Gujarat Weather Forecast : ગુજરાત અને રાજસ્થાન પર વાવાઝોડાનું જોખમ વધી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ અત્યંત ગંભીર હવામાન ચેતવણી જાહેર કરી છે. બંગાળની ખાડીમાંથી ઉદ્ભવેલું લો પ્રેશર મધ્યપ્રદેશ પહોંચ્યા બાદ વેલ માર્ક લો પ્રેશર બન્યું. ગઈ રાતે 11.30 વાગ્યે રાજસ્થાનમાં આ સિસ્ટમ વધુ મજબૂત બનીને ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ. અત્યાર સુધીની તેની દિશા પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ હતી. જોકે, સવારે 5.30 વાગ્યે અચાનક આ સિસ્ટમે આશ્ચર્યજનક વળાંક લીધો.
1/4હવે આ દિશા પશ્ચિમ-ઉત્તર પશ્ચિમથી બદલાઈ ગઈ અને દક્ષિણ થઈ ગઈ. દક્ષિણ રાજસ્થાનમાંથી તે ગતિ કરીને સીધી જ ઉત્તર ગુજરાતમાં પહોંચી ગઈ. સવારે 5.30 વાગ્યાની સ્થિતિએ આ સિસ્ટમ ઉત્તર ગુજરાતમાં ડીસાથી 70 કિમી દૂર સક્રિય જણાઈ છે. હવે તે દક્ષિણ-દક્ષિણ પશ્ચિમ દિશામાં આગળ વધવાની સંભાવના છે. એક શક્તિશાળી લો પ્રેશર એરિયા ડિપ્રેશનમાં ફેરવાઈને આગળ વધી રહ્યો છે. જેના કારણે આગામી 24 કલાકમાં ભારે વરસાદ, વીજળી અને તેજ પવન ફૂંકાવાની શક્યતા છે. માછીમારોને તાત્કાલિક દરિયાકિનારે પરત ફરવાની અને દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવાની અપીલ કરવામાં આવી છે.
2/4બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમે પાકિસતાનન તરફની દિશા બદલી છે. આજે સવારે 5.30 વાગ્યાની સ્થિતિએ આ સિસ્ટમ ઉત્તર ગુજરાતમાં ડીસાથી 70 કિમી દૂર સક્રિય જણાઈ છે. હવે તે દક્ષિણ-દક્ષિણ પશ્ચિમ દિશામાં આગળ વધે તેવી સંભાવના. આ સિસ્ટમે મોટો વળાંક લીધો છે. કારણ કે અગાઉના સંભવિત ટ્રેક પ્રમાણે તે પશ્ચિમ-ઉત્તર પશ્ચિમમાં આગળ વધીને પાકિસ્તાન તરફ જવાની સંભાવના હતી. જોકે, હવે આગામી બે દિવસ સુધી દક્ષિણ-દક્ષિણ પશ્ચિમ દિશામાં આગળ વધી શકે છે. આથી માછીમારોને પણ 9 સપ્ટેમ્બર સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.
3/4આ ડિપ્રેશનના કારણે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ તથા કચ્છમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે કેટલાક વિસ્તારમાં આજે 8 ઈંચથી પણ વધુ વરસાદ નોંધાઈ શકે છે. પરિણામે બનાસકાંઠા, પાટણ, મહેસાણા તથા કચ્છ જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે. ઉપરાંત 40થી 50 કિમીની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે. ક્યારેક ઝટકાના પવનની દિશા 60 કિમી પ્રતિ કલાક સુધી પણ પહોંચવાની આશંકા છે. આ ઉપરાંત 9 સપ્ટેમ્બર સુધી પૂર્વ મધ્ય અને ઉત્તર પૂર્વ અરબ સાગર તથા કેટલાક દરિયાકાંઠાના વિસ્તારમાં પવનની ગતિ 45થી 55 કિમી જ્યારે ઝટકાના પવનની ગતિ 65 કિમી પ્રતિ કલાક સુધી રહેવાની સંભાવના છે.
4/4આગામી સાત દિવસ રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસશે તેવી હવામાન વિભાગે આપી આગાહી છે. પશ્ચિમ દિશામાં ડિપ્રેશન સક્રિય થતા હવામાન વિભાગે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિ ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તો અમદાવાદ, સુરેન્દ્રનગર, પાટણ, ખેડા અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. એક રીતે આ વાવાઝોડા જેવા સંકટની આગાહી છે.