Jaipur Rambagh Palace: દુનિયાની સૌથી લક્ઝરી અને આલીશાન હોટલમાંથી એક રામબાગ પેલેસ પોતાની 19 વર્ષ જુની વિરાસત માટે જાણીતો છે. આજે આ હોટલમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ તેમના પરિવાર સાથે અહીં રોકાવાના છે.
1/14ભારત આવેલા અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ આજે રાત્રે જયપુર પહોંચશે. તેઓ 21 એપ્રિલથી 24 એપ્રિલ સુધી જયપુરની આલિશાન હોટલ રામબાગ પેલેસમાં રોકાશે. દુનિયાની સૌથી વૈભવી અને આલીશાન હોટલોમાંથી એક રામબાગ પેલેસ તેના 190 વર્ષ જૂના વારસા અને શાહી ભવ્યતા માટે જાણીતો છે. 79 રૂમવાળા આ મહેલમાં એક રાતનું ભાડું લાખોમાં છે. આજે આપણે તેના ભાડા વિશે વાત કરી રહ્યા નથી, પરંતુ તે રાણી વિશે વાત કરી રહ્યા છીએ જેમના માટે મહારાજા સવાઈ માનસિંહ બીજાએ તેને બનાવ્યો હતો.
2/14ગાયત્રી દેવીનો જન્મ 23 મે 1919ના રોજ લંડનમાં થયો હતો. 12 વર્ષની ઉંમરમાં એક રેસ દરમિયાન તેમની મુલાકાત મહારાજા સવાઈ માનસિંહ સાથે થઈ હતી. પહેલી જ મુલાકાતમાં તે તેના પ્રેમમાં પડી ગઈ હતી.
3/14મહારાજાએ પહેલાથી જ બે વખત લગ્ન કરી ચૂક્યા હતા. રાજકુમારી ગાયત્રી તેના પ્રેમમાં પડી ગઈ હતી, પરિવાર તેમના વિરુદ્ધ હતા, પરંતુ તે સંમત ન થઈ. આખરે 1940માં બન્નેના લગ્ન થયા. તે સમયે આ લગ્નમાં 3.5 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો.
4/14મહારાજા સવાઈ માનસિંહે ગાયત્રી દેવી માટે રામબાગ પેલેસ બનાવ્યો હતો. રાણી ગાયત્રી દેવી હવે જયપુરની મહારાણી બની ગઈ હતી. તેણીને રાજવી પરિવારની પડદા પ્રથા પસંદ નહોતી. તેણીએ તેના પતિ સાથે વાત કરી અને સ્પષ્ટ કર્યું કે, તે પડદા પાછળ નહીં રહે. ઘણી વખત તેણી રાજવી પરિવારના કાર્યક્રમોમાં ફક્ત એટલા માટે હાજરી આપતી ન હતી કારણ કે તેણીને માથું ઢાંકવાનું હતું. થોડા જ વર્ષોમાં તેણીએ સ્પષ્ટ કરી દીધું કે તે જે રીતે જીવવા માંગે છે તે રીતે જીવશે.
5/14મહારાણી ગાયત્રી દેવીએ બધા રૂઢિચુસ્ત વિચારો અને જૂની પરંપરાઓ તોડી નાખી. તે પોલો રમતી, ઘોડા પર સવારી કરતી અને ખુદ પોતાની કાર ચલાવતી. તેણી પોતે વિદેશમાં મોંઘી કાર ચલાવતી જોવા મળી હતી.
6/14તેમણે પોતાની પહેલી મર્સિડીઝ બેન્ઝ W126 ભારતમાં આયાત કરાવી. તે પોલો રમતી હતી અને તેને પેન્ટ પહેરવાનું ખૂબ ગમતું હતું. મહારાણી ગાયત્રી દેવી ધૂમ્રપાન કરતી પણ જોવા મળી હતી. મહારાણીએ ઘણી વખત જૂની પરંપરાઓ તોડી.
7/14એવું પણ કહેવાય છે કે મહારાજાએ 1835માં રામબાગ પેલેસ રાણીની પ્રિય દાસી કેસર બરદાન માટે બનાવ્યો હતો, પરંતુ પાછળથી તેમણે આ મહેલને પોતાના અને રાણી માટે શિકારગાહના સ્થળ તરીકે શણગાર્યો હતો.
8/14જયપુરના મહારાજા સવાઈ માનસિંહ દ્વિતીય અને મહારાણી ગાયત્રી દેવી આ પેલેસનો ઉપયોગ તેમના નિવાસસ્થાન તરીકે કરતા હતા. રાણીએ પોતાનું આખું જીવન આ મહેલમાં વિતાવ્યું હતું.
9/14આઝાદી પછી ઇન્દિરા ગાંધીની સરકારે જયપુર રાજ પરિવાર પર આવકવેરા વિભાગના દરોડા પાડ્યા હતા. એવું કહેવાય છે કે, જયપુરની રાજમાતા મહારાણી ગાયત્રી દેવને ઇન્દિરા ગાંધી નાપસંદ કરતા હતા. બન્નેએ બાળપણમાં એક જ શાળામાં અભ્યાસ કર્યો હતા. ગાયત્રી દેવી એટલી સુંદર અને લોકપ્રિય હતી કે, ઇન્દિરા ગાંધીને તેમનાથી ઈર્ષ્યા હતી. પાછળથી આ ઈર્ષ્યા રાજકારણમાં પણ જોવા મળી. ગાયત્રી દેવીને ઈમરજન્સી દરમિયાન જેલમાં પણ જવું પડ્યું હતું.
10/14ઇન્દિરા ગાંધીના કહેવા પર તેમના ઘરો અને મહેલો પર દરોડા પાડવામાં આવ્યા હતા. મોતી ડુંગરીમાં ખોદકામ દરમિયાન ગાયત્રી દેવી પાસેથી 800 કિલો સોનું મળી આવ્યું હતું, જે સરકારે જપ્ત કર્યું હતું. ગાયત્રી દેવીની સંપત્તિને આવકવેરા વિભાગ દ્વારા ગોલ્ડ કંટ્રોલ એક્ટ 1968 હેઠળ જપ્ત કરવામાં આવી હતી.
11/14ગાયત્રી દેવીના મૃત્યુ પછી તેમની 15000 કરોડની સંપત્તિને લઈ તેમના પૌત્ર-પૌત્રીઓ વચ્ચે વિવાદ થયો. મહારાજા સવાઈ માનસિંહને ત્રણ પત્નીઓ હોવાથી મિલકત અંગે વિવાદ થયો હતો. આ સંપત્તિમાં જયપુરનો રામબાગ પેલેસ અને જય મહેલ પણ શામેલ હતો. જો કે, બાદમાં આ વિવાદ કોર્ટની બહાર પરિવારના સભ્યો વચ્ચે ઉકેલાઈ ગયો.
12/14આ મહેલમાં 79થી વધુ રૂમ, મોટા-મોટા બગીચા, સ્વિમિંગ પૂલ, ડ્રોઇનિંગ રૂમ સહિત બધી સુવિધાઓ છે, જે તેને આલીશાન લુક આપે છે. તેની ખાસ ડિઝાઇન માટે મહારાજાએ તે સમયના વિશ્વ વિખ્યાત ડિઝાઇનર સેમુઅલ સ્વિન્ટન જેકબને પસંદ કર્યા હતા. મહેલ પરની કોતરણી તેની સુંદરતામાં વધુ વધારો કરે છે. આ હોટેલને ટાટાએ લીજ પર લીધી હતી અને હવે તાજ તેની સંભાળ રાખે છે અને હોટેલ ચલાવે છે.
13/14આ લક્ઝરી હોટેલમાં 79 રૂમ અને સ્યુટ છે, જેમાં મુઘલ યુગની કોતરણીની સુંદરતા દર્શાવે છે. તેના ઐતિહાસિક સ્યુટ, રોયલ સ્યુટ અને ગ્રાન્ડ રોયલ સ્યુટને કારણે રામબાગ પેલેસને વિશ્વની સૌથી સુંદર હોટલોમાં સ્થાન મળ્યું છે.
14/14આ મહેલમાં ઘણા દરબાર હોલ, સ્વિમિંગ પૂલ, લાઇબ્રેરી, બિલિયર્ડ રૂમ ઉપરાંત આલીશાન રૂમ છે. એવું કહેવાય છે કે, આ હોટેલમાં સ્ટીમ ટ્રેન પણ છે, જે ટેબલની આસપાસ ફરતી વખતે ભોજન પીરસે છે.