લગ્ન પહેલા પિતા બની ગયા હતા આ 7 ક્રિકેટર, છ જીતી ચૂક્યા છે વર્લ્ડકપની ટ્રોફી
7 Cricketers who became fathers before marriage: ક્રિકેટની દુનિયામાં ઘણા એવા ખેલાડીઓ છે, જેને લગ્ન પહેલા પિતા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. આ લિસ્ટમાં વિદેશી સિવાય ભારતના બે ક્રિકેટર સામેલ છે. લિસ્ટમાં સામેલ છ ક્રિકેટરો તો એવા છે જે વર્લ્ડકપ પણ જીતી ચૂક્યા છે.
ટ્રેવિસ હેડ
ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક બેટર ટ્રેવિસ હેડ લગ્ન પહેલા પિતા બની ગયો હતો. વર્ષ 2023માં તેણે પોતાની મંગેતર જેસિકા સાથે લગ્ન કર્યા હતા, પરંતુ જેસિકાએ લગ્ન પહેલા 2022માં પુત્રીને જન્મ આપ્યો હતો.
જો રૂટ
ઈંગ્લેન્ડના બેટર જો રૂટે કેરી કોટરેલ સાથે વર્ષ 2018માં લગ્ન કર્યા હતા. જો રૂટ અને કેરી કોટરેલની સગાઈ 2016માં થઈ હતી, પરંતુ 2017માં જો રૂટ પિતા બની ગયો હતો.
ડેવિડ વોર્નર
ઓસ્ટ્રેલિયાનો પૂર્વ ઓપનિંગ બેટર ડેવિડ વોર્નરે પોતાની ગર્લફ્રેન્ડ કેન્ડિસ સાથે 2015માં લગ્ન કર્યા હતા. પરંતુ તે 2014માં પિતા બની ગયો હતો. વોર્નર ઓસ્ટ્રેલિયા માટે આઈસીસી વર્લ્ડ કપ પણ જીતી ચૂક્યો છે.
ક્રિસ ગેલ
દુનિયાના સૌથી વિસ્ફોટક બેટરમાં સામેલ ક્રિસ ગેલ પણ લગ્ન પહેલા પિતા બની ગયો હતો. વર્ષ 2017માં તેની ગર્લફ્રેન્ડ નતાશા બૈરિઝે એક પુત્રીને જન્મ આપ્યો હતો.
ડ્વેન બ્રાવો
વેસ્ટ ઈન્ડિઝનો પૂર્વ ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવો પણ લગ્ન પહેલા પિતા બની ગયો હતો.
વિનોદ કાંબલી
તાજેતરમાં પોતાના સ્વાસ્થ્યને લઈને ચર્ચામાં રહેલા પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીનું નામ પણ આ લિસ્ટમાં સામેલ છે. વિનોદ કાંબલીએ પ્રથમ પત્નીથી અલગ થયા બાદ એન્ડ્રિયા હેવિટને ડેટ કર્યું હતું. કાંબલી સાથે લગ્ન કરતા પહેલા એન્ડ્રિયા માતા બની ગઈ હતી.
હાર્દિક પંડ્યા
ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પણ આ લિસ્ટમાં સામેલ છે. હાર્દિક પંડ્યાએ મોડલ અભિનેત્રી નતાશા સ્ટેનકોવિક સાથે પોતાની સગાઈના સમાચાર 1 જાન્યુઆરી 2020ના શેર કર્યા હતા. 30 જુલાઈ 2020ના નતાશાએ અગસ્ત્યાને જન્મ આપ્યો હતો. ત્યારબાદ બંનેએ લગ્ન કર્યા હતા. પરંતુ હવે હાર્દિક અને નતાશાના છૂટાછેડા થઈ ગયા છે.
Trending Photos