ઠંડીના તોફાન પહેલા વાવાઝોડું ત્રાટકશે, ગુજરાત માટે અંબાલાલ પટેલની તોફાની આગાહી
Ambalal Patel Ni Agahi : ગુજરાતમાં હાલ કડકડતી ઠંડી વધી રહી છે. પરંતું આ ઠંડી લાંબો સમય નહિ ચાલે. કારણ કે વચ્ચે ફરી કમોસમી વરસાદનો બ્રેક આવશે. અંબાલાલ પટેલની વાતાવરણમાં મોટા પલટાની ચેતવણી છે.
આ તારીખથી ગુજરાતમાં ઠંડી વધશે

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી કહે છે કે, રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે. 13 નવેમ્બર સુધી ઉત્તર ભારતમાં ઠંડી વધશે. ગુજરાત માં પણ ઠંડીનું પ્રમાણ વધશે. ઉત્તર ગુજરાતમાં ન્યૂનતમ તાપમાન 15 ડિગ્રી સુધી પહોંચી શકે છે.
વાવાઝોડું ક્યારે આવશે

18 નવેમ્બર બાદ બંગાળના ઉપસાગરમાં ચક્રવાત બનશે. આ કારણે દક્ષિણ ભારતમાં વરસાદનું જોર વધશે. ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ બની શકે છે. વાવાઝોડાની અસરને પગલે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ધુંધળું વાતાવરણ બની શકે છે. નવેમ્બરના ત્રીજા સપ્તાહમાં પશ્ચિમી વિક્ષેપના કારણે ઠંડી વધશે. પરંતું ડિસેમ્બરમાં ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધશે.
વાવાઝોડાની અસર ઠંડી પર વર્તાઈ

દેશના વાતાવરણમાં મોટી ઉથલપાથલ થઈ રહી છે. અગાઉ 90 દિવસ સુધી અનુભવાતી તીવ્ર ઠંડી હવે માત્ર મધ્ય ડિસેમ્બરથી જાન્યુઆરીના પ્રથમ સપ્તાહ સુધી એટલે કે ૩૦ દિવસ માટે જ રહેશે. અરબી સમુદ્રમાં નીચા દબાણનું વધતું નિર્માણ, અકાળે વરસાદ અને ગ્લોબલ વોર્મિંગના કારણે શિયાળાની મોસમ ટૂંકાઈ છે. હાલમાં જ આવેલ બે ચક્રવાતની અસરને કારણે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો, જેનાથી શિયાળાની શરૂઆતમાં અસર થઈ. કચ્છ-સૌરાષ્ટ્ર કરતાં ગુજરાતના અન્ય ભાગોમાં વધુ ઠંડી રહેશે. જોકે નલિયા જેવા સ્થળોએ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળશે.
તાપમાનમાં વધઘટથી ચેતવણી

હવામાન નિષ્ણાતોએ ઓક્ટોબરથી હવામાનમાં થતા અચાનક ફેરફાર અંગે ચેતવણી આપી છે. દિવસે ગરમીનો અનુભવ થાય છે. જ્યારે રાત્રે તાપમાન નોંધપાત્ર રીતે ઘટી જાય છે. આવી સ્થિતિમાં બીમારીનું પ્રમાણ વધે છે. તેથી રાત્રે સૂતી વખતે શરીરને ઢાંકીને રાખવું અને મચ્છર કરડવાથી બચવું જરૂરી છે.
Trending Photos




