ભૂક્કા કાઢી નાંખે તેવી આગાહી! ગુજરાત પર સંભવિત ચક્રવાતનો ખતરો! આ વિસ્તારોમાં પડશે વરસાદ
Gujarat Weather: અંબાલાલ પટેલની નવી આગાહી કહી છે કે દિવાળીના તહેવારોના સમયમાં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ સાથે કેટલાક ભાગોમાં માવઠું થઈ શકે છે. 18 થી 30 ઓક્ટોબર દરમિયાન બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બની શકે છે. જેને કારણે દિવાળીના દિવસે વાદળછાયા વાતાવરણ સાથે પવન ફૂંકાશે. બેસતા વર્ષના દિવસે પણ વાદળછાયું વાતાવરણ રહી શકે છે. નવેમ્બર ની શરૂઆતમાં ગુજરાતમાં માવઠું થઈ શકે છે.

અંબાલાલ પટેલની મોટી આગાહી કરી છે. તહેવારોના ટાણે જ ફરી માવઠાનો માર પડે તેવી સંભાવના છે. દિવાળી અને નવા વર્ષમાં વરસાદના ઝાપટા વરસી શકે છે. અંબાલાલ પટેલે અરબ સાગરમાં આગામી સમયમાં વધુ એક વાવાઝોડું સર્જાવા અંગે મોટું અનુમાન વ્યક્ત કર્યું છે, જેના કારણે ગુજરાતના વાતાવરણમાં નોંધપાત્ર પલટો આવવાની સંભાવના છે.

અંબાલાલ પટેલના અનુમાન મુજબ, આગામી 26 ઓક્ટોબરથી લઈને નવેમ્બરની શરૂઆતમાં અરબ સાગરમાં વધુ એક શક્તિશાળી વાવાઝોડું (પ્રબળ વાવાઝોડું) બનવાની શક્યતા છે. દિવાળીનો તહેવાર નજીક આવી ગયો છે. છેલ્લા ઘણા દિવસથી રાજ્યમાં વરસાદે વિરામ લીધો છે. ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થઈ ગઈ છે, પરંતુ આ વચ્ચે માવઠાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. દિવાળીના ટાણે કમોસમી વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદ પડી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે લઘુત્તમ તાપમાનમાં બે-ત્રણ ડિગ્રીનો વધારો થવાની આગાહી પણ કરવામાં આવી છે.

હવામાન વિભાગે જણાવ્યું કે 16 ઓક્ટોબરે નવસારી, ડાંગ અને વસસાદમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. તો 17 ઓક્ટોબરે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડવાની સંભાવના છે. ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં વરસાદની આગાહી કરાઈ છે. આ જગ્યાઓ પર છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદ પડી શકે છે.

18 ઓક્ટોબરના રોજ અમરેલી, ગીર સોમનાથ, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં વરસાદની આગાહી કરાઈ છે. આ જગ્યાઓ પર છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદ પડી શકે છે. આ ઉપરાંતના તમામ વિસ્તારોમાં શુષ્ક હવામાન રહેશે. 19મી ઓક્ટોબરના રોજ ગીર સોમનાથ, ડાંગ, નવસારી, વલસાડમાં વરસાદની આગાહી કરાઈ છે. આ જગ્યાઓ પર છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદ પડી શકે છે. આ ઉપરાંતના તમામ વિસ્તારોમાં શુષ્ક હવામાન રહેશે.
Trending Photos




