Valentine Day Special: તમારા સાથી સાથે માણો ભારતના આ સૌથી સસ્તા અને રોમેન્ટિક સ્થળો પર વેલેન્ટાઈનની મજા

અમે તમને જણાવીશું વેલેન્ટાઇન ડેની ઉજવણી માટેના સુંદર, રોમેન્ટિક અને સસ્તા વૈકલ્પિક સ્થળો જે તમારા વેલેન્ટાઈન ડે ને એકદમ સ્પેશિયલ બનાવી દેશે.

Feb 7, 2021, 11:46 AM IST

ઝી બ્યૂરો, અમદાવાદઃ જ્યારે વેલેન્ટાઇન ડેની વાત આવે ત્યારે તમારા પાર્ટનર સાથે રોમાંચક સફર પર જવાથી વધું એક્સાઈટીંગ શું હોઈ શકે? ભારતમાં સિમલા,ગોવા અને જેસલમેર જેવા કેટલાક રોમેન્ટિક સ્થળો જાણીતા છે પરંતુ તે વેલેન્ટાઈન ડે આસપાસના સમયમાં ખૂબજ મોંઘા પડે છે અને આ દિવસોમાં ત્યાં ભીડ પણ વધુ જોવા મળે છે. પરંતુ અમે તમને જણાવીશું વેલેન્ટાઇન ડેની ઉજવણી માટેના સુંદર, રોમેન્ટિક અને સસ્તા વૈકલ્પિક સ્થળો જે તમારા વેલેન્ટાઈન ડે ને એકદમ સ્પેશિયલ બનાવી દેશે.

 

 
 

1/7

જયપુરને બદલે ઉદયપુર

જયપુરને બદલે ઉદયપુર

જયપુર એ ભારતના રોમેન્ટિક શહેરોમાંનું એક હોઈ શકે પરંતુ જો તમે કોઈ શાહી મહેલમાં એક ગ્લાસ વાઇન માટે ચૂકવણી કરી રહ્યા હોય તો તમે તમારી મુસાફરીને અને એકબીજાની આંખોને માણવા કરતાં બિલ અંગે ફરિયાદ વધુ કરશો. બીજી બાજુ ઉદયપુરમાં તમે અનન્ય પુરાતત્વીય સ્થાપત્ય, ખાનગી રાત્રિભોજન, તળાવ કિનારે સૂર્યોદય કે સૂર્યાસ્ત, વિવિધ કિલ્લાઓમાં રાજવી ઠાઠ માણી શકો છો તે પણ એકદમ સસ્તા ભાવે તો બોલો આથી વધુ રોમેન્ટિક શું હોઈ શકે?    

2/7

મુંબઈને બદલે પુણે

મુંબઈને બદલે પુણે

તાજ હોટલની બાલ્કનીમાં બેસીને તમારા પાર્ટનર સાથે સંધ્યાકાળ નિહાળીને વેલેન્ટાઇન ડેની સફર માણવાનો ખર્ચ આપણને પરવડે તેવો નથી હોતો પરંતુ આટલા જ ખર્ચમાં તમે પૂણેના લોહાગ કિલ્લા પરથી સૂર્યને ઢળતો માણી શકો છે તે પણ એકદમ મફત.પુણેની ગિરિમાળા શેરીઓમાં રોમેન્ટિક વોકનો આનંદ લો અને પુણેની કેટલીક શ્રેષ્ઠ રેસ્ટોરન્ટ્સમાં જમવાનું માણો!

3/7

ચેન્નઈને બદલે - મહાબલિપુરમ 

ચેન્નઈને બદલે - મહાબલિપુરમ 

મહાબલિપુરમ તેની અનુભૂતિ અને અલાયદા આકર્ષણો સાથે ચેન્નાઇના ધમધમાટથી દૂર રહેવા માંગતા યુગલો માટે લાંબા સમયથી પસંદગીનું રોમેન્ટિક સ્થળ રહ્યું છે. આ ઉપરાંત ચેન્નાઇમાં ભાવ તુલનાત્મક રીતે વધારે છે. તો શા માટે ચેન્નાઈથી માત્ર થોડા કલાકો દૂર આવેલા મહાબલિપુરમ બીચ અને બોર્ડવોક સાથે રોમેન્ટિક વોક ના માણીએ એ પણ એકદમ ઓછો ખર્ચ કરીને!!

 

4/7

એલેપ્પીને બદલે - કુમારકોમ 

એલેપ્પીને બદલે - કુમારકોમ 

એલેપ્પી ઘણાં બધા લોકોમાટે વેકેશન સ્થળ બની ચૂક્યું છે પરંતુ આ જ કારણે ત્યાંના રીસોર્ટ અને હોટેલ વેલેન્ટાઈન ડે માટે ખૂબ જ મોંઘોં ચાર્જ વસૂલે છે. પરંતુ એલેપ્પીને બદલે તમે કુમારકોમ પસંદ કરીને એ જ બધી મજા તમને પોસાય તેવા ભાવમાં માણી શકો છો. હાઉસબોટ પરના સ્થળ માટે લોકોસાથે લડવાની જગ્યાએ વેમ્બાનાડ તળાવની નીચેની અંતરંગ બોટ ટ્રિપ્સનો આનંદ માણો.ત્યારબાદ તમે ત્યાં કોઈ શ્રેષ્ઠ રિસોર્ટમાં રોમેન્ટિક ડિનર ડેટ પણ માણી શકો છો.    

5/7

જેસલમેરને બદલે- ખીમસર ગામ 

જેસલમેરને બદલે- ખીમસર ગામ 

જેસલમેરમાં તારાઓવાળા આકાશની નીચે રાત વિતાવવી એ યુગલો માટે એક સરસ પસંદગી છે. પરંતું દુખની વાત એ છે કે આ વિસ્તારમાં નિયમિત પ્રવાસીઓના ટ્રાફિકને કારણે રીસોર્ટની કિંમતોમાં સતત વધારો થયો છે. તો આ વેલેન્ટાઈન ડે પર જેસલમેરના બદલે ખીમસાના ઓછા જાણીતા મનોહર ગામડાની પસંદગી કરો. મૈત્રીપૂર્ણ સ્થાનિકો અને રણ શિબિર પ્રાયવસી માણવા માગતા યુગલો માટે શ્રેષ્ઠ છે. શહેરથી દૂર ટેન્ટ હાઉસ અને રાત્રિના આકાશ બધાથી દૂર જવા માગતા દંપતી માટે ઉત્તમ સ્થળ છે.    

6/7

ગોવાના બદલે - ગોકરણા

ગોવાના બદલે - ગોકરણા

ગોવા ઘણા દાયકાઓથી લોકપ્રિય વેલેન્ટાઇન અને હનીમૂન સ્થળ તરીકે તેનું સ્થાન ધરાવે છે.પરંતુ આ ક્ષેત્રમાં પર્યટન વધ્યું હોવાથી કિંમતોમાં પણ વધારો થયો. ગોકરણા ખૂબ સસ્તું, શાંત અને સુંદર સ્થળ છે. તો આ વર્ષે ગોવાને ભૂલી ગોકરણાના રોક પુલમાં સ્નાન કરીને તમારી રોમેન્ટિક સફરમાં પસાર કરવાનું પસંદ કરો.  

7/7

સિમલાને બદલે ઓલી

સિમલાને બદલે ઓલી

બરફથી ઢંકાયેલ પર્વતોના અદભૂત દૃશ્યો તેમજ સસ્તું અને હૂંફાળું ઓલી વેલેન્ટાઇન ડે માટે પરવડે તેવા રોમેન્ટિક વેકેશન સ્થળ માટે એકદમ યોગ્ય છે.ફૂલોની સુંદર વેલી જેવી હાઈલાઈટ્સ શિયાળા દરમિયાન પણ વેલેન્ટાઇનની સફર માટે ઓલીને શ્રેષ્ઠ પસંદગી બનાવે છે. ઉપરાંત, આ સ્થળ તમને કયાંય પણ સિમલાથી કયાંય પણ ઉતરતું નહિં લાગે.