BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી આ 5 ખેલાડીઓનું કપાયું પત્તુ...એક તો છે રોહિત શર્માનો ખાસ

BCCI Central Contract : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા જારી કરાયેલા પુરૂષ ખેલાડીઓના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી ઘણા ખેલાડીઓને પડતા મૂકવામાં આવ્યા છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂકેલા રવિચંદ્રન અશ્વિનનું નામ આ યાદીમાં સૌથી ઉપર છે. ત્યારે આ લેખમાં જાણી લઈએ કે તેના સિવાય અન્ય કયા નામો યાદીમાંથી ગાયબ છે.

1/6
image

BCCI દ્વારા સોમવારે જાહેર કરાયેલ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં ભારતના ટેસ્ટ અને ODI કેપ્ટન રોહિત શર્મા અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીને ટોચની શ્રેણીમાં યથાવત રાખવામાં આવ્યા છે, જ્યારે શ્રેયસ અય્યર અને ઈશાન કિશન આ યાદીમાં વાપસી કરી છે. તો હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી, અભિષેક શર્મા અને નીતિશ કુમાર રેડ્ડીના રૂપમાં ચાર નવા ખેલાડીઓનો સમાવેશ કરાયો છે. ત્યારે કયા ખેલાડીઓને કોન્ટ્રાક્ટમાંથી હટાવ્યા છે તેના પર એક નજર કરીએ.  

રવિચંદ્રન અશ્વિન

2/6
image

યાદીમાંથી બહાર રહેલા ખેલાડીઓમાં સૌથી મોટું નામ રવિચંદ્રન અશ્વિનનું છે. અશ્વિને ભારતીય ટીમના ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન બોર્ડર ગાવસ્કર ટ્રોફી દરમિયાન નિવૃત્તિની જાહેરાત કરી હતી. આ પ્રવાસમાં ભારતીય ટીમને એટલી શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો કે કેપ્ટન રોહિત શર્મા છેલ્લી મેચની પ્લેઈંગ-11માંથી બહાર રહ્યો હતો. 

શાર્દુલ ઠાકુર

3/6
image

લોર્ડ શાર્દુલ તરીકે જાણીતા આ ખેલાડીએ છેલ્લે ડિસેમ્બર 2023માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ રમી હતી. ત્યારથી તે ટીમ ઈન્ડિયાની બહાર છે. ઘરેલુ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરવા છતાં તેને ટીમ ઈન્ડિયામાં વાપસી કરવાનો મોકો મળ્યો નથી. શક્ય છે કે આ ઝડપી ઓલરાઉન્ડર ભવિષ્યમાં ટીમ ઈન્ડિયામાં રમતા જોવા મળે. શાર્દુલ રોહિત શર્માની નજીક માનવામાં આવે છે.

જીતેશ શર્મા

4/6
image

જીતેશ શર્મા પણ યુવા પ્રતિભાશાળી ક્રિકેટરોમાં સામેલ છે જે યાદીમાંથી બાકાત છે. જીતેશે 2023માં એશિયન ગેમ્સમાં ભારતીય ટીમ માટે ટી20 ઇન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું હતું, જ્યારે તેણે તેની છેલ્લી મેચ 14 જાન્યુઆરી, 2024ના રોજ અફઘાનિસ્તાન સામે રમી હતી. ત્યારથી તે ટીમમાં વાપસી કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.

આવેશ ખાન

5/6
image

ફાસ્ટ બોલર આવેશ ખાનનું નામ પણ આ યાદીમાં છે. IPL 2025માં પોતાની બોલિંગથી આવેશ ખાન કમાલ કરી રહ્યો છે. તે  ઈજાગ્રસ્ત પણ થયો હતો અને તેણે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ 10 નવેમ્બર, 2024ના રોજ દક્ષિણ આફ્રિકા સામે રમી હતી. ત્યારથી તે ટીમ ઈન્ડિયાની બહાર છે.

ઉમરાન મલિક સહિત આ 4 ખેલાડી સ્પેશિયલ કેટેગરીમાંથી બહાર 

6/6
image

એક સમયે ભારતીય ટીમના સૌથી ખતરનાક ફાસ્ટ બોલરોમાં સામેલ ઉમરાન મલિકની કારકિર્દી એટલી ખરાબ હતી કે તે ટીમ ઈન્ડિયાની બહાર જ નહીં પરંતુ આઈપીએલમાંથી પણ ગાયબ થઈ ગયો હતો. જ્યારે KKRએ IPL ઓક્શનમાં તેના પર બોલી લગાવી ત્યારે તે ઈજાગ્રસ્ત થયો હતો. તેને ફાસ્ટ બોલર્સ કેટેગરીમાં ખાસ કોન્ટ્રાક્ટ મળ્યો હતો. એ જ રીતે યશ દયાલ, વિજય કુમાર વૈશાક અને વિદ્વાથ કાવેરપ્પાનો કોન્ટ્રાક્ટ પણ ખતમ કરી દેવામાં આવ્યો છે.