Anant amabni radhika merchant second pre wedding: 12 વિમાનમાં ઇટલી પહોંચ્યા 800 ગેસ્ટ, ક્રૂઝ પર ચાલશે 4 દિવસ પાર્ટી

Mon, 27 May 2024-5:54 pm,

Anant Ambani-Radhika Merchant: મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના લગ્ન જુલાઇમાં થવાના છે. લગ્ન પહેલાં અંબાણી ફેમિલીએ વર-કન્યા માટે ગ્રાંડ પ્રી-વેડિંગ ફંક્શનનું આયોજન કર્યું છે. જામનગરમાં ત્રણ દિવસ સુધી ચાલેલા પ્રી વેડિંગ ફંકશન બાદ હવે અનંત રાધિકા માટે સેકન્ડ પ્રી વેડિંગ ફંક્શનનું આયોજન કર્યું છે. આ વખતે અનંત અંબાણી અને રાધિકા મર્ચેંટની પ્રી વેડિંગ સેલિબ્રેશન માટે લક્સરી ક્રૂઝને સિલેક્ટ કરવામાં આવ્યું છે. 

અંબાણી પરિવારે ઈટાલીમાં લક્ઝરી ક્રૂઝ પર પ્રી-વેડિંગ ફંક્શનનું આયોજન કર્યું છે. આ કાર્યક્રમ ચાર દિવસ સુધી ચાલશે. 29મી મેથી 1લી જૂન સુધી ચાલશે. જે ક્રૂઝ પર અનંત-રાધિકાની બીજી પ્રી-વેડિંગ સેરેમની થશે તેનું નામ સેલિબ્રિટી એસેન્ટ છે. 29 મેના રોજ આ ક્રૂઝ અંબાણી પરિવારના ખાસ મહેમાનોને લઈને ઈટાલીના પાલેર્મો પોર્ટથી રવાના થશે અને 4380 કિલોમીટરનું અંતર કાપીને 1 જૂને સદર્ન ફ્રાન્સ પહોંચશે.

સેલિબ્રિટી એસેન્ટ ક્રૂઝ એ સમુદ્રમાં તરતી 5 સ્ટાર હોટેલ છે. આ ક્રૂઝમાં 5 સ્ટાર હોટલની તમામ સુવિધાઓ છે. આ ક્રૂઝની ક્ષમતા 3279 છે. અંબાણીના ફંક્શન માટે ભારત અને વિદેશમાંથી 800 મહેમાનો આવી રહ્યા છે. આ મહેમાનોની સેવા માટે 600 સ્ટાફ હશે.

અનંત-રાધિકાના સેકન્ડ પ્રી વેડિંગમાં સામેલ થવા માટે 12 વિમાનો દ્વારા ગેસ્ટ ઇટલી પહોંચી રહ્યા છે. 29 મેના રોજ સફરની શરૂઆત ઇટલીના પાલેર્મો પોર્ટથી થશે. ક્રૂજ પાલેર્મો શહેરથી પહેલાં સિવિટાવેક્ચિઆ પોર્ટ પહોંચશે. 

અનંત-રાધિકાનું પ્રી-વેડિંગ ઇન્વિટેશન કાર્ડ સામે આવ્યું છે. વ્હાઇટ અને બ્લ્યૂ કાર્ડ "લા વિટે ઇ અન વિયાજિયો" થી શરૂ થાય છે, જેનો અર્થ થાય છે 'જીવન એક સફર' છે. ઇટાલીના સિસિલીના પાલેર્મો શહેરમાં વેલકમ લંચ થીમ સાથે ફંક્શનની શરૂઆત થશે.

29 મેના રોજ લંચ પછી સાંજે 'સ્ટેરી નાઈટ' થીમ પાર્ટી છે. બીજા દિવસે એટલે કે 30 મેના રોજ થીમ 'એ રોમન હોલિડે' રાખવામાં આવી છે. 30મી મેની રાત્રે 'લા ડોલ્સ ફાર નિએન્ટે' થીમ પાર્ટી છે, ત્યારબાદ સવારે 1 વાગ્યે 'ટોગા પાર્ટી' છે. 31 મેના રોજ 'વી ટર્ન વન અન્ડર ધ સન', 'લે માસ્કરેડ', 'પાર્ડન માય ફ્રેન્ચ' જેવી વિવિધ થીમ સાથે એક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. 1 જૂનના રોજ 'લા ડોલ્સે વિટા' પછી પાર્ટી સમાપ્ત થશે. આ ક્રૂઝ ચાર દિવસમાં 4380 કિલોમીટરની મુસાફરી કરીને સધર્ન ફ્રાન્સ પહોંચશે, જ્યાં લગ્ન પહેલાની પાર્ટી પૂરી થશે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link