વેચાઈ રહી છે 3 રૂપિયાના શેરની કિંમત વાળી એક મહાકાય કંપની, અદાણી સહિત ઘણા મોટા ઉદ્યોગપતિઓ ખરીદવાની રેસમાં, જાણો

Sell Company: આ નાદાર કંપનીને ખરીદવા માટે અદાણી ગ્રુપ, JSW ગ્રુપ, વેલ્સપન, વેદાંત ગ્રુપ, તેમજ ઓબેરોય રિયલ્ટી અને દાલમિયા ભારત સહિત 25થી વધુ મોટી સંસ્થાઓ, ઇન્સોલ્વન્સી અને બેન્કરપ્સી કોડ (IBC) હેઠળ કટોકટીગ્રસ્ત કંપનીને ટેકઓવર કરવામાં રસ ધરાવે છે અને તેના માટે તેઓ ઈન્ટ્રસ્ટેડ લેટર (EOI) સબમિટ કરે તેવી શક્યતા છે.
 

1/7
image

Sell Company:  જેપી ગ્રુપની મુખ્ય કંપની જયપ્રકાશ એસોસિએટ્સ લિમિટેડ (JAL) ના શેર આ દિવસોમાં સમાચારમાં છે. કંપનીના શેર આજે એટલે કે 25 માર્ટના રોજ 5 ટકા ઘટીને 3.66 પર આવી ગયા છે. જોકે, આ પહેલા તેમાં સતત વધારો જોવા મળી રહ્યો હતો. 

2/7
image

હવે કંપની નાદારી પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે તે અંગે એક નવા સમાચાર સામે આવ્યા છે. દેશના સૌથી હાઈ-પ્રોફાઇલ કોર્પોરેટ નાદારી કેસમાંથી એકમાં બોલી લગાવવામાં દેશભરના મુખ્ય જૂથો રસ દાખવી રહ્યા છે.  

3/7
image

ખાનગી પોર્ટલના અહેવાલ મુજબ, ભારતના કેટલાક મોટા સમૂહો જેમ કે અદાણી ગ્રુપ, JSW ગ્રુપ, વેલ્સપન, વેદાંત ગ્રુપ, તેમજ ઓબેરોય રિયલ્ટી અને દાલમિયા ભારત સહિત 25 થી વધુ અગ્રણી સંસ્થાઓ, ઇન્સોલ્વન્સી અને બેન્કરપ્સી કોડ (IBC) હેઠળ કટોકટીગ્રસ્ત કંપનીને ટેકઓવર કરવામાં રસ ધરાવે છે અને તેના માટે ઈન્ટ્રસ્ટેડ લેટર (EOI) સબમિટ કરે તેવી શક્યતા છે. 

4/7
image

EOI સબમિટ કરવાની અંતિમ તારીખ આજે (25 માર્ચ) મોડી રાત્રે સમાપ્ત થઈ રહી છે, બેંકિંગ અધિકારીઓ અપેક્ષા રાખે છે કે કેટલાક વધુ દાવેદારો આગળ આવશે.

5/7
image

તમને જણાવી દઈએ કે જયપ્રકાશ એસોસિએટ્સ, જે જયપી ગ્રુપનું મુખ્ય એકમ છે, તેનો વ્યવસાય રિયલ એસ્ટેટ, સિમેન્ટ ઉત્પાદન, હોસ્પિટાલિટી અને એન્જિનિયરિંગ અને બાંધકામમાં ફેલાયેલો છે. જોકે, નાણાકીય મુશ્કેલીઓ જૂથને સતાવતી રહે છે. 

6/7
image

IBC હેઠળ લેણદારોએ કુલ ₹57,185 કરોડનો દાવો કર્યો છે. નાણાકીય વર્ષ 2023-24 માં, રિયલ એસ્ટેટે JAL ના ટર્નઓવરમાં 14% ફાળો આપ્યો હતો અને તેમાં ગ્રેટર નોઈડામાં જેપી ગ્રીન્સ, નોઈડામાં જેપી ગ્રીન્સ વિશટાઉન અને આગામી જેવર ઇન્ટરનેશનલ એરપોર્ટની નજીક વ્યૂહાત્મક રીતે સ્થિત જેપી ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ સિટી જેવા નોંધપાત્ર વિકાસનો સમાવેશ થાય છે.

7/7
image

(Disclamar: Zee 24 કલાક ફક્ત માહિતી આપે છે, આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ કરવું જોખમી છે. કોઈપણ રોકાણ કરતા પહેલા એક્સપર્ટની સલાહ લો.)