8th Pay Commission: 8મા પગાર પંચમાં કારકુન, પટાવાળાથી લઈને અધિકારી સુધી આટલો વધી જશે પગાર! જાણો શું છે ફોર્મ્યુલા

8th Pay Commission: આવો જાણીએ આઠમું પગાર પંચ લાગૂ થયા બાદ લેવલ 1થી લઈ 10 સુધી કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થઈ શકે છે.
 

આઠમા પગાર પંચમાં 1થી 10 લેવલ સુધી કેટલો વધશે પગાર

1/11
image

કેન્દ્રીય મંત્રીમંડળે જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં આઠમા પગાર પંચને મંજૂરી આપી હતી અને આગામી વર્ષે તે લાગૂ થઈ શકે છે. વર્તમાનમાં કેન્દ્રીય કર્મચારીઓનું સેલેરી સ્ટ્રક્ચર સાતમા પગાર પંચની ભલામણો અનુસાર છે, જે 2016માં લાગૂ થયું હતું. ઘણા રિપોર્ટ્સ અનુસાર ચર્ચા છે કે આઠમાં પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટ 2.86 ગણું વધશે. જો તેમ થાય તો લેવલ 1માં બેસિક સેલેરી 18000 રૂપિયાથી વધી 51480 રૂપિયા થઈ જશે અને આ ફોર્મ્યુલા બધા સ્તરો પર લાગૂ થશે. આવો જાણીએ આઠમું પગાર પંચ લાગૂ થયા બાદ લેવલ 1થી લઈને લેવલ 10 સુધી કેટલો પગાર વધી શકે છે.

લેવલ 1

2/11
image

લેવલ 1 જેમાં પટાવાળા, એટેન્ડર્સ અને સપોર્ટ સ્ટાફનો સમાવેશ થાય છે. તેમનો રૂ. 18,000નો મૂળ પગાર સુધારીને રૂ. 51,480 થવાની ધારણા છે, જે રૂ. 33,480નો વધારો છે.

લેવલ 2

3/11
image

સ્તર 2 માં નીચલા વિભાગના કારકુનોનો સમાવેશ થાય છે જે કારકુની કામગીરી સંભાળે છે. તેમનો રૂ. 19,900નો મૂળ પગાર વધીને 56914 રૂપિયા થઈ શકે છે.  

લેવલ 3

4/11
image

લેવલ 3માં, રૂ. 21,700નો મૂળ પગાર રૂ. 40,362નો વધારો કરીને રૂ. 62,062 થવાની ધારણા છે. આ સ્તરમાં પોલીસ અથવા જાહેર સેવાઓમાં કોન્સ્ટેબલ અને કુશળ કર્મચારીઓનો સમાવેશ થાય છે.

લેવલ 4

5/11
image

સ્તર 4 માં ગ્રેડ ડી સ્ટેનોગ્રાફર અને જુનિયર ક્લાર્કનો સમાવેશ થાય છે. તેમનો રૂ. 25,500નો મૂળ પગાર વધારીને રૂ. 72,930 કરવામાં આવે તેવી શક્યતા છે, એટલે કે રૂ. 47,430નો વધારો.

લેવલ 5

6/11
image

લેવલ 5માં, રૂ. 29,200ના મૂળ પગારને સુધારીને રૂ. 83,512 કરી શકાય છે, એટલે કે રૂ. 54,312નો વધારો. આ સ્તરમાં વરિષ્ઠ કારકુન અને ઉચ્ચ સ્તરીય તકનીકી કર્મચારીઓનો સમાવેશ થાય છે.

લેવલ 6

7/11
image

લેવલ 6માં 35,400 રૂપિયાના બેઝિક પગારમાં 65,844 રૂપિયાનો વધારો કરીને રૂપિયા 1,01,244 થઈ શકે છે. ઈન્સ્પેક્ટર અને સબ ઈન્સ્પેક્ટરની જગ્યાઓ આ કેટેગરીમાં આવે છે.

લેવલ 7

8/11
image

સુપરિન્ટેન્ડન્ટ્સ, સેક્શન ઓફિસર્સ અને આસિસ્ટન્ટ એન્જિનિયર્સનો સમાવેશ લેવલ 7, રૂ. 44,900નો મૂળ પગાર વધીને રૂ. 83,514ના વધારા સાથે રૂ. 1,28,414 થવાની ધારણા છે.  

લેવલ 8

9/11
image

લેવલ 8માં રૂ. 47,600નો મૂળ પગાર રૂ. 88,536 વધીને રૂ. 1,36,136 થવાની શક્યતા છે. વરિષ્ઠ વિભાગ અધિકારી અને સહાયક ઓડિટ અધિકારી આ શ્રેણી હેઠળ આવે છે.

લેવલ 9

10/11
image

લેવલ 9માં, રૂ. 53,100નો મૂળ પગાર રૂ. 98,766નો વધારો કરીને રૂ. 1,51,866 થવાની ધારણા છે. આ સ્તરમાં નાયબ પોલીસ અધિક્ષક અને ઓડિટ અધિકારીની જગ્યાઓનો સમાવેશ થાય છે.  

લેવલ 10

11/11
image

સ્તર 10 માં નાગરિક સેવાઓમાં પ્રવેશ-સ્તરના અધિકારીઓ જેમ કે ગ્રુપ A અધિકારીઓનો સમાવેશ થાય છે. રૂ. 56,100નો મૂળ પગાર રૂ. 1,04,346ના વધારા સાથે રૂ. 1,60,446 થવાની શક્યતા છે.