સાવધાન! વાવાઝોડું આવી રહ્યું છે, હવામાન વિભાગે જાહેર કરી મોટી ચેતવણી, ગુજરાતને થશે ભયંકર અસર

Written ByDipti Savant
Published: Feb 10, 2025, 09:19 AM IST|Updated: Feb 11, 2025, 05:17 PM IST

Weather Alert : ફેબ્રુઆરીમાં ફરી સાવધાન રહેવાનો સમય આવી ગયો છે. દેશમાં ફરી એકવાર હવામાનની પેટર્ન બદલાઈ છે. નવા વર્ષની શરૂઆત થતા જ ફરી વાવાઝોડાનું એલર્ટ આવ્યું છે. આ વખતે 200 કિમીની ઝડપે પવન ફૂંકાશે. તો તેની અસરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દેશના 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ અપાયું છે. આગામી 6 દિવસ સુધી આ રાજ્યોમાં ભારે વરસાદ પડશે તેવું IMDનું લેટેસ્ટ એલર્ટ છે. સમુદ્ર સપાટીથી 12.6 કિમી ઉપર 200 કિમીની ઝડપે ભારે પવન ફૂંકાશે. ત્યારે ગુજરાતમાં તેની શું અસર થશે તે જાણી લેજો. 
 

ક્યાં અને ક્યારે આવશે વાવાઝોડું 1/5

ક્યાં અને ક્યારે આવશે વાવાઝોડું 

હવામાને તેના તેવર બતાવવાનું શરૂ થયું અને ઘણા રાજ્યોમાં ભારે વરસાદ થયો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ સક્રિય છે, જેના કારણે પશ્ચિમ હિમાલયના ક્ષેત્રમાં વાવાઝોડું અને હિમવર્ષા અને વરસાદની શક્યતા છે. આ સંદર્ભે ભારતીય હવામાન વિભાગ (IMD) એ વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું છે. પૂર્વોત્તર બાંગ્લાદેશ પર એક ચક્રવાતી પરિભ્રમણ આવેલું છે, જેના પ્રભાવ હેઠળ અરુણાચલ પ્રદેશમાં 10 થી 15 ફેબ્રુઆરી સુધી વાદળો અને હિમવર્ષા જોવા મળશે. દરમિયાન. 11-13 ફેબ્રુઆરી દરમિયાન રાજ્યમાં ભારે ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.  

ક્યાં ક્યાં આવશે વરસાદ 2/5

ક્યાં ક્યાં આવશે વરસાદ 

ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં 10-14 ફેબ્રુઆરી દરમિયાન હળવો વરસાદ અને હિમવર્ષા થશે. પૂર્વોત્તર આસામમાં 10-14 ફેબ્રુઆરી અને નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરામાં 10-12 ફેબ્રુઆરી દરમિયાન ભારે વરસાદ પડશે. ચક્રવાતી પરિભ્રમણના રૂપમાં પશ્ચિમી વિક્ષેપ ઉત્તર અફઘાનિસ્તાનમાં અને તેની આસપાસ સક્રિય છે, જેના કારણે ઉત્તરપૂર્વ ભારતમાં દરિયાની સપાટીથી 12.6 કિમી ઉપર કલાકના 203 કિલોમીટર (110 નોટ)ની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. આ અસરને કારણે પૃથ્વી પર ઠંડી વધશે. તેની અસરને કારણે, 10-11 ફેબ્રુઆરીના રોજ પશ્ચિમ હિમાલયના ક્ષેત્રમાં તીવ્ર વાવાઝોડા અને પવન સાથે હિમવર્ષા અને વરસાદની સંભાવના છે. પશ્ચિમ હિમાલય પ્રદેશમાં જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ રાજ્યોનો સમાવેશ થાય છે.

ફરી હાડ થીજવતી ઠંડી પડશે 3/5

ફરી હાડ થીજવતી ઠંડી પડશે 

હવામાન વિભાગે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ચક્રવાતની ચેતવણી જારી કરી છે. જેના કારણે દેશના 10 રાજ્યોમાં વરસાદ સાથે શીત લહેર જોવા મળી શકે છે. દિલ્હીથી અરુણાચલ પ્રદેશ સુધી વરસાદ અને હિમવર્ષાની અસર જોવા મળશે. લઘુત્તમ તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો જોવા મળી શકે છે. IMD અનુસાર, હિમાયલ પ્રદેશના વિવિધ વિસ્તારોમાં કોલ્ડવેવની સ્થિતિ યથાવત છે. સિક્કિમ, મેઘાલય અને ઓડિશામાં ગાઢ ધુમ્મસ છવાયું હતું. જ્યાં દૃશ્યતા 50-199 મીટરની વચ્ચે નોંધાઈ હતી. પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઓડિશામાં 9-10 ફેબ્રુઆરીએ સવારે ગાઢ ધુમ્મસની સંભાવના છે.

ભયંકર પવન ફૂંકાશે 4/5

ભયંકર પવન ફૂંકાશે 

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે દેશના 10થી વધુ રાજ્યોમાં પવન સાથે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 8 ફેબ્રુઆરીની રાત્રે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં આજે ઉત્તર ભારત અને ઉત્તર-પશ્ચિમ ભારતમાં હવામાન બદલાઈ શકે છે. પાકિસ્તાન ઉપર રચાયેલી પ્રેશર પૂર્વ તરફ આગળ વધશે, જેના કારણે ભારતમાં હવામાન બદલાશે. દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનમાં અને તેની આસપાસ દોઢ કિલોમીટર ઉપર એક ચક્રવાતી પરિભ્રમણ સક્રિય છે. ઉત્તરપશ્ચિમ ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 12 ફેબ્રુઆરી સુધી પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં છૂટાછવાયા વરસાદ અને હિમવર્ષા પડવાની શક્યતા છે. સિક્કિમ, ઉત્તરપૂર્વ આસામ, અરુણાચલ પ્રદેશમાં છૂટાછવાયા ઝાપટાની શક્યતા છે. 11 અને 12 ફેબ્રુઆરીએ અરુણાચલ પ્રદેશમાં વરસાદની શક્યતા છે. 10 ફેબ્રુઆરી સુધી ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને ઓડિશાના છૂટાછવાયા ભાગોમાં સવારના સમયે ગાઢ ધુમ્મસ રહેવાની શક્યતા છે. પશ્ચિમ મધ્યપ્રદેશના છૂટાછવાયા વિસ્તારોમાં ઠંડીની સ્થિતિ રહેવાની શક્યતા છે.

ગુજરાતમાં શું અસર પડશે 5/5

ગુજરાતમાં શું અસર પડશે 

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, આગામી બે દિવસ પવનની ગતિ વધુ રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં પવનની ગતિ 15 કિમી પ્રતિ કલાકની રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ પવનની ગતિ 15 કિમી પ્રતિ કલાકની રહેવાની શક્યતા છે. તો જુનાગઢના ભાગોમાં પવનની ગતિ 12થી 15 કિમી પ્રતિ કલાક રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પવનની ગતિ 16 કિમી પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. કચ્છના ભાગોમાં પવનની ગતિ વધુ રહેશે. રાજકોટના ભાગોમાં પણ પવનની ગતિ 15 કિમી પ્રતિ કલાકની રહેશે. 8, 9 અને 10 તારીખે તાપમાનમાં વધારો થશે. બદલાતા વાતાવરણની સાથે અંબાલાલ પટેલે ગુજરાતના નાગરિકોને ચેતવણી પણ આપી છે. તેમણે કહ્યું કે, આ દિવસોમાં સવારે હિમાયળું હવામાન રહેશે. 9 થી 11 ફેબ્રુઆરીમાં ફરી હવામાન પલટાય તેવી શક્યતા છે. 11 અને 12 ફરી ઉત્તર ભારતમાં હિમવર્ષા રહેતા સવારે ઠંડી રહેશે. તો 19 ફેબ્રુઆરીથી ગરમીની શક્યતા દેખાઈ રહી છે. 19 ફેબ્રુઆરીથી 14 એપ્રિલ સુધી રોગીસ્ટ હવામાન રહેશે, જેથી લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે. 23 થી ફેબ્રુઆરીના અંત સુધીમાં વાદળવાયુ અને કમોસમી વરસાદના એંધાણ છે.