેળવી લીધી હતી. ત્યારબાદ કોલકત્તા ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા 445 રન બનાવ્યા, જેના જવાબમાં ભારતીય ટીમ 171 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. 

ભારતે ત્રીજા દિવસે બીજીવાર બેટિંગ કરવા ઉતરવું પડ્યું હતું. ત્રીદા દિવસે અંત સુધીમાં ભારતે બીજી ઈનિંગમાં 4 વિકેટે 254 રન બનાવી લીધા હતા. લક્ષ્મણ અને રાહુલ દ્રવિડ ક્રમશઃ 109 અને 7 રન બનાવી અણનમ હતા, પરંતુ ભારતની હાર નિશ્ચિત જણાવી હતી. 

આશ્ચર્યજનક રીતે દ્રવિડ અને લક્ષ્મણ કોઈપણ વિકેટ ગુમાવ્યા વિના દિવસભર બેટિંગ કરી, જેના કારણે ચોથા દિવસના અંતે ભારતે ચાર વિકેટના નુકસાન પર 589 રનનો વિશાળ સ્કોર બનાવી લીધો હતો. લક્ષ્મણે અણનમ 275 કરિયરનો સર્વોચ્ચ સ્કોર બનાવ્યો. તો દ્રવિડ 155 રન બનાવી નોટઆઉટ હતો. આ તસ્વીર તે સમયે લેવામાં આવી હતી, જ્યારે બંન્ને બેટ્સમેનો ઓસ્ટ્રેલિયાના ખતરનાક બોલિંગ આક્રમણને ટેસ્ટના ચોથા દિવસે રમીને ડ્રેસિંગ રૂમમાં પરત આવી રહ્યાં હતા. ભારતે આ મેચ જીતીને ઓસ્ટ્રેલિયાનો વિજય રથ રોક્યો હતો. 

5/5

વિશ્વકપ 1983માં ભારતની યાદગાર જીત

વિશ્વકપ 1983માં ભારતની યાદગાર જીત

વેસ્ટ ઈન્ડિઝની શક્તિશાળી ટીમે સૌથી પહેલા આયોજીત વિશ્વકપ જીત્યા બાદ 1979નો વિશ્વકપ પણ પોતાના નામે કર્યો હતો. 1983નો વિશ્વકપ જીતીને કેરેબિયન ટીમ પાસે સતત ત્રીજીવાર ઈતિહાસ રચવાની શાનદાર તક હતી. બીજી તરફ ભારતીય ટીમે દુનિયાને ચોંકાવતા વિશ્વકપના ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. વિન્ડિઝ તે સમયે ત્રીજીવાર વિશ્વકપ જીતવાનું પ્રબળ દાવેદાર હતું. 

ભારતીય ટીમ માટે ફાઇનલમાં પ્રથમ બેટિંગ કરવી નુકસાનકારક સાબિત થઈ હતી. ભારતીય ટીમ માત્ર 183 રન બનાવવામાં સફળ રહી જે વિન્ડિઝ માટે સરળ લક્ષ્ય મનાતો હતો. લક્ષ્યનો પીછો કરતા વેસ્ટ ઈન્ડિઝને સારી શરૂઆત મળી તો ભારતને હાર નક્કી જણાતી હતી. તે સમયે ભારતીય કેપ્ટન કપિલ દેવે સર વિવિયન રિચર્ડ્સનો અવિશ્વસનીય કેચ ઝડપી લીધો હતો. 

ત્યારબાદ ભારતીય ટીમે શાનદાર બોલિંગ કરી અને વિન્ડિઝ 140 રન પર ઓલઆઉટ થઈ ગયું હતું. કપિલ દેવની આગેવાનીમાં ભારતીય ટીમે ઈતિહાર રચ્યો હતો. આ ક્ષણની ભારતીય દર્શકો પ્રતિક્ષા કરી રહ્યાં હતા. તમામને ચોંકવતા ભારતીય ક્રિકેટ ટીમે પ્રથમ વિશ્વકપ જીત્યો હતો. કપિલ દેવ જ્યારે ટ્રોફી લેવા પહોંચ્યો, તે સમયે ખેંચવામાં આવેલી તસ્વીર ભારતીય ક્રિકેટના ઈતિહાસની સર્વશ્રેષ્ઠ તસ્વીર માનવામાં આવે છે.