11 સપ્ટેમ્બર: અમેરિકાના ઇતિહાસનો કાળો દિવસ, જ્યારે આતંકિઓએ દુનિયાની સૌથી ઉંચી બિલ્ડિંગને બનાવી નિશાન

9 સપ્ટેમ્બર 2001ના દિવસે અમેરિકા માટે કાળો દિવસ કહેવામાં આવે તો ખોટુ નથી.

2001ની 11 સપ્ટેમ્બરના દિવસે આંતકવાદીઓએ યાત્રી વિમાનોને મિસાઇલની જેમ ઉપયોહ કરી અમેરિકાના વિશ્વપ્રસિદ્ધ વર્લ્ડ ટ્રેડ ટાવર અને પેંટાગનને નિશાનો બનાવ્યું હતું.

1/5

આતંકવાદ પર વિચારવા કર્યા મજબુર

આતંકવાદ પર વિચારવા કર્યા મજબુર

હવા, પાણી અને જમીન સુધીમાં સુરક્ષા રાખનાર અમેરિકા પર આ રીતે આતંકવાદી હુમલો કરશે, તેની કલ્પના પણ કદાચ કોઇએ કરી નહીં હોય. અમેરિકાના ઇતિહાસમાં થયેલા આ હુમલાને આખી દુનિયાને હચમચાવી દીધી હતી અને સબકો આંતકવાદ પર વિચાર કરવા પર મજબુર કરી દીધી હતા. કહેવામાં આવે છે કે આતંકી સંગઠન અલ-કાયદાના પ્રમુખ ઓસામા બીન લાદેને આ આખી ઘટનાને અંજામ આપ્યો હતો.

2/5

19 આતંકવાદીઓએ કર્યું હતું વિમાનને હાઇજેક

19 આતંકવાદીઓએ કર્યું હતું વિમાનને હાઇજેક

રિપોર્ટના અનુસાર, અમેરિકામાં આ ઘટનાને અંજામ આપવા માટે 19 આતંકવાદિઓની ગેંગે 4 વિમાનો હાઇજેક કર્યા હતા. આ 4 વિમાનોમાંથી 2ને વર્લ્ડ ટ્રેડ સેંટર પર હુમલો કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. 11 સપ્ટેમ્બરે જે સમયે વર્લ્ડ ટ્રેડ સેંટર પર પહેલો હુમલો થયો હતો, તે સમયે લોકોને લાગી રહ્યું હતું કે આ એક હાદસો હતો, પરંતુ આ હુમલાના ત્યારબાદ એકાએક બીજા હુમલા થવાથી લોકોને અહેસાસ કરાવ્યો હતો કે અમેરિકા આંતકવાદની ઝપેટમાં આવી ગયું છે. ટાવરમાં કામ કરી રહેલા લોકો પોતાની જાતને બચાવવા માટે દોડી રહ્યા હતા, જેના કારણે અફરા-તફરી મચી ગઇ હતી.

3/5

ટ્રેડ સેંટર પછી પેંટાગન આવ્યું નિશાના પર

ટ્રેડ સેંટર પછી પેંટાગન આવ્યું નિશાના પર

જ્યાર સુધી અમેરિકન પ્રશાસન ટ્રેડ સેંટરમાં શું થયું તે સમજી શેક, તે પહેલા તો વોશિંગટનની રક્ષા વિભાગના મુખ્યાલય પેંટાગન પર હુમલો થયાના સમાચાર મળ્યા હતા. અમેરિકામાં થયેલા આ હુમલામાં 3 હજારથી વધુ લોકોના મોતની પુષ્ટી થઇ હતી. રિપોર્ટ્સના જણાવ્યા અનુસાર અમેરિકામાં થયેલા આ આતંકી હુમલામાં લગભગ 90 દેશોના નાગરિકોની અકાળ મૃત્યુ થયા હતા.

4/5

ઓસામા બિન લાદેનના નિશાના પર હતું વ્હાઇટ હાઉસ

ઓસામા બિન લાદેનના નિશાના પર હતું વ્હાઇટ હાઉસ

આ હુમલાઓ પછી સામાચાર આવ્યા હતા કે આ હુમલાઓ પાછળ આંતકવાદી ઓસામા બિન લાદેનનો હાથ હતો. રક્ષા વિશેષજ્ઞોએ આ વાતને સ્વીકારી હતી કે ઓસામાના નિશાના પર અમેરિકાનું રાષ્ટ્રપતિ ભવન વ્હાઇટ હાઉસ હતું. કહેવાય છે કે આ હુમલા પછી અમેરિકાને ઓસામાને શાધવા માટે એડી-ચોટીનું જોર લગાવ્યું હતું અને મે-2011માં પાકિસ્તાનના એબટાબાદમાં મારી નાખવામાં આવ્યો હતો.

5/5

19 એપ્રિલ, 1995માં પણ અમેરિકા આવ્યું હતું નિશાના પર

19 એપ્રિલ, 1995માં પણ અમેરિકા આવ્યું હતું નિશાના પર

વર્લ્ડ ટ્રેડ સેંટરથી પહેલા ઓક્લાહોમ સિટી બોમ્બ હુમાલાને અમેરિકાના ઇતિહાસમાં સૌથી મોટી આતંકી ઘટના ગણવામાં આવતી હતી. 19 એપ્રિલ, 1995માં ટિમોથી મેકવે નામના શખ્શે વિસ્ફોટકોથી ભરેલા ટ્રકને અલ્ફ્રેડ પી. મુરે ફેડરલ વિલ્ડિંગની બહાર ઉડાવ્યું હતું. આ ઘટનમાં 186 લોકો માર્યા ગયા હતા અને 500થી વધુ લોકો ઘાયલ થયા હતા. ટીમોથી ખાડી યુદ્ધમાં અમેરિકા તરફથી જંગ લડ્યા હતા અને અમેરિકાના મિલિશિયા આંદોલનને સમર્થન હતું. 2001માં તેને મોતની સજા આપવામાં આવી હતી. (ફોટો સાભાર: ટ્વિટર/@fvraz_muhammad)